+

શહેરના રખીયાલ વિસ્તારમાં 24 કલાક બાદ ગુમ થયેલા 3 બાળકોની ભાળ મળી

અમદાવાદના રખિયાલ વિસ્તારમાં સોમવારે સાંજે એક સોસાયટીના મેદાનમાં રમી રહેલા ત્રણ સગીર બાળકો એકાએક ગુમ થતા દોડધામ મચી ગઈ હતી… બાળકોના પરિવારજનોએ પોલીસ ફરિયાદ લખાવી હતી.રખિયાલમાં સંત વિનોબાભાવે નગરમાં રહેતા…
અમદાવાદના રખિયાલ વિસ્તારમાં સોમવારે સાંજે એક સોસાયટીના મેદાનમાં રમી રહેલા ત્રણ સગીર બાળકો એકાએક ગુમ થતા દોડધામ મચી ગઈ હતી… બાળકોના પરિવારજનોએ પોલીસ ફરિયાદ લખાવી હતી.રખિયાલમાં સંત વિનોબાભાવે નગરમાં રહેતા અને મજૂરીકામ કરતા શ્રમિકનો 15 વર્ષનો પુત્ર સોમવારે સાંજે તેના મિત્રો સાથે સોસાયટીમાં રમતો હતો. સાંજ સુધી તે ઘરે ન આવતા તેને શોધવા માટે સોસાયટીના લોકો સાથે મળી ને નજીકના સ્થળોએ લોકોને પૂછપરછ કરી હતી.
સોસાયટીના મેદાનમાં ફરી રહેલા છોકરાઓને પૂછ્યું તો જાણવા મળ્યું હતુ કે આ શ્રમિકનો પુત્ર તથા તેના બીજા બે મિત્રો મેટ્રો ટ્રેન જોવાની વાત કરતા હતા. ત્યારબાદ આ ત્રણેય સગીરના માતાપિતા ભેગા થઈને પોતાના સગા સંબંધીઓને ત્યાં પોતાના બાળકોની શોધખોળ હાથ ધરી હતી પરંતુ કમ નસીબે તેઓને કોઈ ભાળ મળી ન હતી. અને રખીયાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી
રખીયાલ પોલીસ મથકે ફરિયાદ દાખલ થતાની સાથેે પોલીસ એક્શન મોડમાં આવીને તમામ વિસ્તાર અને શહેરના પોલીસ સ્ટેશનમાં જાણ કરવામા આવી હતી.. ત્યાર બાદ  ગત મોડી રાત્રે શહેરના કાલુપુર રેલ્વે સ્ટેશન ખાતે CRPF જવાન દ્વારા 3 બળકોની ઓળખ કરવામાં આવી અને રખીયાલ પોલીસને જાણ કરવામા આવી હતી.
મોડી રાત્રે રખીયાલ પોલીસે કાલુપુર રેલ્વે સ્ટેશન જઇને બળકોનો કબજો મેળવ્યો હતો અને સવારે પરિવાર ને સોપાવમ આવ્યા હતાં. પોલીસે તેમની પૂછપરછ પણ કરી હતી કે તેમને ત્યાં કોઈ લઈને ગયુ હતુ કે તેઓ જાતે ત્યાં ગયા હતા.
અહેવાલ -પ્રદિપ કચીયા,અમદાવાદ
Whatsapp share
facebook twitter