+

Rajkot : હચમચાવે એવી ઘટના! રમતા રમતા 4 વર્ષનું બાળક સ્વિમિંગ પુલ પાસે પહોંચ્યું અને…

Rajkot : રાજકોટમાંથી વાલીઓ માટે ચેતવણી સમાન વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ઘંટેશ્વર વિસ્તારમાં આવેલી એક બિલ્ડિંગમાં આવેલા સ્વિમિંગ પૂલમાં બિલ્ડિંગના ચોંકીદારનું 4 વર્ષનું બાળક પડી જતાં માસૂમનું મોત…

Rajkot : રાજકોટમાંથી વાલીઓ માટે ચેતવણી સમાન વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ઘંટેશ્વર વિસ્તારમાં આવેલી એક બિલ્ડિંગમાં આવેલા સ્વિમિંગ પૂલમાં બિલ્ડિંગના ચોંકીદારનું 4 વર્ષનું બાળક પડી જતાં માસૂમનું મોત નીપજ્યું છે. આ હચમચાવે એવી ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ મામલે પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધીને CCTV ફૂટેજના આધારે આગળની તપાસ હાથ ધરી છે.

રમતા રમતા બાળક સ્વિમિંગપુલમાં પડ્યું

રાજકોટના (Rajkot) ઘંટેશ્વર (Ghanteshwar) પાસે આવેલ વર્ધમાનનગર ખાતેની ઓરમ બિલ્ડિંગમાં (Oram building) એક નેપાળી પરિવાર ચોંકીદારી કરી ગુજરાન ચલાવે છે. દરમિયાન, ગઈકાલે સાંજે નેપાળી પરિવારનું 4 વર્ષનું બાળક લોકેશ વિશ્વકર્મા રમતા રમતા એપાર્ટમેન્ટના સ્વિમિંગ પુલ પાસે ગયું હતું અને અચાનક તેનો પગ લપસી જતાં તે સ્વિમિંગ પુલમાં પડ્યું હતું. જો કે, જે તે સમયે ઘટના સ્થળે કોઈ ન હોવાથી માસૂમ બાળકનું પાણીમાં ડૂબી જતાં કરૂણ મોત નીપજ્યું હતું. સ્વિમિંગ પૂલમાં (swimming pool) બાળકનો તરતો મૃતદેહ જોઈ સ્થાનિકો દ્વારા તાત્કાલિક તેને બહાર કાઢી ઇમરજન્સી સર્વિસ 108 ને કોલ કરી બોલાવી હતી. 108 એમ્બ્યુન્સના સ્ટાફે બાળકની તપાસ કરતા તેને મૃત જાહેર કર્યા હતો. બાળકના મૃત્યુથી પરિવારમાં શોકનો માહોલ છે.

સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ

આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ ત્યાં પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવ્યા મુજબ, મૃતક બાળક 4 વર્ષનું હતું અને તેનું નામ લોકેશ વિશ્વકર્મા હતું. બાળકનો પરિવાર નેપાળથી (Nepal) ગુજરાત (Gujarat) ગુજરાન માટે આવ્યો હતો. 4 વર્ષીય માસૂમ બાળકનું અચાનક મોત થતાં એપોર્ટમેન્ટનાં રહેવાસીઓમાં પણ અરેરાટી વ્યાપી છે.

 

આ પણ વાંચો – Junagadh Accident : પાજોદ ગામે ઇકોચાલકે અડફેટે લેતા બાઇકસવાર ત્રણ આશાસ્પદ યુવાનોનાં મોત

આ પણ વાંચો – Vadodara Riots: વડોદરાના એકતાનગરમાં બે જૂથ વચ્ચે ભારે પથ્થરમારો, 10 લોકો થયા ઘાયલ

આ પણ વાંચો – Sola Deputy Collector: અમદાવાદમાં નાયબ મામલતદાર અને વહીવટકર્તા લાંચ લેતા રંગે હાથ પકડાયા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter