Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

600 એકરમાં અધભૂત ડિઝાઇન સાથે અવનવી વસ્તુઓ બનાવાઈ, વેસ્ટમાંથી બનાવાયા બેસ્ટ ડસ્ટબિન

08:37 PM Apr 22, 2023 | Vipul Pandya

શહેરમાં ધામધૂમથી પ્રમુખ સ્વામી મહોત્સવની(Shatabdi Mahotsav) ઉજવણી થઇ રહી છે. 600 એકરમાં અવનવી અને અધભૂત વસ્તુઓ બનાવામાં આવી છે. જેમાં સ્વછતા જાળવા માટે પણ અવનવા પ્રયોગ કરવામાં આવ્યા છે. જે હેઠળ 1700 વેસ્ટ બોટલમાંથી 70 ડસ્ટબિન તૈયાર કરવામાં આવ્યા છે. સાથે જ આ ડસ્ટબિનમાં એકત્ર કરેલા કચરામાંથી પણ ખાતર બનાવામાં આવશે.
1 કરોડથી પણ વધુ હરી ભક્તો જયારે આ મોહોત્સવમાં આવાના છે. ત્યારે આ વેસ્ટમાંથી બનેલા ખાતર ખેડૂતોને આપવામાં આવશે. પ્રમુખ સ્વામી એક પ્રવચનમાં કહેતા કે, આપણું આંગણું સ્વચ્છ હશે તો એમનું મન પણ ચોખ્ખું રહેશે. તેને ધ્યાનમાં રાખીને જ સ્વછતા રહે અને એ કચરામાંથી પણ કોઈક ગરીબ ખેડૂતને ફાયદો થાય તેવો પ્રયાસ કરવામાં આવશે. આ ડસ્ટબિનમાં ભીનો સૂકો કચરો, એંઠવાડ શાકભાજીનો કચરો એકત્ર કરી ખાતર બનાવની પ્રોસેસ કરવામાં આવશે. આમ શતાબ્દી મોહોત્સવમાં અવનવી અનેક વસ્તુઓ બનાવામાં આવી છે. જેની ચોક્કસથી મુલાકાત લેવી જોઈએ.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.