+

દોઢ વર્ષનો ખુશ અદ્ભૂત તબલાવાદન કરીને સહુને ડોલાવી રહ્યો છે

કહેવાય છે શોખ અને કલાની કોઈ ઉંમર હોતી નથી. કલાકાર નાનો હોય કે મોટો. તે કલાકાર કહેવાય છે. આ ટેણિયો જે રીતે તબલા પર પોતાની નાની આંગળીઓ ફેરવે છે અને…

કહેવાય છે શોખ અને કલાની કોઈ ઉંમર હોતી નથી. કલાકાર નાનો હોય કે મોટો. તે કલાકાર કહેવાય છે. આ ટેણિયો જે રીતે તબલા પર પોતાની નાની આંગળીઓ ફેરવે છે અને જે રાગ ઉત્પન કરે તે તમામને મંત્રમુગ્ધ કરી રહ્યો છે. માત્ર દોઢ વર્ષની ઉંમરથી આ તબલાવાદક ભલભલાને ડોલાવી રહ્યો છે. આ છોટે ઉસ્તાદનું નામ છે ખુશ રાખસિયા. ખુશને કુદરતે તબલા વગાડવાની એક કલા આપી છે કે તે તમામ ઘેલા કરી રહ્યો છે.

તબલામાં ઉસ્તાદ બનવાનું સપનું
ખુશ નિરવભાઈ રાખસિયાએ જણાવ્યું હતું કે, હું ત્રીજા ધોરણમાં ભણું છું. મારી ઉંમર હાલ આઠ વર્ષ છે. હું તબલા વગાડું છું. જ્યારે હું ત્રણ વર્ષનો હતો ત્યારે મોરારિબાપુ પાસે તબલા વગાડવા માટે ગયો હતો. તબલા પર મારી કલાકારી જોઇ મોરારિ બાપુ ખૂબ જ ખુશ થઈ ગયા હતા અને શાલ ઓઢાડી મારું સન્માન કર્યું હતું. કિર્તીદાન ગઢવી, ઓસમાણ મીર, નિરંજન પંડ્યા એવા મોટા મોટા કલાકારના ડાયરામાં તબલા વગાડવા ગયો છું. મારું સપનુ આગળ તબલામાં ઉસ્તાદ બનવાનું છે અને જાકીર હુસેન જેવા તબલા વગાડવાનું લક્ષ્ય છે.

કુદરતની દેન
ખુશને તબલાની ટ્રેનિંગ આપવાની એક સમયે તેના સંગીત શિક્ષકે ના પાડી દીધી હતી. કારણ હતું ખુશની ઉંમર. શિક્ષકને હતું કે આ નાનકડો ટેણિયો શું કરી શકે. પરંતુ પછીથી ખુશે શિક્ષકની સામે એવુ તબલા વાદન કર્યું કે તેઓ ખુશ થઈ ગયા અને આખરે ટ્રેનિંગ આપવા માટે તૈયાર થયા. હાલ દરરોજ ઘરે આવીને સંગીત શિક્ષણ તાલીમ આપી રહ્યા છે. આ સંગીત શિક્ષકનું માનવું છે કે, ખુશમાં રહેલી ખાસીયત ખરેખર ગોડ ગીફ્ટ જ છે. હાર્મોનિયમ પર કોઈ સંગીત વગાડવામાં આવે તો ખુશ તરત જ તેના પર તબલા પર વગાડી શકે છે. આ પ્રકારનું સંગીત શીખતા ભલભલા કલાકારોને વર્ષો વીતી જાય છે.

નાનપણથી જ તબલા વગાડવાનો શોખ
ખુશે વધુમાં જણાવ્યું હતું કે, હું છેલ્લા 4 વર્ષથી તબલા શીખવા જાઉં છું. મારા સર કિશોરભાઈ પાસે તબલા શીખવા માટે જાવ છું. હું રોજ તબલા વગાડવાની પ્રેક્ટિસ કરું છું, તબલા વગડવાની બે પરીક્ષા પણ પાસ કરી દીધી છે. સાથોસાથ હું અભ્યાસ પણ કરી રહ્યો છું. તબલા વગાડવામાં માસ્ટર થવા માટે સાત પરીક્ષા પાસ કરવી પડે છે. બાદમાં તમને વિશારદનું બિરૂદ મળે છે. બાદમાં જ તબલામાં ઉસ્તાદ બનીએ છીએ. મને નાનપણથી જ તબલા વગાડવાનો શોખ હતો એટલે મેં તબલા વગાડવાનું નક્કી કર્યું હતું.

આ પણ વાંચો—અમદાવાદનો 3 વર્ષનો રિયાન બન્યો નેશનલ ક્યુબ ગેમ્સનો ચેમ્પિયન

– શું આપનું બાળક જાણે છે ધમાલ ડાન્સ?
– શું આપના સંતાનનું દિમાગ છે સુપર કમ્પ્યુટર?
– શું આપનું બાળક મેદાન પર કરે છે કમાલ?
– શું આપનું બાળક ધરાવે છે વિશેષ ક્ષમતા?
– શું આપના સંતાન પાસે છે કોઈ ખાસ કળા?

જો ઉપરના તમામ પ્રશ્નોમાંથી કોઈ એકનો પણ જવાબ હા હોય તો હવે આપના બાળકને મળશે ગુજરાતના સૌથી  મોટા ન્યૂઝ નેટવર્ક ગુજરાત ફર્સ્ટનું પ્લેટફૉર્મ

દેશનું ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ મીડિયા નેટવર્ક ગુજરાત ફર્સ્ટ અને OTT ઈન્ડિયા એક નવા અભિગમ ગુજરાતના જીનિયસ સાથે આવી રહ્યું છે. જ્યાં આપના સંતાનને અથવા આપની શાળાના ટેલેન્ટેડ સ્ટુડન્ટને અમે બિરદાવીશું અને એમની કળાને પહોંચાડીશું દેશ-વિદેશ સુધી

કોણ કોણ કરાવી શકે છે રજિસ્ટ્રેશન?
4 વર્ષથી 18 વર્ષ સુધીના બાળકોનું વિવિધ કેટેગરીમાં રજિસ્ટ્રેશન કરાવી શકાશે

કેવી રીતે કરશો રજિસ્ટ્રેશન?

GUJARAT KE GENIUS

પર આપના બાળકનું નામ આપનો સંપર્ક નંબર અને બાળકની વિશેષ કળા-આવડતની માહિતી જણાવતું ભરો ફૉર્મ અને ગુજરાત ફર્સ્ટ અને OTT ઈન્ડિયાની ટીમ આપના ઘરે અથવા  આપની સ્કૂલમાં આપે જે સમયે આપ્યો હોય તે સમયે પહોંચશે

આપના સંતાનની કળાને ટીવી અને ડિજિટલ નેટવર્ક પર કરીશું પ્રસારિત
હવે દુનિયા ઓળખશે ગુજરાતના જીનિયસને

અહેવાલ – ગૌતમ ભેડા, રાજકોટ 

Whatsapp share
facebook twitter