Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

શ્રી શક્તિ સેવા કેન્દ્રની ટીમ દ્વારા અંબાજી મંદિરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

03:47 PM Jan 20, 2024 | Harsh Bhatt
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશના 51 શક્તિપીઠમા આધ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે.આગામી 22 જાન્યુઆરીના રોજ અયોઘ્યા રામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે, જયારે પોષી પુનમે અંબાજી મંદિર ખાતે પણ માં અંબાનો પ્રાગટ્ય મહોત્સવ પર્વ ધામધુમથી ઉજવાશે. હાલમાં શક્તિપીઠ અંબાજી ખાતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અને લઈને રામમય માહોલ જોવા મળી રહ્યો છે.

શ્રી શક્તિ સેવા કેન્દ્ર

આજે, આ સેવા કેન્દ્રની સમર્પિત ટીમ અને વિદ્યાર્થીઓ સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે અંબાજી મંદિરમાં તેમની સેવાઓ આપી હતી. અંબાજી મંદિર પરિસરમાં સવારે 11:00 કલાકે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. આજના કાર્યક્રમમાં અંબાજી મંદિરના વહીવટદાર સિદ્ધિ વર્મા, તાલુકા વિકાસ અધિકારી કંદર્પ પંડ્યા, અંબાજી ગ્રામ પંચાયતના સેક્રેટરી અશોક ચૌધરી , શ્રી શક્તિ સેવા કેન્દ્રના ફાઉન્ડર ઉષાબેન અગ્રવાલ અને શક્તિ કેન્દ્રના સરિતાસિંહ સહિત મોટી સંખ્યામાં લોકો સફાઈ અભિયાનમાં જોડાયા હતા.

શનિવારે સવારે અંબાજી મંદિરના શક્તિદ્વાર ખાતે શ્રી શક્તિ સેવા કેન્દ્રના બાળકો સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો અને અંબાજી મંદિર સમગ્ર પરિસરમાં સફાઈ કરી હતી.આ પહેલ સ્વચ્છતા અને સમુદાય સેવા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.સ્વચ્છ અને આરોગ્યપ્રદ વાતાવરણ જાળવવાના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવા અંબાજી ધામ રામમય બન્યુ હતું અને બાળકોએ જયશ્રી રામના નારા પણ લગાવ્યા હતા.
અહેવાલ – શક્તિસિંહ રાજપુત