Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Yuvraj Singh : સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં ભરતી પ્રક્રિયામાં કૌભાંડ આચરાયું હોવાનો આરોપ

03:26 PM Jan 17, 2024 | Vipul Pandya

Yuvraj Singh : વધુ એક ભરતી પ્રક્રિયામાં કૌભાંડ આચરાયું હોવાનો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આરોપ લગાવતાં ખળભળાટ મચી ગયો છે. યુવરાજસિંહે (Yuvraj Singh Jadeja) આરોપ લગાવ્યો છે કે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી (Somnath Sanskrit University) માં રિસર્ચ આસિસ્ટન્ટ યોગામાં મદદનીશ તરીકે ભરતી પહેલાં જ ઉમેદવારની પસંદગી થઇ ગઇ હતી.

સોમનાથ સંસ્કૃત યુનિવર્સીટીમા રિસર્ચ આસિસ્ટન્ટ યોગાની જગ્યા માટે કૌભાંડ

યુવરાજસિંહે આરોપ લગાવ્યો કે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમા રિસર્ચ આસિસ્ટન્ટ યોગાની જગ્યા માટે કૌભાંડ થયું છે. તેમણે કહ્યું કે ભરતી પહેલા જ ઉમેદવારની પસંદગી નક્કી થઈ ગઈ હતી. તેમણે આરોપ લગાવ્યો કે આ પોસ્ટ માટે ભરતી પહેલા જ એવી ચર્ચા હતી કે તે પોસ્ટ પર વાઘ વૈશાલીબેન કેસુરભાઈ સીટ નંબર RAY10 ઉમેદવારની પસંદગી થશે. આજે આવેલ રિઝલ્ટમાં વાઘ વૈશાલીબેન કેસુરભાઈ સીટ નંબર RAY10 ઉમેદવારની જ પસંદગી થઈ છે.

ગેરરીતિ કરીને આ પોસ્ટ ઉપર પસંદગી કરાઇ

તેમણે વધુ આરોપ લગાવતાં કહ્યું કે ગેરરીતિ કરીને આ પોસ્ટ ઉપર પસંદગી કરાઇ છે અને લાગવગશાહી ચલાવાઇ છે. ગત 8 જાન્યુઆરીએ રાતે 2 વાગે મેઈલ કરી સત્તાધીશોને અગાઉ થી જાણ કરેલી હતી અને રીઝલ્ટ આજે જાહેર થયું છે. યુવરાજસિંહે આ ભરતી રદ કરાય અને તટસ્થ તપાસ કરાય તેવી માગ કરી હતી.

યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ યોજી

સોમનાથ યુનિવર્સિટીના ભરતી કૌભાંડ સંદર્ભે યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ યોજી યોગના સંશોધન મદદનીશ તરીકે વાઘ વૈશાલીની ભરતીને સામે સવાલ ઉભા કર્યા હતા. તેમણે કહ્યું કે ૫-૧૨-૨૦૨૩ના રોજ ભરતી પરીક્ષા યોજાઇ હતી. જો કે યુવરાજસિંહ જાડેજાએ દાવો કર્યો કે આ વાઘ વૈશાલીની પરીક્ષા પહેલા તેની નિમણૂક થશે તેની તેમને ખબર પડી હતી કે તેની ભરતી થશે જ અને પરીક્ષા પહેલા જ રાજ્યના ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ,યુજીસી સહિતને ગેરકાયદેસર ભરતી અંગેની જાણ કરી હતી.

આ વ્યક્તિનું નામ ગૃપોમાં ફાયનલ મનાતું હતું

સોમનાથ સંસ્કૃત યુનિ. દ્વારા વિવિધ સંવર્ગની વહીવટી જગ્યાઓ બહાર પાડવામાં આવી હતી યુવરાજસિંહે કહ્યું કે ગેરરીતિ(સેટિંગ) કરીને આ પોસ્ટ ઉપર પસંદગી પામનાર છે. લાગવગશાહી ચાલી રહી હોઈ તેવું બધાંનું માનવું છે. દ્વિસ્તરિય પરીક્ષા પદ્ધતિમાં જ્યારે પહેલી પરીક્ષા પણ લેવાઇ ન હતી ત્યારથી આ વ્યક્તિનું નામ ગૃપોમાં ફાયનલ મનાતું હતું. તેમણે આરોપ લગાવ્યો કે મળતી માહિતી પ્રમાણે યુનિ. ના સત્તાધીશો દ્વારા કૌભાંડ આચરવામાં આવેલું હોઈ શકે છે. પૈસા આપીને આ પોસ્ટ ઉપર પસંદગી પ્રક્રિયા કરવામાં આવી રહી છે તેવો વિદ્યાર્થીઓ નો આક્ષેપ છે. આ ઉમેદવારો ગેરરીતિ કરી સિસ્ટમમાં આવવાના છે તેવો સૂત્રોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અન્ય પણ બીજા 6 લોકો છે તેમાં પણ શંકા છે કે તે કોઈને કોઈ રીતે લાગવગશાહી થી જ નોકરી મેળવવાના છે.

આ પણ વાંચો—નડિયાદમાં આવેલ એશિયન ફૂડ ઇન્ડસ્ટ્રીઝના માલિકને ત્યાં ઈન્ક્મટેક્સ વિભાગના દરોડા

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ