+

સુરતમાં નીમ કોટેડ યુરીયાની 250 ગુણો ઝડપાઇ

સુરત (Surat)ની મહુવા પોલીસે ટેમ્પોમાંથી સબસીડી યુક્ત નીમ કોટેડ યુરીયા ખાતરની 250 ગુણો ઝડપી પાડી ડ્રાઈવર ક્લીનીરની ધરપકડ કરી હતી.  સપ્લાયર વોન્ટેડ જાહેર મહુવા પોલીસે આઈસર ટેમ્પામાંથી સબસીડી યુક્ત નીમ કોટેડ યુરીયા ખાતરની 250 ગુણો ઝડપી પાડી છે. પોલીસે ડ્રાઈવર અને ક્લીનીરની ધરપકડ કરી છે જયારે સપ્લાયરને વોન્ટેડ જાહેર કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે  રસાયણિક ખાતરનો જથ્થો ભરેલ
સુરત (Surat)ની મહુવા પોલીસે ટેમ્પોમાંથી સબસીડી યુક્ત નીમ કોટેડ યુરીયા ખાતરની 250 ગુણો ઝડપી પાડી ડ્રાઈવર ક્લીનીરની ધરપકડ કરી હતી.  
 
સપ્લાયર વોન્ટેડ જાહેર 
મહુવા પોલીસે આઈસર ટેમ્પામાંથી સબસીડી યુક્ત નીમ કોટેડ યુરીયા ખાતરની 250 ગુણો ઝડપી પાડી છે. પોલીસે ડ્રાઈવર અને ક્લીનીરની ધરપકડ કરી છે જયારે સપ્લાયરને વોન્ટેડ જાહેર કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે 
 
 રસાયણિક ખાતરનો જથ્થો ભરેલો મળ્યો
સુરત જિલ્લાનો મહુવા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન અનાવલથી ચીખલી તરફ જતા રોડ પર એક આઈસર ટેમ્પો શંકાસ્પદ જણાતા ટેમ્પો રોકી તેમાં તાડપત્રી ઉચી કરીને તપાસ કરતા તેમાં રસાયણિક ખાતરનો જથ્થો ભરેલો મળી આવ્યો હતો. જેથી પોલીસે રસાયણિક ખાતર બાબતે આધાર પુરાવો માંગતા કોઈ આધાર પુરાવો નહી મળતા પોલીસે ટેમ્પો મહુવા પોલીસ મથકે લઇ આવી આ અંગે નાયબ ખેતી નિયામકને જાણ કરી હતી.
 
નીમ કોટેડ યુરીયા ખાતર હોવાનું બહાર આવ્યું
નાયબ ખેતી નિયામકે મહુવા પોલીસ મથકે આવી તપાસ કરતા રાસાયણિક ખેતરનો જથ્થો સરકાર દ્વારા ખેતીના ઉપયોગ માટે સબસીડીમાં આપવામાં આવતું નીમ કોટેડ યુરીયા ખાતર હોવાનું બહાર આવ્યું હતું તેમજ ખેતીના ઉપયોગની જગ્યાએ અન્ય ઉપયોગ કે ઓદ્યોગિક વપરાશ માટે હેરફેર કરવામાં આવતું હોવાનું જણાઈ આવતા આ અંગે મહુવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
 
પોલીસે ડ્રાઇવર ક્લીનરની અટકાયત કરી
આ ઘટનામાં પોલીસે આઈસર ટેમ્પોના ચાલક વિજયભાઈ ભગવાનભાઈ બાગુલ તથા ટેમ્પા ક્લીનર કિરણભાઈ સંતોષભાઈ પાટીલની ધરપકડ કરી છે તેમજ સપ્લાયર યોગેશભાઈ ભગવાનભાઈ બાગુલને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે 
 
વધુમાં પોલીસે ૬૬,૬૨૫નો સબસીડી યુક્ત નિમકોટેડ યુરીયા ખાતરની ૨૫૦ ગુણો, બે મોબાઈલ, આઈસર ટેમ્પો મળી કુલ ૮.૭૨ લાખનો મુદામાલ કબજે કર્યો હતો.
 
 
 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Whatsapp share
facebook twitter