Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

યુવરાજસિંહ જાડેજા થયા ભાવુક, કહ્યું- હવે હું કંટાળી ગયો છું

11:07 PM Apr 14, 2023 | Hardik Shah

ગુજરાતમાં વિદ્યાર્થીઓનો એક અવાજ તરીકે આજે જો કોઇનું નામ સામે આવતું હોય તો તે યુવરાજસિંહ જાડેજા છે. સૌરાષ્ટ્રના વતની યુવરાજસિંહ જાડેજા છેલ્લા ઘણા વર્ષોથી રાજ્યમાં સરકારી નોકરી માટે લેવામાં આવતી પરિક્ષામાં થઇ રહેલી ધાંધલીને ઉજાગર કરતા આવ્યા છે. પરંતુ હવે વિદ્યાર્થીઓનો એક પ્રબળ અવાજ બનેલા યુવરાજસિંહ કંટાળી ગયા હોવાનું કહી રહ્યા છે. તેમણે એક વીડિયો બહાર પાડ્યો છે જેમા તેમણે પોતાની મનની વાતને જનતા સમક્ષ રાખી હતી. આ દરમિયાન તેઓ ભાવુક થતા પણ જોવા મળ્યા હતા.

વિદ્યાર્થી આગેવાન થયા ભાવુક

યુવરાજ સિંહ જાડેજા આ નામથી આજે રાજ્યમાં સરકારી નોકરીની તૈયારી કરતા લગભગ તમામ વિદ્યાર્થીઓ પરિચિત છે. સરકારી નોકરીની પરિક્ષાનું પેપર કોણે ફોડ્યું, ક્યારે ફોંડ્યું સમગ્ર મામલે યુવરાજ સિંહ જાડેજા પુરાવાના આધારે મીડિયામાં રજૂઆત કરતા આવ્યા છે. પરંતુ હાલમાં તેમનો એક વીડિયો સામે આવ્યો છે જેમા તેઓ કહેતા જોવા મળી રહ્યા છે કે બસ બહુ થયું, ક્યા સુધી કાવતરા કરશો? હવે હું કંટાળી ગયો છું. વીડિયોમાં યુવરાજસિંહ કહે છે કે, છેલ્લા ઘણા સમયથી જે બાબતોનો હું સામનો કરી રહ્યો છું તેમા નીખાલસભાવે એના જે પડકારો હતા અને તે પડકારોનો સામનો કરી હું લડતો આવ્યો છું. તેમણે આગળ કહ્યું કે, લડુ છું, લડતો આવ્યો છું અને આગળ પણ લડીશ. પણ જો વાસ્તવિકતાની વાત કરું તો હું હવે કંટાળી ગયો છું. હું કંટાળી ગયો છું આ સિસ્ટમથી અને હવે થાકી ગયો છું. જે માહોલ હાલમાં બની રહ્યો છે, જે કાવાદાવાઓ ગડવામાં આવી રહ્યા છે તેનાથી કંટાળી ગયો છું. મને નથી ખબર કે મે અત્યાર સુધી શું કર્યું કે શું કરી રહ્યો છું. મે જાહેર જીવનમાં જે પણ ખોટું થતુ હતુ, તેને જાહેરહિતને ધ્યાનમાં રાખી તેને ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો છે. મને મારી પહેલી લડાઈ યાદ છે જે બિનસચિવાલયની પરિક્ષા પહેલા શરૂ થઇ હતી. જે પરિક્ષા પહેલા ધોરણ 12 પાસ પર લેવાની હતી તેને અચાનક ગ્રેજ્યુએટ કરી દેવામાં આવી. અચાનક આવેલા આ નિર્ણય બાદ ગાંધીનગરની સેક્ટર 17ની લાઇબ્રેરીમાં જે વિદ્યાર્થીઓ મહેનત કરવા માટે આવતા હતા તેઓ રડવા લાગ્યા હતા ત્યારે મે તેઓને કહ્યું હતું કે, યાર આમા રડવાનું શું હોય. ચલો આપણે આ અંગે રજૂઆત કરીએ. અમે જ્યારે આ અંગે રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે દરવાજાઓ બંધ કરી દેવામાં આવ્યા. જોકે, આ અંગે વિરોધ પ્રદર્શન બાદ અંતે અમારી માંગ પૂરી થઇ અને 12 પાસ વિદ્યાર્થીઓ પરિક્ષા આપી શકી તે પ્રમાણેનો નિર્ણય લેવામાં આવ્યો. પરિક્ષા લેવાઈ અને પેપર ફૂંટી ગયું એટલે અમે એકવાર ફરી લડ્યા, હું વિદ્યાર્થી જ છું મને વિદ્યાર્થી આગેવાન બનવા પર મજબૂર કરવામાં આવ્યો છે. જો કે એવું કહે કે આંદોલનકારી તો હું તેમને કહેવા માગું છુ કે હું કોઇ આંદોલનકારી નથી, હું પણ એક વિદ્યાર્થી જ છું. વિદ્યાર્થી આગેવાન બનાવવા પર મને મજબૂર કરવામા આવ્યો છે. હું કોઇ આંદોલનકારી જન્મ્યો નથી મને બનાવવામાં આવ્યો છે. ખોટી નીતિ અને ખોટા વિવાદો હતા એની સામે અમે લડ્યા હતા. આ સમગ્ર માહિતી આપતા યુવરાજસિંહ જાડેજા એક સમયે ભાવુક જોવા મળ્યો હતો.

કોણ છે યુવરાજસિંહ જાડેજા?
યુવરાજસિંહ જાડેજા સૌરાષ્ટ્રના વતની છે. થોડા વર્ષો પહેલા તેઓ ગાંધીનગર આવ્યા હતા અને સરકારી ભરતી પરીક્ષાના વિદ્યાર્થીઓને કોચિંગ આપવાનું શરૂ કર્યું હતું. આ દ્વારા જાડેજાએ સરકારી ભરતીની પરીક્ષાની તૈયારી કરતા યુવાનોમાં વિશેષ સ્થાન બનાવ્યું હતું. 2019 માં, ગુજરાતમાં બિન સચિવાલય ક્લાર્કની ભરતી પરીક્ષા યોજાઈ હતી. ભરતી પરીક્ષા માટે લાખો લોકોએ અરજી કરી હતી, પરંતુ પેપર લીક થયું હતું. યુવરાજસિંહ જાડેજા આ યુવાનો વતી લડત આપવા આગળ આવ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને ગાંધીનગરમાં ભેગા થવા અપીલ કરી હતી. તેમના એક અવાજ પર વિદ્યાર્થીઓએ ગાંધીનગર તરફ કૂચ કરી હતી. વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેમની માંગણી એવી હતી કે બિન સચિવાલય કલાર્કની ભરતી પરીક્ષા રદ કરવામાં આવે. પરંતુ ગુજરાતની ભાજપ સરકારે આ આંદોલનને એટલી ગંભીરતાથી લીધું ન હતું. પરંતુ થોડા દિવસો પછી આંદોલન વધુ મોટું થયું. આવી સ્થિતિમાં તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારને ઝુકવું પડ્યું હતું. ત્યારબાદ બિન સચિવાલય ક્લાર્કની ભરતી પરીક્ષા રદ કરવામાં આવી હતી. આંદોલનકારી યુવરાજ સિંહની આ પ્રથમ જીત હતી.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ