+

તાલાલામાંથી હથિયાર બનાવવાની મિનિ ફેકટરી ઝડપાઈ

તાલાલાના ગુંદરણ ગામે કાળીધારની સીમમાંથી હથિયારોની ફેક્ટરી ઝડપાઇએસઓજીએ ગેરકાયદેસર હથિયારોની ફેક્ટરી ઝડપી પાડીદેશી બનાવટની બંદૂક 4, જીવતા કારતૂસ 13, તલવાર, ધારિયા, છરી, ગુપ્તી, કુહાડા, ફારસી મળીને કુલ ૨૩ જેટલા ધારદાર હથિયારો મળી આવ્યા...હથિયાર બનાવવા માટેનું કટર અને વેલ્ડીંગ મશીન પણ કબ્જે કર્યુંએસઓજી પોલીસે એક શખ્સની કરી ધરપકડ...સૌરાષ્ટ્રમાં હથિયાર રાખવાનો ભારે ક્રેઝ જોવા મળી રહà
  • તાલાલાના ગુંદરણ ગામે કાળીધારની સીમમાંથી હથિયારોની ફેક્ટરી ઝડપાઇ
  • એસઓજીએ ગેરકાયદેસર હથિયારોની ફેક્ટરી ઝડપી પાડી
  • દેશી બનાવટની બંદૂક 4, જીવતા કારતૂસ 13, તલવાર, ધારિયા, છરી, ગુપ્તી, કુહાડા, ફારસી મળીને કુલ ૨૩ જેટલા ધારદાર હથિયારો મળી આવ્યા…
  • હથિયાર બનાવવા માટેનું કટર અને વેલ્ડીંગ મશીન પણ કબ્જે કર્યું
  • એસઓજી પોલીસે એક શખ્સની કરી ધરપકડ…
સૌરાષ્ટ્રમાં હથિયાર રાખવાનો ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે ત્યારે ગેરકાયદેસર હથિયારનો વેપલો પણ બેફામ વધી રહ્યો છે જેનો લાભ ઉઠાવવા માટે ગીર સોમનાથ (Gir Somnath) જીલ્લા તાલાલા પંથકના કારીગરે પેાતાના ઘરમાં જ ગેરકાયદેસર મીની ફેકટરી શરૂ કરી દેશી બનાવટની બંદૂક સહિતના હથિયારો બનાવતો હોવાની જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાને મળેલી ચોક્કસ માહિતીના આધારે એસઓજીએ ઓપરેશન પાર પાડી 4 બંદૂક, જીવતા કાર્ટીસ અને હથિયારના મોટા જથ્થા સાથે કારીગરની ધરપકડ કરી મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસને મળેલી બાતમી
આ અંગેની જાણવા મળતી વિગત મુજબ, ગીર સોમનાથ જિલ્લામાં ગેરકાયદેસર હથિયારનો બેફામ વેચાણ થતું હોય આ હથિયાર કયાંથી આવે છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન તાલાલા પંથકમાં હથિયાર બનાવવાની મીની ફેકટરી ધમધમતી હોવાની માહિતીના આધારે ગઈકાલે રાત્રે એસઓજી ઈન્ચાર્જ પીઆઈ એ.બી.જાડેજાએ પોલીસ કાફલા સાથે છાપો માર્યો હતો.
મીની ફેકટરી મળી
પોલીસના દરોડા દરમિયાન તાલાલાના ગુંદરણ ગામે કાળીધાર સીમમાં આવેલ મકાનમાં તપાસ હાથ ધરતાં ગેરકાયદેસર હથિયાર બનાવવાની મીની ફેકટરી મળી આવી હતી. પોલીસે કારીગર રામસીભાઈ રામાભાઈ કરંગીયા (ઉ.55)ની ધરપકડ કરી મીની ફેકટરીમાંથી દેશી હાથ બનાવટની 16 હજારની કિંમતની ચાર બંદૂક, રૂા.1100ની કિંમતના ચાર જીવતા કાર્ટીસ, 30 લોખંડની ગોળીઓ, 20 મોટા છરા, દારૂ ગોળો ભરેલ કોથળી, ગન પાઉડર, કટર મશીન, ગલાઈન્ડરમશીન, ડ્રીલીંગ મશીન, વેલ્ડીંગ મશીન, ગેસનો બાટલો, છરાનું હાથ બનાવટનું મશીન સહિતના ઓઝારો કબજે કર્યા હતાં.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Whatsapp share
facebook twitter