Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

રાજ્યમાં કોરોનાના નવા 240 કેસ નોંધાયા, અમદાવાદમાં 60 કેસ, બે દર્દીઓના મોત

11:04 PM Apr 14, 2023 | Vipul Pandya

કોરોનાના(Corona) કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં 03 સપ્ટેમ્બરના રોજ કોરોનાના નવા 240 કેસ નોંધાયા છે અને બે વ્યક્તિના મૃત્યુ થયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1410  થવા પામી છે. જ્યારે કોરોનાનો રિકવરી રેટ 99.02 ટકા થયો છે. તેમજ કોરોનાથી આજે 298  દર્દીઓ સાજા થયા છે.
ગુજરાતના નવા નોંધાયેલા કોરોનાના કેસ જોઇએ તો અમદાવાદમાં 60, (Ahmedabad)વડોદરામાં37, સુરતમાં 30 મહેસાણામાં 06,ગાંધીનગરમાં 03,આણંદમાં 03, બનાસકાંઠામાં 02,ગાંધીનગર જિલ્લામાં 02 ,ગીર સોમનાથમાં 01  કચ્છમાં 04,રાજકોટ જિલ્લામાં 03,વડોદરામાં 06,ભાવનગરમાં 01,નર્મદામાં 01,નવસારીમાં 02,રાજકોટમાં 10,તાપીમાં 01,વલસાડમાં 12,ડાંગમાં 07,જામનગરમાં 02, ભરૂચ 07,પાટણમાં 07 અને પંચમહાલમાં 04 કેસ નોંધાયો છે. જ્યારે અમદાવાદ  અને આણંદમાં એક એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.
રાજ્યમાં (Gujarat) હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 1,410  એક્ટિવ કેસ છે. જેમાંથી 08  દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 1,402  દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,58,453  દર્દીઓ સ્વસ્થ થઈ ચુક્યા છે. રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 11,016  લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.