+

હિંડનબર્ગની નવી રમત શરૂ! ભારતીય ઉદ્યોગમાં ફરી ફફડાટ

હિંડનબર્ગનો નવો ખુલાસો અદાણી બાદ હિંડનબર્ગનો નવો નિશાન કોણ? હિંડનબર્ગનો ભારત પર નવો હુમલો? અમેરિકી શોર્ટ-સેલર ફર્મ Hindenburg રિસર્ચે ફરી એકવાર ભારતીય શેરબજાર (Indian Stock Market) માં ધમાકો કરવાની તૈયારી…
  • હિંડનબર્ગનો નવો ખુલાસો
  • અદાણી બાદ હિંડનબર્ગનો નવો નિશાન કોણ?
  • હિંડનબર્ગનો ભારત પર નવો હુમલો?

અમેરિકી શોર્ટ-સેલર ફર્મ Hindenburg રિસર્ચે ફરી એકવાર ભારતીય શેરબજાર (Indian Stock Market) માં ધમાકો કરવાની તૈયારી કરી છે. અદાણી ગ્રુપ (Adani Group) પરના તેમના આક્ષેપો બાદ હવે Hindenburg એ X (પહેલા ટ્વિટર) પર એક પોસ્ટ કરીને સંકેત આપ્યો છે કે ભારતમાં ટૂંક સમયમાં કંઈક મોટું થવાનું છે. જોકે, હિંડનબર્ગે કઈ કંપનીને નિશાન બનાવી છે તે અંગે કોઈ માહિતી આપી નથી. પરંતુ આટલું જાણીને પણ ભારતીય ઉદ્યોગ અને શેરબજારમાં ભારે હલચલ મચી ગઈ છે. અદાણી મામલામાં જે રીતે હિંડનબર્ગના આક્ષેપોએ શેરબજારમાં ભૂકંપ સર્જ્યો હતો, તેવી જ સ્થિતિ ફરીથી સર્જાવાની શક્યતાથી રોકાણકારો ચિંતિત થઇ ગયા છે.

અદાણી મામલાની એક ઝલક

એક વર્ષ પહેલા જાન્યુઆરીમાં હિંડનબર્ગે અદાણી ગ્રુપ પર હેરાફેરી અને એકાઉન્ટિંગ ફ્રોડના ગંભીર આરોપો લગાવ્યા હતા. આ આરોપો બાદ અદાણી ગ્રુપના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો અને ગૌતમ અદાણી વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓની યાદીમાં ઘણા નંબર નીચે ખસી ગયા હતા. સેબી (Sebi) એ પણ આ મામલે તપાસ શરૂ કરી હતી અને હિંડનબર્ગને નોટિસ મોકલી હતી. અદાણી ગ્રુપ પહેલા હિંડનબર્ગે કોટક મહિન્દ્રા બેંક વિશે પણ આવા જ આક્ષેપો કર્યા હતા. જેના કારણે બેંકના શેરના ભાવમાં ઘટાડો થયો હતો. હવે હિંડનબર્ગના આ નવા ખુલાસાથી ભારતીય ઉદ્યોગ અને શેરબજારમાં અનિશ્ચિતતાનું વાતાવરણ સર્જાયું છે. રોકાણકારો હવે એ જોવા માટે ઉત્સુક છે કે હિંડનબર્ગ કઈ કંપનીને નિશાન બનાવશે અને તેના શેર પર શું અસર પડશે.

શું છે સંભાવના?

ઉલ્લેખનીય છે કે, હિંડનબર્ગે હજુ સુધી કોઈ કંપનીનું નામ જાહેર કર્યું નથી. અદાણી મામલામાં હિંડનબર્ગના આક્ષેપો બાદ શેરબજારમાં ભારે ઉથલપાથલ થઈ હતી. તે સિવાય કોટક મહિન્દ્રા બેંક મામલે પણ હિંડનબર્ગે આક્ષેપો કર્યા હતા. હિંડનબર્ગના આ નવા રહસ્યમય ટ્વીટથી રોકાણકારોમાં ચિંતા વ્યાપી છે. સૂત્રોની માનીએ તો હિંડનબર્ગના આ નવા રહસ્યમય સંદેશથી ભારતીય શેરબજારમાં મોટો ફેરફાર આવી શકે છે. એક્સપર્ટના મતે રોકાણકારોએ આ સમયે સાવધાની રાખવી જરૂરી છે અને કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જોઈએ.

આ પણ વાંચો:  PM મોદીએ વાયનાડના ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોનો હવાઈ સર્વે કર્યો, પીડિતોને મળશે

Whatsapp share
facebook twitter