+

15 વર્ષ જૂની ગાડી જમા નિયમ અનુસાર જમા કરાવી, પણ લગાવ એટલો કે ઘરનું નામ બદલીને ગાડીના નંબર પર રાખી દીધું

સતત વધતા પ્રદૂષણને કારણે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે 15 વર્ષથી વધુ જૂના વાહનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપેલો છે. ભારતમાં નિયમો અનુસાર આવા જૂના વાહનોનો કોઈપણ રીતે ઉપયોગ કરી શકાતો નથી. જેથી સરકારે પણ 15 વર્ષ જુના વાહનો આરટીઓમાં જમા કરાવવા કહ્યું છે.ત્યારે રાજકોટમાં રહેતા રાજેશભાઈએ તેની 35 વર્ષ જુની ગાડીને જમા કરાવી છે અને લોકોને પણ આમ કરવા અપીલ કરી છે.રાજેશભાઈ ગોવિંદભાઈ મૈયડ à
સતત વધતા પ્રદૂષણને કારણે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે 15 વર્ષથી વધુ જૂના વાહનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપેલો છે. ભારતમાં નિયમો અનુસાર આવા જૂના વાહનોનો કોઈપણ રીતે ઉપયોગ કરી શકાતો નથી. જેથી સરકારે પણ 15 વર્ષ જુના વાહનો આરટીઓમાં જમા કરાવવા કહ્યું છે.ત્યારે રાજકોટમાં રહેતા રાજેશભાઈએ તેની 35 વર્ષ જુની ગાડીને જમા કરાવી છે અને લોકોને પણ આમ કરવા અપીલ કરી છે.
રાજેશભાઈ ગોવિંદભાઈ મૈયડ જણાવ્યું હતું કે મારી પાસે 1988નું મોડલ હતું.આ ગાડી 35 વર્ષ જુની થઈ ગઈ હતી. એટલે મે વિચાર્યુ કે સરકાર નિયમ પ્રમાણે ગાડી જમા કરાવી દેવી જેથી ટ્રાફિકમાં અડચણરૂપ થાય અને સાથે જ જુની ગાડી પ્રદુષણ વધારે કરે છે તેવું પણ તેમણે કહ્યું.. તેમણે કહ્યું કે આના કારણે કોને શ્વાસમાં પણ તકલીફ પડે.એટલે મે સમજી વિચારીને આરટીઓની અંદર આ ગાડી જમા કરાવી દીધી.. પણ હવે આ સરકારને મારી નમ્ર વિનંતી છે કે 15 વર્ષ પછીની જુની ગાડી  કોઇ જમા કરાવે અને તેમાંથી તેને જે અઢી લાખ રૂપિયા મળે તે આપે કે જે જીએસટી બાદ મળે તે આપે.જેથી દરેક જણ આ રીતે તેમની પાસે જુની ગાડી હોય તે સરકારમાં જમા કરાવી દેવા માટે પ્રેરાય 
તેમણે કહ્યું કે તેમના ઘરનું નામ વૃંદાવન હતું. પણ હવે તેમના ઘરનું નામ GQY 4618 રાખી દીધું છે.. કારણ કે ઘણા ભગવાનના નામ રાખે ઘણા છોકરાવના નામ રાખે પણ મે મકાનની ઉપર GQY 4618 છે. જેનો મને વિચાર આવ્યો હતો.
કારણ કે 15  વર્ષ જુની ગાડી બીજા લોકોને નુકસાન કરે.જેથી લોકોને નુકસાન ન પહોંચે તે માટે મે આરટીઓમાં ગાડી જમા કરાવી છે. મે આ ગાડી થકી 35 વર્ષ ધંધો કર્યો છે. જેનાથી મે ઘણી પ્રગતિ પણ કરી છે. આ ગાડીએ ક્યારેય અમને હેરાન કર્યા નથી.ગાડી નથી રહી અમારી પાસે એટલે અમને દુખ જેવુ છે પણ અમે સરકારના નિયમને ફોલો કરીને આ બધુ કર્યું છે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter