Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Yuva : અમને કોઇ રાહુલ ગાંધી મળ્યા નથી, વાંચો હર્ષ સંઘવી કેમ આવુ બોલ્યા

02:45 PM Mar 08, 2024 | Vipul Pandya

Yuva Parliament રાજ્યમાં પહેલીવાર આવતીકાલે 9 માર્ચે રાજ્ય સરકાર દ્વારા ‘યુવા સંસદ-2024’ (Yuva Parliament-2024) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.ગાંધીનગરના (Gandhinagar) મહાત્મા મંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં 83 યુનિવર્સિટીના 550 જેટલા યુવાનોને એક દિવસ માટે સાંસદ બનવાની તક મળશે. કાર્યક્રમની માહિતી આપતા યુવા સંસદમા વિપક્ષ નેતા રાખવા પર યુવા સાંસ્કૃતિકમંત્રી મંત્રી હર્ષભાઈ સંઘવીએ રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો હતો.

કોઇ યુવાન રાહુલ ગાંધી બનવા તૈયાર નથી

યુવા સાંસ્કૃતિકમંત્રી મંત્રી હર્ષભાઈ સંઘવીએ રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો હતો. યુવા સંસદમા વિપક્ષ નેતા રાખવા પર તેમણે કહ્યું કે અમને કોઇ રાહુલ ગાંધી મળ્યા નથી. તેમણે એમ પણ કહ્યું કે કોઇ યુવાન રાહુલ ગાંધી બનવા તૈયાર નથી.

યુવા સંસદનું આયોજન

ઉલ્લેખનિય છે કે ગુજરાતમાં પહેલીવખત ગાંધીનગર ખાતે આવતીકાલે એટલે કે 9મી માર્ચના રોજ યુવા સાંસદનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) આ ‘યુવા સાંસદ-2024’ ના કાર્યક્રમને ખુલો મુકશે. આ કાર્યક્રમ રાજ્યમાં પ્રથમ વખત યોજાવવા જઈ રહ્યો છે, જેમાં રાજ્યભરની વિવિધ 83 યુનિવર્સિટીના 550 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લેશે. તેમણે જણાવ્યું કે, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

35 જેટલા વિધાર્થીઓ મંત્રી બનીને ગૃહમાં ચર્ચા કરશે

આ કાર્યક્રમ માટે રાજ્યના 20 હજાર જેટલા યુવાનોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. ત્યારે પાંચ અલગ અલગ જ્યુરી દ્વારા 550 યુવાનોની પસંદગી કરવામાં આવી છે. આ કાર્યક્રમ દરમિયાન 35 જેટલા વિધાર્થીઓ મંત્રી બનીને ગૃહમાં ચર્ચા કરશે. ઉપરાંત, પ્રશ્નોતરી સહિત 4 સેશન્સ અને 5 જેટલા વિવિધ બિલ પર પણ ચર્ચા કરવામાં આવશે. વિકસિત ભારત-2047 (Developed India-2047), યુનિફોર્મ સિવિલ કોડ અને રામ મંદિર (Ram Mandir) નિર્માણ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સ્પેશ રિસર્ચ, કલમ 370 (Article 370) અને સાઈબર સિક્યોરિટી સહિતના વિવિધ વિષય પર પણ ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચો—-YUVA MP-2024 : રાજ્યમાં પ્રથમ વખત 550 જેટલા યુવાનોને એક દિવસ માટે MP બનવાની તક, આ મુદ્દાઓ પર કરશે ચર્ચા

આ પણ વાંચો—DR. BABASAHEB AMBEDKAR OPEN UNIVERSITY નો નવમો પદવીદાન સમારંભ યોજાયો

આ પણ વાંચો—-VADODARA : ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે કરાયું 101 બસોનું લોકાર્પણ