+

અંકલેશ્વરની બેંકમાં બંદૂકની અણીએ લૂંટ ચલાવીને ભાગેલા 4 લૂંટારુઓ અને પોલીસ વચ્ચે ફાયરિંગ

અંકલેશ્વર શહેરના પિરામણ નાકા પાસે આવેલી યુનિયન બેંકમાં ભર બપોરના સમયે ત્રાટકેલા ચાર જેટલા અજાણ્યા ઈસમોએ બંદૂકની અણીએ બેંકમાંથી લૂંટ ચલાવી હતી. બેન્કનો ગેટ બંધ કરી કર્મચારી અને ગ્રાહકોને બંધક બનાવી આ શખ્સોએ રૂ. 22.70 લાખની લૂંટ આચરી હતી. બેંકમાંથી લૂંટ કરી સુરત તરફ ભાગેલા લૂંટારુઓનો પોલીસે પીછો કર્યો હતો. જેમાં પોલીસ અને લૂંટારાઓ વચ્ચે સામ સામે ફાયરિંગની ઘટનામાં ઘાયલ થયા બાદ એક લà
અંકલેશ્વર શહેરના પિરામણ નાકા પાસે આવેલી યુનિયન બેંકમાં ભર બપોરના સમયે ત્રાટકેલા ચાર જેટલા અજાણ્યા ઈસમોએ બંદૂકની અણીએ બેંકમાંથી લૂંટ ચલાવી હતી. બેન્કનો ગેટ બંધ કરી કર્મચારી અને ગ્રાહકોને બંધક બનાવી આ શખ્સોએ રૂ. 22.70 લાખની લૂંટ આચરી હતી. બેંકમાંથી લૂંટ કરી સુરત તરફ ભાગેલા લૂંટારુઓનો પોલીસે પીછો કર્યો હતો. જેમાં પોલીસ અને લૂંટારાઓ વચ્ચે સામ સામે ફાયરિંગની ઘટનામાં ઘાયલ થયા બાદ એક લૂંટારુ પકડાઈ ગયો હતો. જો કે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં તેમજ અન્ય એક રહીશે પોતોના મોબાઈલમાં કેદ કરી હતી
લૂંટારૂઓએ રૂ. 22.70 લાખની લૂંટ આચરી
અંકલેશ્વરના પિરામણ નાકા પાસે આવેલી યુનિયન બેંકમાં ભર બપોરે ત્રાટકેલા ચાર ઈસમોએ બંદૂકની અણીએ લૂંટ ચલાવી હતી. બેંકના કર્મચારીઓ અને ગ્રાહકોને બંધક બનાવી આ લૂંટારૂઓએ રૂ. 22.70 લાખની લૂંટ આચરી હતી. બે બાઇક લઈને આવેલા આ ચાર લૂંટારુઓ રૂપિયાના થેલાં ભરીને ભાગવા જતા બેંકનો સ્ટાફ તેમની પાછળ દોડતા નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. જો કે પોલીસ પણ આ લૂંટારુઓ પાછળ ભાગી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ સમગ્ર લૂંટની ઘટના બહાર રાહદારીઓએ તેમના મોબાઇલ ફોનમાં કેદ કરી લેતા લૂંટારુઓ જાહેર માર્ગ ઉપર ભાગતા નજરે પડી રહ્યા છે.
પોલીસ-લૂંટારુઓ વચ્ચે સામસામે ફાયરીંગ, એક પકડાયો
અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ અને લૂંટારાઓ વચ્ચે સામ સામે ફાયરિંગની ઘટના બાદ એક લૂંટારું પકડાઈ ગયો હતો જે ઘાયલ હોઈ તેને સારવાર હેઠળ ખસેડાયો છે. બનાવના પગલે તમામ એક્ઝીટ પર નાકાબંધી કરવામાં આવી હતી. આ લુંટની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. તો લુંટારુઓ જ્યારે નાસી રહ્યા હતા ત્યારે બેન્કની સામે આવેલ એક કોમ્પ્લેક્ષમાં રહેતા રહીશે પોતાના મોબાઈલમાં આ ઘટના કેદ કરી હતી. બનાવની જાણ થતાં જ જિલ્લા પોલીસ વડા લીના પાટીલ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી છે.

લૂંટારો ટોળકી એ બેંકમાં કેટલાની લૂંટ ચલાવી છે તે હજુ સામે આવ્યું નથી પોલીસ દ્વારા હાલ બેંકમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે લૂંટારો ટોળકી કેટલો મુદ્દા માલ લૂંટી ગયા છે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે પરંતુ બેંકની બહાર પોલીસ અને લૂંટારું ગેંગ વચ્ચે ફાયરીંગની ઘટનાના પગલે ફિલ્મી દ્રશ્યો સર્જાતા આજુબાજુના કોમ્પ્લેક્સના એક વ્યક્તિએ સમગ્ર મોબાઇલમાં વિડીયો કેદ કર્યો હતો. એલસીબી પોલીસના પીઆઇ કેડી મંડોળાએ પોતાના જીવનું જોખમ ઊભું કરીને પણ લૂંટારો ટોળકીને પકડવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જેમાં ફાયરિંગની ઘટનામાં એક લૂંટારોને ગોળી વાગી જતા તે પકડાય પણ ગયો છે લૂંટારોને હોશ આવતા જ સમગ્ર લુટનો ભેદ ઉકેલાય પણ જાય તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે
Whatsapp share
facebook twitter