Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ગાંધીનગરમાં પૂરપાટ ઝડપે આવી રહેલી બસે સ્કૂલવાનને મારી ટક્કર, બાળકોની ચીસોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું, Video

11:04 PM Apr 14, 2023 | Vipul Pandya
  • ચ-6 સર્કલ પર સ્કૂલ વાનને બસે ટક્કર મારતાં સ્કૂલ વાન પલ્ટી ખાઇ થયો અકસ્માત
  • 10 થી 12 બાળકોને સવારે અકસ્માત થયો હતો, સ્ટાફ બસે ટક્કર મારી હતી
  • હાલ બધા બાળકો  સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે
  • 1 બાળકને KD હોસ્પિટલમાં અને 1 બાળકને હાઈટેક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે
  • ઘટનાને પગલે સ્કૂલ સ્ટાફ પ્રિન્સિપાલ સહિત વાલીઓ પહોંચ્યા હોસ્પિટલ
  • એક બાળકની સ્થિતિ થોડી નાજુક વધુ સારવાર માટે KD હોસ્પિટલમાં કર્યો દાખલ
આજે સવારે ગાંધીનગર (Gandhinagar) માં એક સ્કૂલવાન (School Van) નું અકસ્માત થયું હોવાના સમાચાર સામે આવ્યા. જેનો તાજેતરમાં એક વિડીયો પણ સોશિયલ મીડિયા (Social Media) માં વાયરલ થયો છે. વિડીયોમાં સ્પષ્ટપણે અકસ્માત કેવી રીતે બન્યો તે સમજી શકાય છે. બાળકોને લઇને જઇ રહેલી સ્કૂલવાનને આજે એક પૂરપાટ ઝડપે આવી રહેલી બસે ટક્કર મારી હતી. મળતી માહિતી અનુસાર, આ સ્કૂલવાન 10 જેટલા બાળકો હતા, જેમને ઈજા પહોંચી છે.

10થી 12 બાળકો આ સ્કૂલવાનમાં હતા સવાર
ગાંધીનગરમાં આજે સવારે ચ-6 સર્કલ પર સ્કૂલવાનને બસે ટક્કર મારતા સ્કૂલવાન પલ્ટી ખાઈ ગઇ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે જેણે પણ આ જોયો તેના રૂંવાટા ઉભા થઇ ગયા હતા. મળી રહેલી માહિતી અનુસાર, આ સ્કૂલવાનમાં 10થી 12 બાળકો સવાર હતા. આ અકસ્માતનો એક વિડીયો વાયરલ થયો છે. જેમા દેખાય છે કે, સ્કૂલવાન ગાંધીનગરના ચ-6 સર્કલ પાસેથી પસાર થઇ રહી છે, તે દરમિયાન એક પૂરપાટ ઝડપે આવી રહેલી બસે તેને ટક્કર મારી હતી. ટક્કર એટલી જબરદસ્ત હતી કે આ સ્કૂલવાન પલ્ટી ખાઈ ગઇ હતી. આ દરમિયાન બસનો ડ્રાઈવર તુરંત બસમાંથી નીકળી સ્કૂલવાનમાંથી બાળકોને નીકાળવાનો પ્રયત્ન કરતો જોવા મળે છે. 

બાળકોને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કરાયા દાખલ
બસ અને સ્કૂલવાનના આ અકસ્માતમાં બાળકોને ઈજા પહોંચી છે. લગભગ 10 બાળકોને શરીરે ઈજાઓ થઇ છે. જેઓને તાત્કાલિક ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જે પૈકી એકની હાલત ગંભીર જણાતાં તેને વધુ સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યારે એકને હાઇટેક અને એકને કે.ડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

બસ ડ્રાઈવરની કરાઈ ધરપકડ
સ્કૂલવાનનું અકસ્માત થયો હોવાના સમાચાર મળતા જ પોલીસ અને વાલીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા. આ અકસ્માત ગાંધીનગરના ચ-6 રોડ પર થયો હતો. મળી રહેલી માહિતી અનુસાર, અકસ્માત બાદ બાળકોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ બાળકો સેક્ટર-23 કેન્દ્રીય વિદ્યાલયના હોવાનું સામે આવી રહ્યું છે. આ રૂંવાટા ઉભા કરી દે તેવા અકસ્માત બાદ બસ ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી છે. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.