- અમદાવાદની રાય યુનિવર્સીટીનો વિવાદ બહાર આવ્યો
- રાય યુનિવર્સીટી પર વિદ્યાર્થી સંગઠનનો મોટો આક્ષેપ
- પહેલા પ્રવેશ આપ્યો અને 6 મહિના બાદ ફી પરત કરતા હોબાળો
- અમદાવાદ NSUIએ રાય યુનિવર્સીટી ને આપ્યું અલ્ટીમેટમ
Rai University : અમદાવાદ જિલ્લાના ધોળકા પાસેની રાય યુનિવર્સીટી (Rai University) નો વિવાદ બહાર આવ્યો છે જેમાં રાય યુનિવર્સીટી પર વિદ્યાર્થી સંગઠને મોટો આક્ષેપ કર્યો છે. NSUI એ આરોપ લગાવ્યો છે કે યુનિવર્સીટી દ્વારા વિદ્યાર્થીઓને પહેલા પ્રવેશ આપ્યો અને 6 મહિના બાદ ફી પરત કરી દેવાઇ હતી જેથી 10 વિદ્યાર્થીઓનું ભાવિ અદ્ધરતાલ થઇ ગયું છે. આ મામલે અમદાવાદ NSUIએ રાય યુનિવર્સીટીને અલ્ટીમેટમ આપ્યું છે.
પહેલા પ્રવેશ અપાયો હતો અને છ મહિના પછી ફી પરત આપી દીધી
અમદાવાદજિલ્લાા ધોળકા પાસેની રાય યુનિવર્સીટીનો વિવાદ બહાર આવ્યો છે. રાય યુનિવર્સીટી પર વિદ્યાર્થી સંગઠન NSUI એ મોટો આક્ષેપ કર્યો છે. NSUI એ આરોપ લગાવ્યો છે કે યુનિવર્સીટી દ્વારા વિદ્યાર્થીઓને પહેલા પ્રવેશ અપાયો હતો અને છ મહિના પછી ફી પરત આપી દીધી હતી. યુનિવર્સીટીની આ હરકતથી હોબાળો મચી ગયો છે.
આ પણ વાંચો––Harshad Bhojak એ ગેરકાયદેસર 10 માળનું બિલ્ડીંગ ઉભુ થવા દીધું
BA, LLB માં 19 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હતો
અમદાવાદ NSUI એ રાય યુનિવર્સીટીના આ નિર્ણયનો ઉગ્ર વિરોધ કર્યો છે અને યુનિવર્સીટીને અલ્ટીમેટમ આપ્યું છે. આરોપ મુજબ યુનિવર્સીટી દ્વારા BA, LLB માં 19 વિદ્યાર્થીઓ ને પ્રવેશ અપાયો હતો પણ હવે આ વિદ્યાર્થીઓનું ભાવિ અધવચ્ચે બગડી ગયું છે. આ વિદ્યાર્થીઓને આગામી સાત દિવસમાં ન્યાય આપવા NSUI એ માગ કરી છે.
આ પણ વાંચો––Gujarat: હવે લાંચ લીધી તો ગયા સમજો! આવી રહ્યું છે નવું બીલ?