+

ઉપલેટાના ધોબી પરિવારના 5 લોકોનો ઘટનાસ્થળ કે હોસ્પિટલમાં કોઈ નામ-ઓ-નિશાન નહીં!

TRP Game Zone Fire Accident: તાજેતરમાં Rajkot ના કાલાવડ રોડ પર આવેલા TRP Game Zone માં થયેલા અગ્નિકાંડને લઈ ગુજરાત સહિત દેશના દરેક લોકોના હ્રદય થંભી ગયા છે. આ ઘટનામાં…

TRP Game Zone Fire Accident: તાજેતરમાં Rajkot ના કાલાવડ રોડ પર આવેલા TRP Game Zone માં થયેલા અગ્નિકાંડને લઈ ગુજરાત સહિત દેશના દરેક લોકોના હ્રદય થંભી ગયા છે. આ ઘટનામાં માસૂમ બાળકો, મહિલાઓ, TRP Game Zone ના કર્મચારી અને યુવાનો વિકરાળમાં હોમાયા છે. આ ઘટનામાં આશરે 33 લોકોના મોતનો આંકડો સામે આવ્યો છે. ત્યારે Rajkot Civil Hospital ની અંદર લાશોની લાઈનો જોવા મળી રહી છે. તે ઉપરાંત આશરે 30 જેટલા લોકો પોતાના સ્વજનોને હજુ પણ ઘટનાસ્થળ અને Rajkot Civil Hospital પર શોધી રહ્યા છે.

  • ઉપલેટાના એક પરિવારના 5 લોકો લાપતા

  • પરિવારનો મોભી હોસ્પિટલમાં વલખાં મારી રહ્યો

  • તેમના DNA Sample લેવામાં આવ્યા હતા

ત્યારે ઉપલેટાના એક ધોબી પરિવારના 5 લોકો Rajkotના TRP Game Zone આવ્યા હતા. તો પરિવારને 27 મેના રોજ સાંજે 6 કલાકની આસપાસ જાણ થઈ હતી કે, Rajkotના TRP Game Zone ની અંદર આગ લાગી છે. ત્યારે તાત્કાલિક ધોરણે પરિવારના મોભી ગણાતા દિલીપ બાબુભાઈ મોડાસિયા TRP Game Zone પાસે પોતાના સ્વજનોને શોધવા માટે આવ્યા હતા. જોકે સૌ પ્રથમ દિલીપભાઈએ તેમના બાળકો અને અન્ય લોકોને ફોન કરીને માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તમામ લોકોના ફોન બંધ આવતા હતાં.

આ પણ વાંચો: સંચાલકોની ચાલાકી! Entry વખતે લોકો પાસે આ ફોર્મ પર કરાવતાં હતાં સહી

દિલીપભાઈ સ્વજનોને શોધવા વલખાં મારી રહ્યા

તે ઉપરાંત જ્યારે દિલીપભાઈ TRP Game Zone આવ્યા હતા, ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. કારણે કે…. જ્યારે તેઓ TRP Game Zone પહોંચ્યા ત્યારે આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. તો બીજી તરફ બચાવકર્મીઓ એક પછી એક લોકોની સળગી ગયેલી લાશને લઈને નીકળી રહ્યા છે. જોકે તેમને ઘટનાસ્થળ પરથી સ્વજનોને લઈ કોઈ માહિતી ન મળતા, ત્યારે રાત્રે 9 કલાકે તે Rajkotની Civil Hospital આવ્યા હતા. તો આશરે રાત્રે 2 કલાકની આસપાસ તેમના DNA Sample લેવામાં આવ્યા હતા. ત્યારે તેમને કહેવામાં આવ્યું હતું કે, સવારે તેમને યોગ્ય માહિતી આપવામાં આવશે. પરંતુ આજરોજ સાંજ થવા આવી તેમ છતાં…. હાશકારો થાય તેવી કોઈ માહિતી મળી રહી નથી. Rajkot ની Civil Hospital ની અંદર દિલીપભાઈ સ્વજનોને શોધવા વલખાં મારી રહ્યા છે.

આ પણ વાંચો:રાજકોટમાં થયેલા અગ્નિકાંડને લઈ તક્ષશિલા અગ્નિકાંડમાં હોમાયેલા બાળકોના પરિવારજનો થયા એકત્રિત

દિલીપભાઈ મોડાસિયાના 5 લાપતા સ્વજનોની યાદી

  1. ખુશાલી દુસારા

  2. વિવેકભાઈ દુસારા

  3. ઈશા મોડાસિયા

  4. સ્મિત વાળા

  5. હિમાંશુ પરમાર

Whatsapp share
facebook twitter