Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Zomato અને Blinkit એક થશે! જાણ થતા જ ઝોમેટોના શેરમાં 3 ટકા સુધીનો ઘટાડો

08:42 AM Apr 22, 2023 | Vipul Pandya

મંગળવારે શરૂઆતના વેપારમાં ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટોના શેરમાં 3 ટકા સુધીનો ઘટાડો થયો હતો. ઇન્ટ્રાડેમાં, કંપનીના શેર 5.36% ના ઘટાડા સાથે 66.15 પર ટ્રેડ થઈ રહ્યા છે. બ્લિંકિટના અધિગ્રહણના સમાચાર સામે આવ્યા બાદ કંપનીના શેરમાં આ ઘટાડો જોવા મળી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર Zomatoના બોર્ડની બેઠક 17 જૂને થવાની શક્યતા છે. ઝોમેટોની બોર્ડ મીટિંગ 17 જૂનના રોજ મળવાની છે. શક્ય છે કે આ દિવસે ક્વિક-કોમર્સ કંપની બ્લિંકિટના અધિગ્રહણ કરાર પર અંતિમ નિર્ણય લેવામાં આવે અને આ ડીલ પર હસ્તાક્ષર કરવામાં આવે. ડીલ હેઠળ, બ્લિંકિટનું મૂલ્ય $700 મિલિયન હોઈ શકે છે.
આ સોદો અમુક ચોક્કસ સંખ્યામાં ઝોમેટોના શેર સાથે જોડાયેલો છે જે બ્લિંકિટના રોકાણકારો પાસે શેર-સ્વેપ ડીલના ભાગ રૂપે હશે. આ ડીલ હેઠળ Zomatoને એક શેર માટે Blinkit ના 10 શેર મળશે. એક સૂત્રોએ જણાવ્યું હતું કે બ્લિંકિટ રોકાણકારો પણ છ મહિનાના લોક-ઇન સમયગાળાની અપેક્ષા રાખે છે. તમને જણાવી દઈએ કે ઝોમેટો પહેલાથી જ બ્લિંકિટમાં રોકાણ ધરાવે છે. ઝોમેટો લગભગ 10% બ્લિંકિટની માલિકી ધરાવે છે.