+

ગોંડલમાં આખલાએ અડફેટે લેતા દંપતિ થયુ ખંડિત, પતિનું મોત, પત્ની સારવાર હેઠળ

ગોંડલ ઘોઘાવદર રોડ પર બાઈક આડે આખલો આવતા બાઇક પર સવાર દંપતિ પૈકી પતિનું મોત થયું છે. વાછરા ગામે ખાખરાનો ગૃહ ઉદ્યોગ ચલાવતું દંપતી ગોંડલ થી વાછરા જઈ રહ્યું હતું ત્યારે આ અકસ્માત સર્જાયો હતોબાઇક પર જતા હતા ત્યારે આખલો આડે ઉતર્યો ગોંડલ તાલુકાના વાછરા ગામે રહેતા અને ખાખરાનો  ગૃહ ઉદ્યોગ ચલાવી ગુજરાન ચલાવતા પતિ-પત્ની ગુરૂવાર સાંજે ગોંડલથી વાછરા ગામ જઈ રહ્યા હતા. ત્યારે ઘોઘાવદર ચોકમાં à
ગોંડલ ઘોઘાવદર રોડ પર બાઈક આડે આખલો આવતા બાઇક પર સવાર દંપતિ પૈકી પતિનું મોત થયું છે. વાછરા ગામે ખાખરાનો ગૃહ ઉદ્યોગ ચલાવતું દંપતી ગોંડલ થી વાછરા જઈ રહ્યું હતું ત્યારે આ અકસ્માત સર્જાયો હતો

બાઇક પર જતા હતા ત્યારે આખલો આડે ઉતર્યો 
ગોંડલ તાલુકાના વાછરા ગામે રહેતા અને ખાખરાનો  ગૃહ ઉદ્યોગ ચલાવી ગુજરાન ચલાવતા પતિ-પત્ની ગુરૂવાર સાંજે ગોંડલથી વાછરા ગામ જઈ રહ્યા હતા. ત્યારે ઘોઘાવદર ચોકમાં બાઈક આડે આખલો ઉતરતા સર્જાયેલા અકસ્માતમાં દંપતી ઘવાતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં હેમરેજના કારણે યુવાનનું મોત નીપજતા પરિવાર શોક મગ્ન બન્યો છે. 
પતિનું મોત, પત્ની ઇજાગ્રસ્ત 
પ્રાપ્ત વિગતો મુજબ વાછરા ગામે રહેતા સંજયભાઈ જયંતીલાલ રાવલ ઉવ 47 અને તેમના પત્ની નેહાબેન ગુરુવારે સાંજે પોતાના બાઈક પર ગોંડલ થી વાછરા ઘરે જઈ રહ્યા હતા ત્યારે ઘોઘાવદર ચોકમાં અચાનક જ આખલો આડે આવતા અકસ્માત સર્જાયો હતો જેમાં દંપત્તિ ગંભીર રીતે ઘવાતા અત્રેની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સંજયભાઈનું બ્રેન હેમરેજના કારણે મોત નીપજતા તેમના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો બનાવના પગલે પરિવાર શોક મગ્ન બન્યો હતો.
સંજયભાઈ બે ભાઈ અને એક બહેનના પરિવારમાં મોટા હતા અને અકસ્માતમાં તેમની અચાનક વિદાયથી દીકરા દીકરીએ પિતાની છત્ર છાયા ગુમાવી દીધી છે. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter