+

રાજકોટ TRP અગ્નિકાંડ મુદ્દે 6 અધિકારી સસ્પેન્ડ

Rajkot TRP : રાજકોટ TRP અગ્નિકાંડ (Rajkot TRP) મુદ્દે મોટા સમાચાર મળી રહ્યા છે. હત્યાકાંડના 38 કલાક બાદ સરકારે કડક કાર્યવાહી શરુ કરી છે.  તરફ ગુજરાત હાઇકોર્ટમાં તત્કાળ સુનાવણી ચાલી…

Rajkot TRP : રાજકોટ TRP અગ્નિકાંડ (Rajkot TRP) મુદ્દે મોટા સમાચાર મળી રહ્યા છે. હત્યાકાંડના 38 કલાક બાદ સરકારે કડક કાર્યવાહી શરુ કરી છે.  તરફ ગુજરાત હાઇકોર્ટમાં તત્કાળ સુનાવણી ચાલી રહી છે ત્યારે જ સરકારે ગેમઝોનને લાયસન્સ અને બાંધકામને લગતી મંજૂરી આપવાના જવાબદાર મનાતા 6 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. રાજકોટ પોલસ તંત્રના 2 સિનીયર પીઆઇ તથા માર્ગ અને મકાનના ડેપ્યુટી ઇજનેર તથા રાજકોટ મહાનગરપાલિકાના 2 ટાઉન પ્લાનર અને એક ઇજનેરને સસ્પેન્ડ કરાયા છે.

 

  • રાજકોટ અગ્નિકાંડમાં જવાબદારોને નહીં છોડાય
  • આરોપીઓ સામે હવે ચાલશે રાજ્ય સરકારનો દંડો
  • જવાબદાર અધિકારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી
  • તાત્કાલિક અસરથી 6 અધિકારીઓને કર્યા સસ્પેન્ડ
  • CM ભૂપેન્દ્રભાઈ પટેલે આપ્યા કડક કાર્યવાહીના આદેશ
  • પોલીસ, મનપા, R&Bના અધિકારી સસ્પેન્ડ કરાયા
  • મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રી પર જનતાને ભરોસો

આ અધિકારીઓ સસ્પેન્ડ

 

હત્યાકાંડ અંગે હવે સસ્પેન્શનના નામે નાટક શરૂ થયા છે. ગેમઝોનને મંજૂરી આપવાના મુદ્દે બેદરકારી દાખવનારા 6 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે જેમાં રાજકોટ રીડર શાખાના પીઆઇ વી.આર.પટેલ તથા પીઆઇ એન.આઇ રાઠોડ ગાંધીગ્રામ-2 પોલીસ સ્ટેશન નો સમાવેશ થાય છે. પીઆઇરાઠોડ 2023માં લાયસન્સ શાખામાં પીઆઇ તરીકેના વધારાના ચાર્જમાં હતા. ઉપરાંત રાજકોટ મનપાના આસિ.ટાઉન પ્લાનર ગૌતમ ડી.જોશી અને માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર એન.આર.સુમા તથા રાજકોટ મનપાના ટાઉન પ્લાનીંગ શાખાના આસિ.એન્જિનીયર જયદીપ ચૌધરીનો સમાવેશ થાય છે. ઉપરાંત માર્ગ મકાન વિભાગના તત્કાલીન મદદનીશ ઈજનેર પારસ એમ કોઠીયા પણ સસ્પેન્ડ કરાયા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઇકાલે રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી

ઉલ્લેખનિય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઇકાલે રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના સ્થળની મુલાકાત લઇને જાત નિરિક્ષણ કર્યું હતું, તથા આ અતિગંભીર ઘટના અંગે જવાબદારો સામે કડક શિક્ષાત્મક કાર્યવાહીની સુચનાઓ આપી હતી, જેને પગલે રાજ્ય સરકારે 6 અધિકારીઓની તાત્કાલિક અસરથી ફરજ મોકુફીના આદેશો કર્યા છે.

ગેમઝોન જરૂરી મંજુરીઓ વિના શરૂ કરવા દેવાની ગંભીર નિષ્કાળજી

રાજકોટમાં TRP ગેમઝોન આગ દુર્ઘટના સંદર્ભે, આ ગેમઝોન જરૂરી મંજુરીઓ વિના શરૂ કરવા દેવાની ગંભીર નિષ્કાળજી અને ફરજક્ષતિ અંગે રાજ્ય સરકારે પોલિસ, મહાનગરપાલિકા અને માર્ગ મકાન વિભાગના ૬ અધિકારીઓની જવાબદારી નિયત કરીને તેમની સામે સખત શિક્ષાત્મક કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો— Rajkot: વેપારીઓ બંધ પાળશે, બાર એસોશિયનના વકીલો કોર્ટ કાર્યવાહીથી રહેશે અળગા

આ પણ વાંચો—- Rajkot TRP Game Zone : અત્યાર સુધી શું થયું તે જાણો એક ક્લિક પર…!

Whatsapp share
facebook twitter