+

સુરતમાં 19 બાઇકની ચોરી કરનારી ટોળકી ઝડપાઇ

અહેવાલ—ઉદય જાદવ, સુરત  સુરત જિલ્લા LCB પોલીસને સફળતા મળી છે. પોલીસે મોટરસાઇકલની ચોરી કરતી ગેંગને ઝડપી પાડી છે. LCB પોલીસે ત્રણ આરોપીઓને દબોચી ૧૯ જેટલી મોટરસાઇકલ કબ્જે કરી છે. મોબાઈલ…
અહેવાલ—ઉદય જાદવ, સુરત 
સુરત જિલ્લા LCB પોલીસને સફળતા મળી છે. પોલીસે મોટરસાઇકલની ચોરી કરતી ગેંગને ઝડપી પાડી છે. LCB પોલીસે ત્રણ આરોપીઓને દબોચી ૧૯ જેટલી મોટરસાઇકલ કબ્જે કરી છે.
મોબાઈલ પોકેટ કોપના માધ્યમથી આરોપી ઝડપાયો.
પોલીસે મોબાઈલ પોકેટ કોપ ના માધ્યમથી આરોપીને ઝડપી પાડયા છે. પોલીસ સુરત જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં મોબાઈલ પોકેટ કોપ ના માધ્યમથી વાહનો ચેકીંગ કરી રહ્યા હતા દરમિયાન એક વાહન ચાલક શંકાસ્પદ જાણતા તેને રોકવામાં આવ્યો હતો. મોબાઈલ પોકેટ કોપ ના માધ્યમથી વિગત સર્ચ કરતાં તેની પાસેનું વાહન બીજા અન્યના નામ પર હોવાનું સામે આવ્યું હતું. પોલીસ પૂછપરછમાં પોલીસને શંકા જતા તેની ઉંડાણપુર્વક તપાસ હાથ ધરાતા તે બાઈક ચોરીનો રીઢો આરોપી સોયેબ ઉર્ફે બોબડો હોવાનું ખુલ્યું હતું અને બાદમાં તેની સઘન પૂછપરછ બાદ અનેક મોટર સાઇકલ ચોરીના ગુનાની કબૂલાત કરી હતી.
સોયેબ ઉર્ફે બોબડો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે
પોલીસના હાથે ઝડપાયેલ સોયેબ ઉર્ફે બોબદો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જેથી પોલીસે તેની સઘન પૂછપરછ હાથ ધરી હતી દરમિયાન તેણે આ મોટર સાઇકલ બારડોલી ટાઉન માંથી ચોરી કરી વેચાણ મારવા માટે જતો હોવાની કબૂલાત કરી હતી. વધુ પૂછપરછમાં રીઢા વાહન ચોર આરોપીએ સમગ્ર સુરત જિલ્લામાં બારડોલી,કડોદરા,કીમ,કામરેજ,ઓલપાડ સહિત નવસારી અને ભરૂચ જિલ્લામાંથી સંખ્યાબંધ મોટરસાઇકલો ચોરી કરી ચોરીની મોટરસાઇકલો ભરૂચ તથા વડોદરા જિલ્લામાં તેના સાગરીતોને વેચી દેતો હોવાની વિગતો સામે આવી હતી. પોલીસે ચોરી કરેલી મોટરસાઇકલો કબ્જે કરવા આરોપી સોયેબ ઉર્ફે બોબડા ને સાથે રાખી ભરૂચ,નવસારી તેમજ વડોદરા ખાતે ગઈ હતી જ્યાં અલગ અલગ જિલ્લાઓ માંથી પોલીસે ૧૯ જેટલી ચોરીની મોટર સાયકલો કબ્જે કરી હતી. પોલીસે મુખ્ય આરોપી સોયેબ બોબડા સહિત ભરૂચના આછોડ ગામના અયુબ યુસુફ પટેલ અને વડોદરા જિલ્લાના મેસરાદ ગામના મિનહાસ યુનુસ મલેરીયા ની ચોરીનો મોટર સાઇકલો સાથે ધરપકડ કરી છે. પોલીસે કુલ ૧૭ કેટલી બાઈક ચોરીનો ભેદ ઉકેલી ૧૯ બાઈક કબ્જે કરી છે સાથે જ પોલીસે ૩ આરોપીઓની ધરપકડ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
Whatsapp share
facebook twitter