Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Yuvraj Singh ભાજપમાં જોડાશે? 2019 માં કહ્યું હતું કે, હું રાજકારણમાં…

08:17 PM Feb 10, 2024 | VIMAL PRAJAPATI

Yuvraj Singh: ભારતીય જનતા પાર્ટી અત્યારે ભારતની મજબૂત રાજકીય પાર્ટી તરીકે ઓળખાય છે. ભારતના પૂર્વ ખેલાડી યુવરાજ સિંહ આગામી લોકસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની તૈયારી કરી રહ્યા છે. અત્યારે સોશિયલ મીડિયામાં અફવા વાયરલ થઈ રહી છે કે, ભારતની દિગ્ગજ ખેલાડી યુવરાજ સિંહ પંજાબથી ચૂંટણી લડવાના છે. સોશિયલ મીડિયામાં અફવા વાયરલ થઈ રહી છે કે, યુવરાજ સિંહ પંજાબની ગુરદાસપુર લોકસભા સીટ પરથી ચૂંટણી લડવાના છે. આ એ જ લોકસભા સીટ છે જ્યાં ભાજપમાંથી બોલિવુડ અભિનેતા સની દેઓલ અત્યારે સાંસદ છે.

યુવરાજ સિંહ અને કેન્દ્રીય મંત્રીની તસવીર વાયરલ

ઉલ્લેખનીય છે કે, યુવરાજ સિંહ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની એક તસવીર વાયરલ થઈ રહી છે. જેને લઈને અફવા ફેલાઈ રહી છે કે, દિગ્ગજ ખેલાડી ભાજપમાં જોડાઈને પંજાબથી ચૂંટણી લડવાના છે. કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ શુક્રવારે 09 ફેબ્રુઆરીએ દિલ્હીમાં યુવરાજ સિંહ અને તેમની માતા શબનમ સિંહ સાથે મુલાકાત કરી હતી અને તેની એક વીડિયો શેર કર્યો હતો. 2019માં ODI વર્લ્ડ કપ પહેલા ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેનાર યુવરાજે ક્યારેય રાજકારણમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી નથી.

મીડિયા રિપોર્ટ પ્રમાણે જોવા જઈએ તો યુવરાજ સિંહ જો આગામી ચૂંટણી માટે ગુરદાસપુર લોકસભા સીટ પરથી ચૂંટણી લડવાના છે તો સની દેઓલ બાદ યુવરાજ સિંહ અહીંથી ભાજપનો ચહેરો બની શકે છે. ઉલ્લેખનીય છે કે, આ અફવા સાચી પડે છે તો યુવરાજ સિંહ ગૌતમ ગંભીર અને હરભજન સિંહ જેવા ભારતીય ખેલાડી એવા રાજનેતાઓની યાદીમાં સામેલ થઈ જશે.

આ ખેલાડીઓ પણ લડી ચૂક્યા છે ચૂંટણી

નોંધનીય છે કે, ગૌતમ ગંભીર તો પૂર્વ દિલ્હી મતવિસ્તારના ભાજપના સાંસદ છે. જ્યારે હરભજન સિંહ પંજાબમાં આમ આદમી પાર્ટીના સાંસદ છે. આ પહેલા પણ ઘણા ભારતીય ખેલાડીઓ ચૂંટણી લડી ચૂક્યા છે અન પોતાના સફળ રાજકીય વિતાવ્યો છે. જો કે યુવરાજની પાર્ટી તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર રાજકારણમાં પ્રવેશ કરશે કે કેમ તે જોવાનું બાકી છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે:

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

આ પણ વાંચો: પ્રધાનમંત્રીએ લાભાર્થીઓ સાથે કરી વાત, કહ્યું કે, મકાન કેવું મળ્યું છે?