- કોલકાતા દુષ્કર્મ અને હત્યા કેસ પર આધારિત ફિલ્મ ‘દાનવ’ની જાહેરાત
- અતુલ ઈસ્લામની નવી ફિલ્મ ‘દાનવ’: દુષ્કર્મ અને હત્યાના કિસ્સાથી પ્રેરિત
- કોલકાતા કાંડથી પ્રેરિત ફિલ્મ ‘દાનવ’માં રૂપશા મુખ્ય ભૂમિકામાં
કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ (RG Kar Medical College) માં થયેલા દુષ્કર્મ અને હત્યાના કિસ્સાએ આખા દેશને હચમચાવી દીધું હતું. આ બનાવને આધારે હવે એક નવી ફિલ્મ (New Film) ની જાહેરાત કરવામાં આવી છે. બંગાળી નિર્દેશક અતુલ ઈસ્લામે (Bengali director Atul Islam) ‘દાનવ’ નામની ફિલ્મની જાહેરાત કરી છે, જે આ ભયાનક દુષ્કર્મ અને હત્યાના કિસ્સાથી પ્રેરિત હશે.
નિર્દેશકની જાહેરાત અને સ્ટારકાસ્ટ
ગત મહિને 9 ઓગસ્ટના રોજ આરજી કર મેડિકલ કોલેજમાં કથિત દુષ્કર્મ અને હત્યાની ઘટના ઘટી હતી, ત્યારબાદ દેશભરમાં ડૉક્ટરોએ આ ઘટનાનો વિરોધ પ્રદર્શન કરતા તંત્ર અને સરકાર પર સીધા આક્ષેપો મુક્યા હતા. હવે આ ઘટના પર પ્રકાશ પાડતી એક ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે. આ ઘટના બાદ નિર્દેશક અતુલ ઈસ્લામે આ વિષય પર ફિલ્મ બનાવવાનો નિર્ણય લીધો છે. તેમણે ઈન્સ્ટાગ્રામ પર ‘દાનવ’નું પોસ્ટર શેર કરી આ ફિલ્મની જાહેરાત કરી હતી. ફિલ્મમાં રૂપશા મુખોપાધ્યાય મુખ્ય ભૂમિકામાં હશે, જે એક નર્સની ભૂમિકા ભજવશે, જ્યારે પિયાર ખાન શબઘર કર્મચારી અને રૂપશાનો પ્રેમી તરીકે જોવા મળશે.
રૂપશા મુખોપાધ્યાય લીડ રોલમાં હશે
આ બંગાળી ફિલ્મમાં રૂપશા મુખોપાધ્યાય એક નર્સની ભૂમિકા ભજવશે અને પિયાર તેના પ્રેમી અને શબઘર કર્મચારી તરીકે જોવા મળશે. આ ફિલ્મ બતાવશે કે કેવી રીતે એક દુ:ખદ ઘટના બાદ તેમનું જીવન હંમેશા માટે બદલાઈ જાય છે. આ ફિલ્મ દ્વારા અતુલ ઈસ્લામે એક સંવેદનશીલ મુદ્દાને ઉઠાવવાનો પ્રયાસ કર્યો છે જેણે આપણા સમાજમાં ઊંડી છાપ છોડી છે. ફિલ્મ ‘દાનવ’ આ ઘટનાની અસર દર્શાવતી સામાજિક અને વ્યક્તિગત દુર્ઘટનાને ઉજાગર કરશે.
કોલકાતા દુષ્કર્મ-હત્યા કેસમાં અપડેટ
ગયા મહિને કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાએ ખળભળાટ મચાવી દીધો હતો. હાલમાં આ કેસની તપાસ CBI કરી રહી છે. સૂત્રો પાસેથી મળેલી છેલ્લી માહિતી મુજબ CBI ની તપાસ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે.
આ પણ વાંચો: Kolkata Case માં પીડિતાના પરિવારનો મોટો દાવો, કહ્યું- ‘પોલીસે કેસ દબાવવાનો કર્યો પ્રયાસ’