+

Rajkot TRP Game Zone : અત્યાર સુધી શું થયું તે જાણો એક ક્લિક પર…!

Rajkot TRP Game Zone : રાજકોટ TRP ગેમઝોન ( Rajkot TRP Game Zone) અગ્નિકાંડને 38 કલાક થયા છે. કેટલાક પરિવાર હજું પણ તેમના ગુમ સગાને શોધી રહ્યા છે તો ચારે…

Rajkot TRP Game Zone : રાજકોટ TRP ગેમઝોન ( Rajkot TRP Game Zone) અગ્નિકાંડને 38 કલાક થયા છે. કેટલાક પરિવાર હજું પણ તેમના ગુમ સગાને શોધી રહ્યા છે તો ચારે બાજુ શોક અને ગમગીમીનીનું વાતાવરણ છે. એક તરફ તપાસનું નાટક તો ચાલું જ છે અને ફરાર આરોપીઓની શોધખોળ ચાલી રહી છે.

આજે સોમવારે સવારે 9 વાગ્યે અરજન્ટ સુનાવણી

ઉપરાંત સમગ્ર દેશને હચમચાવી દે તેવા આ હત્યાકાંડ બાદ ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો અરજી દાખલ કરી છે. ગુજરાત હાઈકોર્ટે ગેમઝોન દુર્ઘટનાનાં કેસને સ્પેશ્યલ ગણીને આજે સોમવારે સવારે 9 વાગ્યે અરજન્ટ સુનાવણી રાખી છે. જેમાં ગુજરાત સરકાર અને અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ મહાનગરપાલિકા ગેમઝોન અંગે જરૂરી ખુલાસા કરશે. હવે આજે સરકાર શું ખુલાસા કરે છે અને હાઇકોર્ટ સરકારના જવાબનું શું અવલોકન કરે છે તેના પર સૌની નજર રહેશે.

બિયરના ટીન મુ્દે પોલીસે ફરિયાદ નોંધી

બીજી તરફ ગુજરાત ફર્સ્ટે ગઇ કાલે ગેમઝોનના સંચાલકની ઓફિસમાં બિયરના ટીન હોવાનો પર્દાફાશ કર્યો હતોઅને ત્યારબાદ સફાળી જાગેલી પોલીસ સ્થળ પર પહોંચી હતી અને બિયરના ટીન જપ્ત કરી પોલીસ ફરિયાદ પણ દાખલ કરી દીધી છે.

વધુ 3 મૃતકની ઓળખ

દરમિયાન આજે વધુ 3 મૃતકની ઓળખ થઇ છે અને તેના સ્વજનો હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે. ત્રણ મૃતક પૈકીના એક જીગ્નેશભાઇ ગઢવી ગેમઝોનમાં નોકરી કરતાં હોવાનું બહાર આવ્યું છે . તેઓ 22 દિવસથી અહીં નોકરી પર લાગ્યા હતા. તેમના પુત્ર સાથે ડીએનએ મેચ થયા હોવાથી તેમની ઓળખ શક્ય બની હોવાનું જાણવા મળે છે.

ડીએનએ ટેસ્ટના રિપોર્ટ આજે આવી શકે

ઉપરાંત અન્ય મૃતકોની ઓળખ કરવા માટે કરાયેલા ડીએનએ ટેસ્ટના રિપોર્ટ આજે આવી શકે છે જેથી આ કોના મૃતક છે તેની વધુ માહિતી મળી શકે છે. અગ્નિકાંડમાં ભોગ બનેલા મૃતકોની લાશ ઓળખવી મુશ્કેલ બની હતી જેથી ડીએનઓ ટેસ્ટનો સહારો લેવાયો હતો અને તેના રિપોર્ટ ધીમે ધીમે બહાર આવી રહ્યા છે.

આરોપીઓ સામે લૂક આઉટ નોટિસ પણ જાહેર

બીજી તરફ તાલુકા પોલીસે ગેમઝોનના સંચાલકો સહિત 6 સામે ગુનો નોંધ્યો છે અને તે પૈકી 2 આરોપીની ધરપકડ કરી છે જ્યારે ફરાર આરોપીઓ વિદેશ ભાગી ના જાય તે માટે લૂક આઉટ નોટિસ પણ જાહેર કરી છે.

આ પણ વાંચો— TRP GameZone : ગૃહવિભાગ એક્શન મોડમાં, CM ના આદેશ બાદ અમદાવાદમાં પણ તપાસનો ઘમઘમાટ

Whatsapp share
facebook twitter