+

ઊનાનાં કાળપાણ ગામના માછીમારનું પાક. જેલમાં મોત

હજુ હમણાં જ 200 જેટલા ભારતીય માછીમારો પાક જેલ માંથી છૂટીને માદરે વતન આવ્યા છે.થોડા સમય પહેલા પણ માછીમારો છૂટીને આવ્યા છે.જે પૈકી સૌથી વધુ માછીમારો ગીર સોમનાથ જિલ્લાના છે.છેલ્લા…

હજુ હમણાં જ 200 જેટલા ભારતીય માછીમારો પાક જેલ માંથી છૂટીને માદરે વતન આવ્યા છે.થોડા સમય પહેલા પણ માછીમારો છૂટીને આવ્યા છે.જે પૈકી સૌથી વધુ માછીમારો ગીર સોમનાથ જિલ્લાના છે.છેલ્લા ત્રણ મહિનામાં 3 ભારતીય માછીમારોના પાક જેલમાં મોત થયા છે.ઉના ના કાળપાણ ગામના વધુ એક વૃદ્ધ માછીમારનું પાક જેલમાં મોત થયું છે.ત્યારે પ્રશ્ન એ છે કે શા માટે ભારતીય માછીમારો પાક જેલમાં બીમાર પડી મોતને ભેટ છે

ભારતીય જળ સીમા માંથી અપહરણ કરીને પણ લઈ જાય છે
ભારત પાકિસ્તાન કરતા અનેક ગણો મોટો દેશ છે.ખેતી પ્રધાન છે.બીજા ક્રમે માછીમારી આવે હજારો કિલોમીટરનો દરિયા કિનારો ધરાવતા આપણા દેશમાં માછીમારીનો વ્યવસાય પણ ખૂબ આગળ પડતો છે.બંને દેશો વચ્ચે દરિયાઈ સીમા ચોક્કસ પણે નક્કી થયેલી છે.આમ જતા ક્યારેક ભારતીય તો ક્યારેક પાકિસ્તાની માછીમાર એક બીજાની જળસીમાં ઓળંગી જાય છે.ત્યારે ઈન્ટરોગેશન બાદ જે તે માછીમારોને જેલમાં મોકલી દેવામાં આવે છે.ભારતની જેલમાં પાક માછીમારો સાથે સલુકાઈ ભર્યું વર્તન કરવામાં આવે છે જ્યારે પાક જેલમાં આવું થતું નથી.ઘણી વખત પાક મરીન સિક્યોરિટી ભારતીય માછીમારોના ભારતીય જળ સીમા માંથી અપહરણ કરીને પણ લઈ જાય છે.અને ક્ષમતા કરતા વધું ભારતીય માછીમારોને પાકની લાડી જેલમાં કેદ કરી દેવામાં આવે છે.શરૂઆતમાં માર પણ મારે છે.

ભારતીય માછીમારોને પૂરતું ભોજન પણ આપવામાં આવતું ન હતી 
પાકની લાડી જેલમાં ભારતીય માછીમારોને પૂરતું ભોજન પણ આપવામાં આવતું નથી.આ કેદી માછીમાર બીમાર ત્યારે જેલના દવાખાના માં બતાવવાનું અને સામાન્ય દવાઓ આપે જ્યારે વધુ બીમાર થાય તો બહાર હોસ્પિટલે લઈ જાય.ત્યાં પણ વિશેષ સારવારનો અભાવ તો ખરો જ.જેથી ઉમર લાયક માછીમાર પાક જેલમાં પકડાય તો મોત જ આવી ગયું તેમ માની લેવાનું.પાક જેલમાં બંધ ઉના તાલુકાના કાળપાણ ગામના બાપ-દીકરો પાક જેલમાં બંધ હતા.બાપાને ત્રણ વખત હાર્ટ એટેક આવ્યા.ગત સોમવારે સમાચાર આવ્યા કે, બાલાભાઈ જેઠાભાઈ સોલંકીનું મૃત્યુ થયું છે.  બે દિવસ બાદ છૂટીને માદરે વતન જવાની ખુશી ગમમાં ફેરવાઈ ગઈ.બંને દેશોની ડિપ્લોમસી પ્રમાણે દીકરા છગને તો સ્વદેશ આવવું પડ્યું…! તેના પિતાના પાકમાં મોત સંદર્ભે તે જણાવે છે કે,પૂરતા પ્રમાણમાં પૌષ્ટિક ખોરાકનો અભાવ પાક જેલમાં બીમાર ભારતીય માછીમારોના મોત માટે જવાબદાર બને છે

266 માછીમારો પાકની જેલમાં બંધ છે

પાકિસ્તાન મરીન સિક્યોરિટી ભારતીય સમુદ્ર માંથી ભારતીય માછીમારોના અપહરણ કરીને ઉઠાવી જાય.પાકની લાડી જેલમાં બંધ કરી દે.અમાનુષી અત્યાચાર ગુજારે,કામ કરાવે અને વળતરમાં માત્ર બે ટાઈમ જમવાનું આપે એ પણ જોખી-જોખીને…! બપોરે રાત્રે 500-500 ગ્રામ જમવાનું મળે.નસીબ સારા હોય તો સવારે નાસ્તામાં 100 ગ્રામ રોટલી અને ચા મળે.બીમાર માટે કોઈ વિશેષ વ્યવસ્થા નહીં.હાલ પણ 266 માછીમારો પાકની જેલમાં બંધ છે.તે પૈકી 70 લોકો બીમાર હોવાનું સામે આવ્યું છે.જેલના સમય દરમિયાન ભારતીય માછીમારોને આપવામાં આવતું ભોજન નબળી ગુણવત્તા વાળું હોય છે.

પાકિસ્તાની જેલમાં કપરો સમય પસાર કરી રહ્યા છે
પાછલા બે વર્ષ કરતાં વધુ સમયથી અતિ વિકટ પરિસ્થિતિમાં પાકિસ્તાની જેલમાં કપરો સમય પસાર કરી રહ્યા છે ભારતીય માછીમારો.ત્યારે ભારતીય માછીમારોની ભારત સરકારને નમ્ર અપીલ છે કે ડિપ્લોમસીમાં સુધારા કરી..કોઈપણ માછીમાર પકડાય તેનો વહેલી તકે છુટકારો થવો જોઈએ તેવું કાંઈક કરે.ઉપરાંત બીમાર વ્યક્તિ માટે વિશેષ સારવાર ઉપલબ્ધ થાય અને પૌષ્ટિક તેમજ પૂર્ણ આહાર મળે તેની કાળજી લેવાય તેવા પાકિસ્તાન સાથે કરારો થાય તે જોવું ઘટે.આખરે તો છે

અહેવાલ- ભાવેશ ઠાકર,ઉના 

આપણ  વાંચો-આગામી 12 કલાકમાં શું ગુજરાત પર ત્રાટકશે વાવાઝોડું? હવામાન વિભાગની આગાહી

 

Whatsapp share
facebook twitter