+

હાર્લી ડેવિડસન બાઈક વેચવાના બહાને અમદાવાદના યુવાન સાથે 8 લાખ 30 હજારની છેતરપીંડી

અહેવાલઃ પ્રદિપ કચિયા, અમદાવાદ  અમદાવાદના વેજલપુરમાં રહેતો નીલ મોદી નામનો યુવક શહેરમાં મિર્જાપુર ખાતે બાઈક લે-વેચ નો ધંધો કરે છે. સ્પૉટ બાઈક પ્લાઝા નામથી વર્ષ 2017થી પોતાની દુકાન ચાલવી રહ્યો…
અહેવાલઃ પ્રદિપ કચિયા, અમદાવાદ 
અમદાવાદના વેજલપુરમાં રહેતો નીલ મોદી નામનો યુવક શહેરમાં મિર્જાપુર ખાતે બાઈક લે-વેચ નો ધંધો કરે છે. સ્પૉટ બાઈક પ્લાઝા નામથી વર્ષ 2017થી પોતાની દુકાન ચાલવી રહ્યો છે. પોતાના ધંધાનો વ્યાપ વધારવા માટે નીલ મોદીએ સોશિયલ મીડિયાના દરેક પ્લેટ ફોર્મ પર પોતાની દુકાનના નામે એકાઉન્ટ બનાવ્યા છે. જેમાં યૂટ્યૂબ, ઇન્સ્ટાગ્રામ, જસ્ટડાઇલ તેમજ અન્ય જગ્યા પર સ્પૉટ બાઈક પ્લાઝાના નામથી એકાઉન્ટ બનાવ્યા છે. જેમાં તેના ધંધાને લગતા તમામ સંપર્ક અને માહિતીઓ પણ આપેલી છે.
ગત મેં મહિનામાં નીલ મોદીના ફોનમાં એક ફોન આવેલો અને હિન્દીમાં વાત કરતા કહ્યું હતું કે હું વિપન આનંદ બોલું છું અને મારી પાસે એક હાર્લી ડેવિડસન બાઈક છે જે મારે વેચવાનું છે તો કોઈ સારો ગ્રાહક શોધી આપો ને.. જેને લઈને નીલ મોદીએ વ્યકતિ પાસેથી બાઇકના તમામ ડોક્યુંમેન્ટસ અને વ્યક્તિનું ઓળખપત્ર મંગાવ્યું હતું. જેને લઈને સામે વાળી વ્યક્તિએ બાઇકના ડોક્યુમેન્ટ્સ અને સાથે પોતાનો ઓળખ પુરાવો પણ મોકલી આપ્યો હતો. બાઇકના ફોટો આવતા જોતા તેની કન્ડિશન સારું હોવાનું નીલને જણાઈ આવતા બંને વચ્ચેની વાતચિતમાં રૂપિયા 8 લાખ 30 હજાર રૂપિયામાં નક્કી કરવામાં આવ્યું હતું. બાઇકના ડોક્યુમેન્ટસ આવતા બાઈકનું પાસીંગ અમદાવાદનું હોવાથી નીલ મોદીએ રસ ધરાવતા કંપનીમાં આ અંગે તપાસ પણ કરાવી હતી અને આ બાઈક મોંઘા આવતા તેને વિપન આનંદ પાસેથી બાઈકનું લોકેશન અને ક્યાં છે જેની માહિતી લઈને પોતાનો એક વિશ્વાસુ વ્યકતિને મોકલીને ખરાઈ પણ કરી હતી.
બાઈક અંગે વધુ માહિતી માટે નીલે આ બાઈક તેના સગાનું હોવાનું કહ્યું અને જો આ હાર્લી ડેવિડસન ખરીદવું હોય તો ટોકન આપવું પડશે જેને માટે નીલ મોદીએ ઓનલાઇન વિપન આનંદના ખાતામાં 50 હજાર રૂપિયા મોકલી આપ્યા હતા. જે પછી ફરી એકવાર રાયપુર ખાતે આવેલા ગુરતીરાથ સિંઘના ઘરે તેના વિશ્વાસું માણસને મોકલી આપ્યો હતો જેને બાઈક બરોબર લાગ્યું અને સાથે માણસ પણ સારો હોવાનું લાગ્યું હતું. ત્યારે વિપને કહ્યુંકે પેમેન્ટ ઓનલાઇન કરી આપો અને હું તમારા માણસને બાઇકના ડોક્યુમેન્ટ્સ મોકલી આપીશ. ત્યારે નીલ મોદીએ તેના બેંક એકાઉન્ટમાં 7 લાખ 80 હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. અને પછી નીલ મોદીનો માણસ રાયપુર ખાતે બાઈક લેવા જતા બાઇકના માલિકે કહ્યું કે મને કોઈ પેમેન્ટ મળેલું નથી જેથી નીલે વિપન આનંદનો સંપર્ક કરતા તેનો ફોન સ્વીચ ઓફ હતો. ત્યારે નીલ મોદીએ રાયપુર સ્થિત વિપનના સગા સાથે વાત કરતા તેને કહ્યું હું વિપનને નથી ઓળખતો મેં તો મારુ બાઈક OLX પર વેચવા મૂક્યું હતું. ત્યારે ગુરતીરાથ સિંઘે કહયું કે તમારી સાથે છેતરપિંડી થઇ છે જેને લઈને નીલ મોદીએ અમદાવાદ સાયબર ક્રાઇમ ખાતે ફરિયાદ દાખલ કરાવી
હાલમાં સોશિયલ મીડિયા અને અલગ અલગ રીતે છેતરપિંડી અને ઠગાઈની ઘટનાઓ સામે આવે છે. જેને લઈને સાયબર ક્રાઇમ દ્વારા પણ આવી ઘટનાને લઈને અનેક વખત એલર્ટ આપવામાં આવે છે. કે સોશિયલ મીડિયામાં તમે કોઈ પણ પ્રકારે ધંધો અથવા તો કોઈના પર વિશ્વાસ કરતા પહેલા વિચાર કરજો અને જો ખોટું લાગે તો સાયબર ક્રાઇમ અથવા તો નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો
Whatsapp share
facebook twitter