+

Canada: કેનેડાના મંદિરોમાં થયેલી તોડફોડમાં મોટો ખુલાસો સામે આવ્યો

કેનેડાના મંદિરોમાં તોડફોડ કરનાર આરોપી હિન્દુ નિકળ્યો તાજેતરમાં કેનેડાના ડરહમ અને ગ્રેટર ટોરોન્ટોમાં હિન્દુ મંદિરોમાંથી તોડફોડનો મામલો સામે આવ્યો હતો. તેથી આ મામલામાં 41 વર્ષીય ભારતીય-કેનેડિયન વ્યક્તિની ધરપકડ કરવામાં આવી…

કેનેડાના મંદિરોમાં તોડફોડ કરનાર આરોપી હિન્દુ નિકળ્યો

તાજેતરમાં કેનેડાના ડરહમ અને ગ્રેટર ટોરોન્ટોમાં હિન્દુ મંદિરોમાંથી તોડફોડનો મામલો સામે આવ્યો હતો. તેથી આ મામલામાં 41 વર્ષીય ભારતીય-કેનેડિયન વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. ડરહમની સ્થાનિક પોલીસે જણાવ્યું હતું કે ગુનામાં કોઈ નફરતની ભાવના કે આશંકાઓ જોવા મળી રહી નથી.

આરોપી દ્વારા મંદિરોમાં તોડફોડ કરી દાન પેટીમાંથી પૈસા ચોરી કરાયા હતાં

એક માહિતી અનુસાર, ધરપકડ કરાયેલા 41 વર્ષીય ઈન્ડો-કેનેડિયન વ્યક્તિની ઓળખ બ્રેમ્પટન શહેરના જગદીશ પંઢેર તરીકે થઈ છે. જો કે 8  ઑક્ટોબરે  એ પિકરિંગમાં બેઈલી સ્ટ્રીટ અને ક્રોસનો બુલવાર્ડ વિસ્તારમાં હિન્દુ મંદિરમાં તોડફોડ થયા બાદ અધિકારીઓએ તપાસની શરૂઆત કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, સુરક્ષા સર્વેલન્સ દરમિયાન જગદીશ પંઢેર મંદિરમાં પ્રવેશતા અને દાન પેટીઓમાંથી મોટી રકમ લેતા જોવા મળ્યો હતા. જો કે, પોલીસ પહોંચે તે પહેલા તે ભાગી ગયો હતો.

આરોપી અનેક મંદિરમાં થયેલ તોડફોડ અને ચોરીના કેસમાં સંડોવાયેલો છે

પોલીસ તપાસ અનુસાર જગદીશ પંઢેર સવારે પીકરિંગ અને એજેક્સમાં હિંદુ મંદિરોમાં વધારાની તોડફોડ કરતા દેખાતા ફૂટેજમાં જોવા મળ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે શંકાસ્પદ અન્ય અનેક તોડફોડ અને સમગ્ર વર્ષ દરમિયાન હિંદુ મંદિરોમાં ઘૂસણખોરી સાથે જોડાયેલા મામલામાં સંડોવાયેલો છે. આ તમામ ઘટનાઓ ડરહામ અને ગ્રેટર ટોરોન્ટો વિસ્તારમાં અને તેની આસપાસ બની છે.

આ પણ વાંચો: America: જાણો… વિશ્વની વસ્તીમાં વધી પણ, અમેરિકાની સ્થિતિ કેમ વિપરિત ?

Whatsapp share
facebook twitter