+

BJP નેતાએ પોતાના જ માતા-પિતાની હત્યા માટે સોપારી આપી, પછી થઇ ગયો મોટો ગોટાળો

નવી દિલ્હી : કર્ણાટકના ગડગ બેટાગેરીમાં ભાજપ નેતા પ્રકાશ બકાલેના પરિવારના 4 સભ્યોની હત્યાનું રહસ્ય હવે ઉકેલાઇ ચુક્યું છે. પોલીસે આ મામલે ભાજપ નેતાના જ મોટા પુત્ર વિનાયક બકાલે સહિત…

નવી દિલ્હી : કર્ણાટકના ગડગ બેટાગેરીમાં ભાજપ નેતા પ્રકાશ બકાલેના પરિવારના 4 સભ્યોની હત્યાનું રહસ્ય હવે ઉકેલાઇ ચુક્યું છે. પોલીસે આ મામલે ભાજપ નેતાના જ મોટા પુત્ર વિનાયક બકાલે સહિત કુલ 8 લોકોની ધરપકડ કરી છે. કર્ણાટકના ગડગ-બેટાગેરીમાં ભાજપ નેતા પ્રકાશ બકાલેના પરિવારનાં 4 સભ્યોની હત્યા થઇ ગઇ હતી. પોલીસે આ મામલે ભાજપના જ નેતાના મોટા પુત્રનીધરપકડ કરી લીધી છે. વિનાયક બકાલેએ પોતાના જ પિતા પ્રકાશ, મા સુનંદા અને ભાઇ કાર્તિકની હત્યા કરવા માટે એક ટોકળીને 65 લાખ રૂપિયામાં સોપારી આપી હતી. મળતી માહિતી અનુસાર પરિવારમાં સંપત્તિનો વિવાદ ચાલી રહ્યો હતો.

ભાજપ નેતાના પરિવાર પર થયો હતો ઘાતકી હુમલો

મળતી માહિતી અનુસાર ચાર લોકોની હત્યાની આ ચોંકાવનારી ઘટના 19 એપ્રીલની છે. વિનાયક બકાલેએ પોતાનાં માતા પિતા અને ભાઇની હત્યા કરવા માટે ફિરોઝ ખાજી નામના એકકોન્ટ્રાક્ટ કિલરને સોંપારી આપી હતી. આ દરમિયાન સમજુતી પણ થઇ હતી કે ત્રણેયની હત્યા બાદ ઘરેથી લૂંટાયેલો તમામ માલ ફિરોઝ લઇ જશે. નક્કી થયેલા કાવત્રા હેઠળ ફિરોઝ પોતાની ગેંગના સાથિઓ સાથે પ્રકાશ બકાલેના ઘરે દાખલ થયો હતો. તેને જણાવાયું હતું કે, ઘરમાં માત્ર ત્રણ લોકો જ હાજર છે. તેના અનુસાર સમગ્ર કાવત્રુ રચવામાં આવ્યું હતું. જો કે કાર્તિકના લગ્ન નક્કી કરવાના હોવાના કારણે કેટલાક સંબંધિઓ અને ઓળખીતા લોકો પણ ઘરે મહેમાન બન્યા હતા. હુમલાખોરોને જોતાની સાથેજ આ લોકોએ બુમાબુમ શરૂ કરી હતી. તેને સાંભળીને લોકો એકત્ર થયા હતા.

આરોપીઓ ગભરાઇને અંધાધુંધ ગોળીબાર કરીને ફરાર

બુમાબુમ સાંભળીને લોકો એકત્ર થતા જોઇને આરોપીઓ અંધાધુંધ ગોળીબાર કરીને ફરાર થઇ ગયા હતા. આ ઘટનામાં પ્રકાશ અને સુનંદા તો અલગ અલગ રૂમમાં હોવાના કારણે બચી ગયા, જો કે પુત્ર કાર્તિક ગુનેગારોની ગોળીનો શિકાર બની ગયો હતો. તેની સાથે જ ત્રણ અન્ય લોકો પણ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા. પોલીસના અનુસાર ગડગ ધશેરા ઓનીમાં થયેલા ગોળીબારમાં કાર્તિક (27), પરશુરામ હાદિમાની (55), લક્ષ્મી હાદિમાની (45) અન આકાંક્ષા હાદિમાની (16) નાં મોત નિપજ્યા હતા. પ્રકાશ બકાલે અને સુનંદા બકાલે તેમાં બચી ગયા હતા. કાર્તિક ભાજપ નેતા પ્રકાશબકાલેની બીજી પત્ની સુનંદા બકાલેનો પુત્ર હતો. તે ગડગ બેટાગીરી સિટી નગર પરિષદનો ઉપાધ્યક્ષ પણ હતો. તેનું પોતાના સાવકા ભાઇ વિનાયક સાથે સંપત્તિ વિવાદ ચાલી રહ્યો હતો.

દુર્ઘટના અંગે માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી

આ દુર્ઘટનાની માહિતી મળતા જ પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી. તમામ શબોને કબ્જામાં લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યું. પોલીસે તપાસ દરમિયાન સામે આવ્યું કે, ઘરમાં ઘરેણા, કિંમતી સામાન અને રોકડ સુરક્ષીત છે. ત્યાર બાદ પોલીસને શંકા ગઇ કે આ ઘટના પાછળનો ઇરાદો લૂંટ નહી પરંતુ અન્ય હતો. ત્યાર બાદ સમગ્ર મામલે વિસ્તૃત તપાસ કરવામાં આવી. આ દરમિયાન પોલીસને સંપત્તિ વિવાદઅંગે માહિતી મળી હતી.

પોલીસે શંકાના આધારે ધરપકડ કરી

પોલીસે જ્યારે વિનાયક બકાલેની આગવી ઢબે પુછપરછ કરવામાં આવી તો સમગ્ર મામલે ખુલાસો કરી દેવામાં આવ્યો. પોલીસ મહાનિરીક્ષક વિકાસ કુમારે જણાવ્યું કે, વિનાયક પ્રકાશ બકાલે (35), ફિરોઝ ખાજી (29), જિશાન ખાજી (24), સાહિત અશફાક ખાજી (19), સોહિલ અશફાક ખાજી (19), સુલ્તાન જિલ્લા શેખ (23), મહેશ જગન્નાથ સાલુકે (21) અને વહીદ લિયાકત બેપારી (21) ને મહારાષ્ટ્રના સાંગલીના મિરાજ અને ગડગથી ધરપકડ કરવામાં આવી છે.

Whatsapp share
facebook twitter