Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ગઠીયો અનુપમ ખેરના ચહેરાવાળી 500 ની નોટ આપી 2 કિલો સોનુ લઇ ગયો

09:26 PM Sep 30, 2024 |

Ahmedabad : શહેરના એક જ્વેલર્સ સાથે 2 કરોડ રૂપિયાની ઠગાઇ થઇ છે. આશરે 1.90 કરોડ રૂપિયામાંએક પાર્ટીએ સોનુ ખરીદ્યું હતું. જો કે જ્યારે જ્વેલર્સે નાણા ચેક કર્યા ત્યારે તેના પગતળેથી જમીન ખસી ગઇ હતી. જ્યારે તેણે જોયું કે, ચુકવાયેલા પૈસામાં ગાંધીજીના બદલે અનુપમ ખેરની તસ્વીરો હતી.

આ પણ વાંચો : IND Vs BAN:BCCI એ અચાનક લીધો મોટો નિર્ણય,આ 3 ખેલાડીઓને કર્યા બહાર

1.90 કરોડ રૂપિયાની નકલી નોટો પધરાવી

અમદાવાદના સર્રાફા બજારમાં કરોડો રૂપિયાની ઠગાઇનો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક ઠગ ટોળકીએ 1.90 કરોડ રૂપિયાની કિંમતનું 2100 ગ્રામ સોનું લઇને ફરાર થઇ ગયા હતા. આ ઠગોએ જે રૂપિયા જ્વેલર્સને આપ્યા તે તમામ પૈસા નકલી હતા. જેના પર બોલિવુડ અભિનેતા અનુપમ ખેરની તસ્વીરો છપાયેલી હતી. જ્વેલર્સે આ નોટ જોઇને ચોંકી ઉઠ્યો હતો. ત્યાર બાદ આ સમગ્ર મામલે જ્વેલર્સ દ્વારા પોલીસ બોલાવાઇ હતી.

આ પણ વાંચો : Karnataka : CM સિદ્ધારમૈયા સામે ED એ દાખલ કર્યો કેસ, જાણો શું છે આરોપો

નકલી નોટો આપીને 2100 ગ્રામ સોનું ખરીદ્યો

અમદાવાદના CG રોડ પર આંગડીયા ફર્મના નામે નકલી નોટો આપીને ત્રણ લોકો 2100 ગ્રામ સોનું લઇને ફરાર થઇ ગયા હતા. ક્રાઇમ બ્રાંચ દ્વારા હવે સમગ્ર મામલે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. સીજી રોડ ખાતે લક્ષ્મી જ્વેલર્સના મેનેજર પ્રશાંત પટેલે સર્રાફા વેપારી મેહુલ ઠક્કરને પટેલ અંકિત કાંતિલાલ મદનલાલ આંગડીયા ફર્મને 2100 ગ્રામ સોનું આપવા માટે કહ્યું હતું.

આ પણ વાંચો : Asylum seekers:હવે આ દેશમાં જવા લોકોની લાગી સ્પર્ધા, 1317 લોકો ગેરકાયદેસર પ્રવેશતા કરતાં ઝડપાયા

આંગડીયા પેઢીમાં બન્યો સમગ્ર કાંડ

મેહુલ ઠક્કરે પોતાના કર્મચારી ભરત જોશીને 2100 ગ્રામ સોનુ આંગડિયા ફર્મ પહોંચાડવા માટે મોકલ્યો હતો. જ્યારે ભરત જોશી ત્યાં પહોંચ્યા તો ત્યાં એક વ્યક્તિને કાઉન્ટિંગ મશીન આપી. બીજા વ્યક્તિએ કહ્યું કે, મશીનમાં પૈસાની ગણતરી ચાલી રહી છે. ત્યા સુધી બેગમાં 1.30 કરોડ રૂપિયા છે. આગલી ઓફીસમાંથી 30 લાખ રૂપિયા લઇ આવો.

આ પણ વાંચો : Ahmedabad : આતંક મચાવી ભય ફેલાવનારા ઇસમોનું જાહેરમાં સરઘસ, બે હાથ જોડીને માફી મગાવી, જુઓ Video

તમામ નોટો પર અનુપમ ખેરની તસ્વીરો હતી

ભરત જોશીની નજર ચુકવીને ત્રણેય લોકો સોનું લઇને ત્યાંથી ફરાર થઇ ગયા હતા. કર્મચારીએ બેગમાંથી 500 રૂપિયાનું બંડલ કાઢ્યું તો જોયું કે 500 રૂપિયાની તમામ નોટો પર અનુપમ ખેરની તસ્વીરો છપાયેલી હતી.તમામ નોટો નકલી હતી. તમામ નોટો પર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બદલે રેસોલ બેંક ઓફ ઇન્ડિયા લખેલું હતું. પોલીસ હવે આરોપીઓને શોધી રહી છે.

આ પણ વાંચો : Jharkhand : ટ્રેન પાટા પરથી ઉતરી, રેલવે ટ્રેક સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત, હટિયા અને ગોડ્ડા એક્સપ્રેસ રદ