+

Yuvraj Singh Blessed With Baby Girl: પૂર્વ ક્રિકેટર યુવરાજ બીજીવાર બન્યો પિતા, હેઝલ કીચે દીકરીને જન્મ આપ્યો

પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર ખેલાડી યુવરાજ સિંહની (Yuvraj Singh) પત્ની હેઝલ કીઝે પુત્રીને જન્મ આપ્યો છે. યુવરાજ અને હેઝલ બીજી વખત પેરેન્ટ્સ બન્યા છે. યુવીએ પોતે સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા ફેન્સ…

પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર ખેલાડી યુવરાજ સિંહની (Yuvraj Singh) પત્ની હેઝલ કીઝે પુત્રીને જન્મ આપ્યો છે. યુવરાજ અને હેઝલ બીજી વખત પેરેન્ટ્સ બન્યા છે. યુવીએ પોતે સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા ફેન્સ સાથે આ સમાચાર શેયર કરતી ફેમિલી ફોટો પોસ્ટ કરી છે. તેણે કેપ્શનમાં તેની પુત્રીનું નામ પણ આપ્યું છે, જે ખરેખર તદ્દન અલગ છે.

 

આ પોસ્ટ સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ ગઈ છે અને ચાહકો યુવરાજ અને હેઝલને અભિનંદન આપતા જોવા મળી રહ્યા છે.યુવરાજ સિંહ અને તેની પત્ની હેઝલ કીચના ઘરે એક નાનકડી દીકરીનો જન્મ થયો છે. 25 ઓગસ્ટ 2023ના રોજ તેમની પુત્રીના જન્મથી યુવી અને હેઝલનો પરિવાર પૂર્ણ થઈ ગયો છે.

 

 

View this post on Instagram

 

A post shared by Yuvraj Singh (@yuvisofficial)

આ પોસ્ટના કેપ્શનમાં યુવરાજે લખ્યું- નિંદ્રા વિનાની રાતો વધુ આનંદપ્રદ બની ગઈ છે, કારણ કે અમે અમારી નાની રાજકુમારી ‘ઓરા’નું સ્વાગત કર્યું છે અને અમારો પરિવાર પૂર્ણ થઈ ગયો છે. ફોટો જોશો તો બંને બાળકો કેમેરા તરફ જોઈ રહ્યા છે અને ચાહકો આ ફોટોને ખૂબ પસંદ કરી રહ્યા છે. ફેન્સ હેઝલ અને યુવરાજને અભિનંદન આપતા જોવા મળી રહ્યા છે.

2016માં યુવરાજ-હેઝલે કર્યા હતા લગ્ન

યુવરાજ સિંહ અને હેઝલ કીચના લગ્ન 30 સપ્ટેમ્બર 2016ના રોજ થયા હતા. લગ્નના લગભગ 5 વર્ષ પછી, યુવી-હિજલના ઘરે 25 જાન્યુઆરી 2022 ના રોજ એક પુત્રને જન્મ આપ્યો, જેનું નામ તેઓએ ઓરિઅન કીચ સિંહ રાખ્યું. આ દંપતીએ પુત્રનો પ્રથમ જન્મદિવસ ખૂબ જ યાદગાર રીતે ઉજવ્યો હતો.

 

2019માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો

યુવરાજ સિંહે 10 જૂન, 2019નાં રોજ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધું. યુવરાજ સિંહ ભારતની બે વર્લ્ડ ચેમ્પિયન ટીમમાં સામેલ હતો (2007 વર્લ્ડ ટી-20 અને 2011માં વર્લ્ડ કપ). આ બંને ટૂર્નામેન્ટમાં યુવરાજ સિંહે પોતાના પ્રદર્શનથી ખાસ છાપ છોડી હતી. યુવરાજે પોતાના ઈન્ટરનેશનલ કરિયારમાં 40 ટેસ્ટ, 304 વનડે અને 58 ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. 40 ટેસ્ટની 62 ઈનિંગમાં યુવીના નામે કુલ 1900 રન છે. વનડે કરિયરની વાત કરીએ તો યુવરાજે 278 ઈનિંગમાં 8,701 રન કર્યા હતા. તો 58 ટી-20 ઈન્ટરનેશનલમાં તેના નામે 1,177 રન છે. તેણે ટેસ્ટમાં કુલ 9, વનડેમાં 111 અને ટી 20Iમાં 28 વિકેટ લીધી હતી.

આ પણ  વાંચોએશિયા કપ 2023 પર કોરોનાનું સંકટ, આ 2 ખેલાડીયો થયા કોરોના પોઝિટિવ

 

Whatsapp share
facebook twitter