+

Rajkot : 3 હજાર રુપિયામાં બાઇકની રેસ લગાવતા યુવકો ઝડપાયા

રાજકોટ (Rajkot)માં માત્ર 3 હજાર રુપિયા માટે જીવ સટોસટની રેસ લગાવતા યુવકોને પોલીસે ઝડપી પાડ્યા છે. રાજકોટ (Rajkot)-પડધરી રોડ પર રિક્ષા અને બાઇકની રેસ લગાવી આ શખ્સો જુગાર રમી રહ્યા…

રાજકોટ (Rajkot)માં માત્ર 3 હજાર રુપિયા માટે જીવ સટોસટની રેસ લગાવતા યુવકોને પોલીસે ઝડપી પાડ્યા છે. રાજકોટ (Rajkot)-પડધરી રોડ પર રિક્ષા અને બાઇકની રેસ લગાવી આ શખ્સો જુગાર રમી રહ્યા હતા. પોલીસે મોત સે દોસ્તી નામના ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટના 14 શખ્સને ઝડપી લીધા છે.

વાહનોની રેસ લગાવી જુગાર રમાતો હોવાનો ચોંકાવનારો બનાવ

રાજકોટ (Rajkot)માં જામનગર હાઇવે પર વાહનોની રેસ લગાવી જુગાર રમાતો હોવાનો ચોંકાવનારો બનાવ બહાર આવ્યો છ. માત્ર 3 હજાર માટે યુવકો જીવ સટોસટની રેસ લગાવતા હતા અને તેનો વિડીયો મોતને દોસ્તી નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં અપલોડ પણ કરાતો હતો. રેસ લગાવી પોતાની જીંદગી પર દાવ લગાડનારા આ યુવકો સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે.

પૈસા લગાડી જુગાર રમી રહેલા 14 યુવકોને ઝડપી લીધા

પડધરી પોલીસને પેટ્રોલિંગ દરમિયાન આ યુવકો વિશે જાણ થઇ હતી જેથી પોલીસે વોચ ગોઠવીને વાહનોની રેસ પર પૈસા લગાડી જુગાર રમી રહેલા 14 યુવકોને ઝડપી લીધા હતા અને 6.42 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

રાજકોટ નજીક રેસના નામે જનતાની રંજાડ!
માત્ર 3 હજાર રૂપિયા માટે જીવ સટોસટની રેસ
3 હજાર રૂપિયા માટે જાહેર રોડ પર લગાવાતી રેસ
રાજકોટ-જામનગર હાઈવે પર લગાવતા હતાં રેસ
રેસ લગાવી પોતાની સાથે લોકોની જિંદગી પણ લગાવતા દાવ પર
પડધરી પોલીસે 14 આરોપીને મુદ્દામાલ સાથે ઝડપ્યાં
ઈન્સ્ટાગ્રામ પર મોત સે દોસ્તી નામનું હતું એકાઉન્ટ
ઈન્સ્ટા એકાઉન્ટ પર રેસના વીડિયો કરતાં હતાં અપલોડ
અગાઉ પણ રેસની લીધે થઇ ચૂક્યાં છે અનેક અકસ્માત
રેસની રંજાડને લીધે લોકોએ જીવ ગુમાવવાનો આવ્યો છે વારો

આ પણ વાંચો—-SARDAR PATEL MEMORIAL : અમદાવાદના સરદાર પટેલ સ્મારક સહિત દેશભરના સરદાર પટેલ સ્મારક અને તમામ વિજ્ઞાન કેન્દ્રોને ઉડાવી દેવાની ધમકી

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter