+

Ahmedabad ના કાલુપુરમાં સ્વામિનારાયણ મંદિરની બાજુમાં મકાન ધરાશાયી

અમદાવાદમાં કાલુપુરમાં ઇમારત ધરાશાયી થવાની ઘટના બની છે. સ્વામીનારાયણ મંદિર પાછળનો આ બનાવ છે. ઇમારત ધરાશાયી થતા 3 લોકો દટાયા, બેનો બચાવ થયો છે. હજી એક વ્યક્તિની રેસ્ક્યૂની કામગીરી ચાલું…

અમદાવાદમાં કાલુપુરમાં ઇમારત ધરાશાયી થવાની ઘટના બની છે. સ્વામીનારાયણ મંદિર પાછળનો આ બનાવ છે. ઇમારત ધરાશાયી થતા 3 લોકો દટાયા, બેનો બચાવ થયો છે. હજી એક વ્યક્તિની રેસ્ક્યૂની કામગીરી ચાલું છે.

 

મકાન ધરાશાયી થતાં 3 લોકો દટાયા

અમદાવાદ કાલુપુરમાં સ્વામિનારાયણ મંદિર પાસે મોટા નવાવાસ માટ મકાન ધરાશાયી થયું છે. મકાન ધરાશાયી થતાં 3 લોકો દટાયા હતા જોકે બે લોકોને બહાર કાઢી લેવાયા હતા. ફાયર વિભાગની ટીમ ધટના સ્થળે પહોંચી રેસ્ક્યુ કામગીરી કરી રહી છે. મકાન પડતા ત્રણ લોકો દટાયા હતા જેને લઈ ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી.

મકાન જૂનું અને જર્જરીત હતું

એક મહિલા અને એક પુરુષને બહાર કાઢવામાં આવ્યા હતા. બંનેને તતકાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલમાં એક વ્યક્તિનું રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. મકાન જૂનું અને જર્જરીત થઈ ગયું હોવાથી આ ઘટના બની હતી. સ્થાનિકની પણ મદદ લેવામાં આવી હતી. ઇમારત ધરાશાયી થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ભેગું થયેલ ટોળાને કાબુમાં લીધું હતું.

 

ઘટના સ્થળ પર ફાયર બ્રિગેડની 9 ગાડી અને ટીમ રેસ્કયુ ઓપરેશનમાં જોડાઈ હતી. ફસાયેલા ત્રણેય લોકોને બહાર કાઢી લેવાતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. ત્રણમાંથી એક ઇસમને બેભાન અવસ્થામાં બહાર કાઢવામાં આવ્યો હતો. તમામને 108 મારફતે સિવિલ હોસ્પિટલ સારવાર માટે મોકલાયા હતા. મહિલાનું નામ નીલાબેન જ્યારે એક પુરુષનું નામ રાહુલભાઈ હોવાનું સામે આવ્યું છે. તો બેભાન અવસ્થામાં મળી આવેલ પુરુષની ઓળખાણ કરવામાં આવી રહી છે.

આપણ  વાંચો –અમદાવાદમાં રથયાત્રાને લઈને આ વિસ્તારો રહેશે બંધ; જાણો સમગ્ર રુટ

 

 

Whatsapp share
facebook twitter