+

Gujarat: રાજ્યના 45 જળાશય સંપૂર્ણ રીતે છલકાતા હાઈ એલર્ટ,સરદાર સરોવર ડેમ 53 ટકાથી વધુ ભરાયો

Gujarat: રાજ્યમાં વરસી રહેલા ભારે વરસાદના પરિણામે 45 જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. આ ઉપરાંત સાત જળાશયોમાં 90 ટકાથી 100 ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. ગુજરાત…

Gujarat: રાજ્યમાં વરસી રહેલા ભારે વરસાદના પરિણામે 45 જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. આ ઉપરાંત સાત જળાશયોમાં 90 ટકાથી 100 ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. ગુજરાત (Gujarat)ની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં કુલ સંગ્રહ શક્તિના 53.37 ટકા જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે આ સિવાય રાજ્યના અન્ય 206 જળાશયોમાં 2,64,362 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 47.19 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે.

સરદાર સરોવર સહિત 28 ડેમ 50 થી 70 ટકા ભરાયા

રાજ્યમાં ભારે વરસાદના પરિણામે સરદાર સરોવર યોજનામાં 23,486 ક્યુસેક, ઉકાઈમાં 36,307 ક્યુસેક, દમણગંગામાં 7,018 ક્યુસેક, કડાણામાં 6,674 ક્યુસેક, પાનમમાં 6,648 ક્યુસેક અને હડફમાં 5500 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. આ સિવાય રાજ્યના 30 ડેમ 70 ટકાથી 100 ટકા ભરાતા એલર્ટ અપાયું છે. આ ઉપરાંત સરદાર સરોવર સહિત 28 ડેમ 50 થી 70 ટકા ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે. જ્યારે 36 ડેમ 25થી 50 ટકા ભરાયા છે. દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 53.29 ટકા, સૌરાષ્ટ્રના 141માં 50.88 ટકા, કચ્છના 20 માં 49.92 ટકા, મધ્ય ગુજરાતના 17માં 37.29 ટકા તથા ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 26.49 ટકા પાણીનો સંગ્રહ થયો છે.

રાજ્યના અનેક જળાશયોમાં પાણીની આવક થઈ

નોંધનીય છે કે, અત્યારે સર્વત્ર વરસાદ થઈ રહ્યો છે. આ સાથે સાથે ઉપરવાસમાં વરસાદ થતાની સાથે રાજ્યના અનેક જળાશયોમાં પાણીની આવક જોવા મળી છે. ખાસ કરીને જોઈએ તો, અત્યારે 90 થી 100 ટકા ભરાતા તે ડેમોને હાઈ એલર્ટ પર મુકી દેવામાં આવ્યા છે. આ સાથે સાથે આસપાસના વિસ્તારોમાં તંત્ર દ્વારા પણ હાઈ એલર્ટની જાહેર સૂચના આપી દેવામાં આવી છે.

127 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા

ગુજરાત (Gujarat)માં અત્યારે ભારે વરસાદને પગલે 127 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. આ સાથે 9 સ્ટેટ હાઇવે અને 113 પંચાયતના રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે. 5 અન્ય રસ્તાઓ પણ વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે. વિગતે વાત કરવામાં આવે તો, પોરબંદર જિલ્લામાં 60 રસ્તાઓ, જૂનાગઢ જિલ્લામાં 19 રસ્તાઓ, જામનગર જિલ્લામાં 8 રસ્તાઓ, ગીર સોમનાથ અને કચ્છ જિલ્લામાં 7-7 રસ્તાઓ જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 6 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Gujarat: સ્માર્ટ સિટી અમદાવાદમાં ભરાયા વરસાદી પાણી, રાજ્યમાં 127 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ

આ પણ વાંચો: Bhavnagar: આસ્થા, ભક્તિ અને શ્રદ્ધા સાથે ભક્તો કરી રહ્યા છે નિષ્કલંક મહાદેવની આરાધના

આ પણ વાંચો: Ahmedabad: શહેરમાં સવારથી જ જોવા મળ્યું રમણીય વાતાવરણ, ધોધમાર વરસાદ છે આગાહી

Whatsapp share
facebook twitter