+

Gujarat CM ભૂપેન્દ્ર પટેલે ગેમિંગ એક્ટિવિટી એરિયા માટેની CGDCR માં જોગવાઈઓનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો

જાહેર સલામતી, જાહેર સુરક્ષા અને જાહેર હિતને ધ્યાને લઈ CM નો નિર્ણય ગેમિંગ એક્ટિવિટી એરિયા માટે અલગ-અલગ પ્લાનિંગ રેગ્યુલેશનની જોગવાઈઓ રસ્તાની પહોળાઈ, બાંધકામની ઊંચાઈ, સલામતીના ઉપાયો સહિત વિવિધ NOC ની…
  1. જાહેર સલામતી, જાહેર સુરક્ષા અને જાહેર હિતને ધ્યાને લઈ CM નો નિર્ણય
  2. ગેમિંગ એક્ટિવિટી એરિયા માટે અલગ-અલગ પ્લાનિંગ રેગ્યુલેશનની જોગવાઈઓ
  3. રસ્તાની પહોળાઈ, બાંધકામની ઊંચાઈ, સલામતીના ઉપાયો સહિત વિવિધ NOC ની વિસ્તૃત જોગવાઈ

Gandhinagar : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Gujarat CM Bhupendra Patel) આનંદપ્રમોદ અને ઉજાણી માટેનાં સ્થળ તરીકે ગેમિંગ એક્ટિવિટીનાં (Gaming Activity) વધી રહેલા ચલણનાં સંદર્ભમાં એક મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યનાં વિવિધ શહેરોમાં સ્વતંત્ર ગેમિંગ એક્ટિવિટી એરિયા અને શોપિંગ મોલ તેમ જ શોપિંગ કોમ્પ્લેક્સ જેવા કોમર્શિયલ બાંધકામોમાં પણ ગેમિંગ એક્ટિવિટી એરિયા વિકસિત થઈ રહ્યાં છે.

જાહેર સલામતી, જાહેર સુરક્ષા અને જાહેર હિત માટે CM નો મહત્ત્વપૂર્ણ નિર્ણય

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) આવા ગેમિંગ એક્ટિવિટી એરિયામાં એકત્રિત થતી વધુ પડતી ભીડનાં સંદર્ભમાં જાહેર સલામતી, જાહેર સુરક્ષા અને જાહેર હિત ધ્યાનમાં લઈને ગેમિંગ એક્ટિવિટી એરિયા માટેનાં પ્લાનિંગ રેગ્યુલેશનની મહત્ત્વની જોગવાઈઓ CGDCR માં કરવાનાં જનહિતલક્ષી નિર્ણય કર્યા છે. ગેમિંગ એક્ટિવિટી એરિયા અને કોમર્શિયલ બાંધકામમાં થતાં ગેમિંગ એક્ટિવિટી એરિયા માટે અલગ-અલગ પ્લાનિંગ રેગ્યુલેશનની જોગવાઈઓ કરવામાં આવી છે.

આ પણ વાંચો – Gujarat-રાજ્યકક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ

ગેમિંગ એક્ટિવિટી એરિયાનાં બાંધકામ માટે વિવિધ જોગવાઈ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Gujarat CM) CGDCR માં આ અંગેની જે જોગવાઈઓ કરી છે, તેમાં ગેમિંગ એક્ટિવિટી એરિયાનાં બાંધકામ (Gaming Activity Area) માટે રસ્તાની પહોળાઈ, મિનિમમ એરિયા, બાંધકામની ઊંચાઈ, પાર્કિંગ, સલામતીનાં ઉપાયો તથા લેવાની થતી વિવિધ પ્રકારની NOC ની વિસ્તૃત જોગવાઈઓનો સમાવેશ થાય છે. એટલું જ નહિ, સ્વતંત્ર ગેમિંગ એક્ટિવિટી માટેનાં પ્લોટમાં જાહેર સલામતીને ધ્યાને રાખીને અલગ-અલગ એન્ટ્રી તથા એક્ઝિટ, ઇમરજન્સી એક્ઝિટ અને રેફ્યૂજ એરિયાની જોગવાઇઓ ૫ણ કરવામાં આવી છે. ગેમિંગ ઝોન એક્ટિવિટીનાં સ્થળે BU સર્ટિફિકેટ (BU Certificate), ફાયર NOC તથા અન્ય તમામ લાઇસન્સ, સર્ટિફિકેટ, NOC, પરમિટ વગેરે પ્રદર્શિત કરવાનાં રહેશે, એવુ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો – Gujarat- રાજ્યમાં ગુટખા-પાન મસાલા પરનો પ્રતિબંધ વધુ એક વર્ષ લંબાવાયો

૫રવાનગી વિના વ૫રાશ ચાલુ કર્યો હોય તો દંડની જોગવાઈ

આ નવા રેગ્યુલેશનમાં સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે, અગાઉ મેળવેલ વિકાસ ૫રવાનગી/ બી.યુ. ૫રવાનગીવાળા બાંઘકામોમાં ઉ૫યોગ શરૂ કરતાં ૫હેલાં નવા રેગ્યુલેશન અનુસાર રિવાઇઝ્ડ ૫રવાનગી મેળવી લેવાની રહેશે. ૫રવાનગી વિના વ૫રાશ ચાલુ કર્યો હોય તો તેના માટે દંડ લેવાની જોગવાઇ પણ CGDCR નાં નવા રેગ્યુલેશન્સમાં કરવાનાં દિશાનિર્દેશો મુખ્યમંત્રીએ આપ્યા છે. રાજકોટ TRP ગેમઝોન અગ્નિ હોનારત ૫છી ગેમિંગ એક્ટિવિટી એરિયા (Gaming Activity Area) અને કોમર્શિયલ બાંઘકામમાં થતાં, ગેમિંગ એક્ટિવિટી એરિયા માટે અલગ-અલગ પ્લાનિંગ રેગ્યુલેશનની જોગવાઇ કરવી ખૂબ મહત્ત્વની હોઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Gujarat CM) આ બાબતનાં નિયમો બનાવવાનો નિર્ણય જાહેર હિતમાં કર્યો છે.

આ પણ વાંચો – Rajkot : પોલીસ કમિશનરે એક સાથે 8 PI ની આંતરિક બદલીનો કર્યો આદેશ, જાણો કોનું ક્યાં થયું ટ્રાન્સફર ?

 

Whatsapp share
facebook twitter