+

હિંમતનગર પાલિકાનું રૂ.૧૦૮.૫૦ કરોડના આવક ખર્ચના બજેટ સર્વાનુંમતે મંજુર

હિંમતનગર નગરપાલિકાનું વર્ષ ર૦ર૪-રપ નું અંદાજપત્ર રજુ કરવા માટે બુધવારે ટાઉન હોલમાં યોજાયેલી સામાન્ય સભામાં પ્રમુખ, ચીફ ઓફીસર અને પાલિકાના સત્તાધારી તથા વિપક્ષના સભ્યોની ઉપસ્થિતીમાં કારોબારી સમિતિના અધ્યક્ષે અંદાજ પત્ર…

હિંમતનગર નગરપાલિકાનું વર્ષ ર૦ર૪-રપ નું અંદાજપત્ર રજુ કરવા માટે બુધવારે ટાઉન હોલમાં યોજાયેલી સામાન્ય સભામાં પ્રમુખ, ચીફ ઓફીસર અને પાલિકાના સત્તાધારી તથા વિપક્ષના સભ્યોની ઉપસ્થિતીમાં કારોબારી સમિતિના અધ્યક્ષે અંદાજ પત્ર રજુ કર્યુ હતુ. જેમાં અંદાજે રૂ.૧૦૮.પ૦ કરોડનો ખર્ચ અને આવક દર્શાવાઈ છે. જયારે ઉઘડતી સિલક રૂ.૪૧,પ૪,૩૦ કરોડ અંદાજવામાં આવી છે. જેને ચર્ચાને અંતે સર્વાનુંમતે પસાર કરી દેવામાં આવ્યુ હતુ. બજેટ બેઠકમાં ચર્ચા દરમ્યાન વિપક્ષના નેતાએ હિંમતનગર વાસીઓ માટે આ બજેટને નિરાશાઓનું કોકટેલ હોવાનો દાવો કર્યો છે.

નગરપાલિકાની સામાન્ય સભામાં અગાઉ થયેલા કાર્યોની નોંધ વંચાણે લેવાઈ હતી

ટાઉન હોલ ખાતે બુધવારે ૧૧ વાગે મળેલી નગરપાલિકાની સામાન્ય સભામાં અગાઉ થયેલા કાર્યોની નોંધ વંચાણે લેવાઈ હતી ત્યારબાદ એજન્ડામાં જણાવાયા મુજબ પાલિકા પ્રમુખ વિમલ ઉપાધ્યાય, અમૃતભાઈ પુરોહિત, ચીફ ઓફીસર ઉપેન્દ્રભાઈ ગઢવીની ઉપસ્થિતિમાં કારોબારી અધ્યક્ષ જીનલબેન પટેલે વર્ષ ર૦ર૪-રપનું અંદાજ પત્ર રજુ કર્યુ હતુ. જેમાં ઉઘડતી સિલક રૂ.૪૧,પ૪,૩૦ કરોડ અંદાજવામાં આવી છે. જયારે ર૦રપના વર્ષમાં બંધ સિલક અંદાજે રૂ.૧૭,ર૮,૬૦ કરોડની રહેશે. આવકની વાત કરીએ તો હિંમતનગર નગરપાલિકાને વર્ષ ર૦ર૪-રપમાં ઉઘડતી સિલક રૂ.૪૧,પ૪ કરોડથી વધુની રહેવાનો અંદાજ છે.

નગરપાલિકાને વિવિધ ગ્રાન્ટોમાંથી અંદાજે રૂ.૬૬.૯પ કરોડ આવક થશે

નગરપાલિકાની આવકની વાત કરીએ તો કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા વિકાસકામો માટે મળનારી વિવિધ ગ્રાન્ટોમાંથી અંદાજે રૂ.૬૬.૯પ કરોડ આવક થશે. જેના થકી નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં થનારા વિકાસકામો માટે આવકમાંથી ખર્ચ કરી શકાશે. સામાન્ય સભામાં બજેટ રજુ થયા બાદ ચર્ચા દરમ્યાન વિપક્ષના નેતા ઈમરાન બાદશાહે આ બજેટને આંકડાની માયાજાળવાળુ તથા કોકટેલ સમાન હોવાનો આક્ષેપ કર્યો છે. સાથો સાથ તેમણે આ બજેટમાં ગરીબોની સુખાકારી માટે યોગ્ય નાણાંકીય ફાળવણી ન કરી હોવાનું જણાવ્યુ હતુ.

તેમના જણાવાયા મુજબ નગરપાલિકા દ્વારા શહેરના સમાંતર સર્વાંગી વિકાસ માટે ટ્રાફીક સમસ્યા, સ્ટ્રીટ વેન્ડર એકટનો અમલ કરીને સરકારની ગ્રાન્ટમાં નગરપાલિકાની વિવિધ જગ્યાઓનો સમાવેશ કરી વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ. ડામર રોડ અને સીસી રોડ માટે રિસફેસ પોલીસી બનાવવામાં આવે તે ખુબ જરૂરી છે તથા ચોમાસામાં જયાં વરસાદી પાણીના નિકાલની સમસ્યા છે ત્યાં લેવલીંગ કરીને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ.

નગરપાલિકાના આવક અને ખર્ચની તારીજ
આવક (કરોડમાં)

નગરપાલિકાના કરવેરા રૂ.૧૦૦૧૦૦૦૦૦.૦૦
કરવેરા સિવાયની આવક રૂ.૭૯૫૦૦૦૦.૦૦
ફી રૂ.૧૯૩૯૦૦૦૦.૦૦
અન્ય આવક રૂ.૧૧૯૦૯૦૦૦૦.૦૦
અનુદાન રૂ.૩૮૫૨૮૦૦૦૦.૦૦
દેવા વિભાગ રૂ.૩૭૭૬૦૦૦૦.૦૦
કુલ રૂ.૬૬૯૫૭૦૦૦૦.૦૦

ખર્ચ (કરોડમાં)

કાયમી મહેકમ પગાર ખર્ચ રૂ.૬૧૦૫૦૦૦૦.૦૦
મિકેનીકલ વાહન વિભાગ રૂ.૧૯૫૦૦૦૦૦.૦૦
હંગામી મહેકમ પગાર ખર્ચ રૂ.૪૧૧૫૦૦૦૦.૦૦
સામાન્ય વહીવટ અન્ય રૂ.૨૫૪૮૦૦૦૦.૦૦
પરચુરણ ખર્ચ રૂ.૧૭૮૫૦૦૦૦.૦૦
દિવાબત્તી વિભાગ રૂ.૧૫૭૦૦૦૦૦.૦૦
બગીચા વિભાગ રૂ.૨૩૫૦૦૦૦.૦૦
પાણી પુરવઠા રૂ.૬૯૧૦૦૦૦૦.૦૦
આરોગ્ય રૂ.૨૦૯૫૦૦૦૦.૦૦
શિક્ષણ રૂ.૬૦૦૦૦.૦૦
લાયબ્રેરી રૂ.૩૫૦૦૦.૦૦
સીટીબસ રૂ.૨૫૧૫૦૦૦.૦૦
ફાયરબ્રીગ્રેડ રૂ.૩૩૦૦૦૦૦.૦૦
ટાઉન હોલ રૂ.૧૦૨૦૦૦૦.૦૦
ગટર યોજના રૂ.૩૮૨૯૦૦૦૦.૦૦
ટાઉન પ્લાનીંગ રૂ.૧૨૦૦૦૦૦૦.૦૦
બાંધકામ રૂ.૮૨૯૫૦૦૦૦.૦૦
અનુદાન રૂ.૪૩૭૦૩૦૦૦૦.૦૦
દેવા વિભાગ રૂ.૪૭૮૧૦૦૦૦.૦૦
ગ્રાન્ટ અને ફાળો રૂ.૧૦૦૦૦૦૦૦.૦૦
બંધ સિલક રૂ.૧૭૨,૮૬૦,૦૦૦.૦૦
કુલ રૂ.૧,૦૮૫,૦૦૦,૦૦૦.૦૦

અહેવાલ  – યશ ઉપાધ્યાય 

આ પણ વાંચો : વલસાડમાં જમીન દફ્તર અધિક્ષની કચેરીમાં વલસાડ ડાંગ ACB એ સપાટો બોલાવ્યો

Whatsapp share
facebook twitter