Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Rajkot: પારડી હાઈવે પર કનૈયા હોટલમાં યુવક પર આવારા તત્વોએ કર્યો છરી વડે હુમલો, ઘટના CCTV માં કેદ

03:43 PM Sep 20, 2024 |
  1. રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત
  2. પારડી હાઇવેની કનૈયા હોટલમાં હુમલાની ઘટના બની
  3. ગુરૂવારની રાતે બનેલી ઘટનાના સીસીટીવી સામે આવ્યા
  4. ચા પીવા આવેલા યુવક પર ગુંડાતત્વોએ કર્યો હુમલો

Rajkot: રાજકોટમાં અસમાજિક તત્વોનો આતંક વધી ગયો છે. ત્યારે એક બીજી ઘટના સામે આવી છે. રાજકોટમાં વધુ એક વખત આવારા તત્વોનો આંતક સામે આવ્યો છે. વિગતે વાત કરવામાં આવે તો, રાજકોટ પારડી હાઇવે પર આવેલી કનૈયા હોટલમાં રાત્રિ દરમિયાન આ ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. અહીં હોટલમાં ચા પીવા આવેલા યુવક પર આવારા તત્વો દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

આ પણ વાંચો: Ahmedabad : તોડકાંડમાં કથિત પત્રકાર જોડીને બચાવવા પોલીસ જ પ્રયત્નશીલ

સામાન્ય બોલાચાલી બાદ આવારા તત્વોએ છરી વડે હુમલો કર્યો

આ સીસીટીવીમાં જોઈ શકાય છે કે નજીવી બાબતે આવારા તત્વો દ્વારા એક યુવક પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. સામાન્ય બોલાચાલી બાદ આવારા તત્વોએ નેફામાંથી છરી કાઢી હુમલો કર્યો હતા. શું આ આવારા તત્વોને જાણે પોલીસનો કોઈ ખોફ છે જ નહીં? કારણ કે, અહીં તો આવારા તત્વો ખુલ્લેઆમ છરીઓ લઈને ફરી રહ્યા છે અને લોકો પર હુમલો કરી રહ્યા છે. અહીં પણ કંઈક એવું જ બને છે. સામાન્ય બોલાચાલી બાદ આવારા તત્વોએ છરી કાઢીને યુવક પર હુમલો કરી દીધો હતો. જેમાં યુવકને ઇજા થઈ હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: Rajkot: મધુવન સ્કૂલ વિવાદમાં ફસાઈ, મંજૂરી વિના ચાલતા હતા ધોરણ 9-10ના ક્લાસ

પોલીસ દ્વારા આવારા તત્વો સામે કાર્યવાહી થવી જોઈએ

રાજકોટ પોલીસે આવા તત્વો સામે કાર્યવાહી હાથ ધરવી જોઈએ અને દિવસ કે રાત્રિ દરમિયાન આમ ખુલ્લેઆમ હથિયારો લઈને ફરતા આવારા તત્વો સામે કાનુની કાર્યવાહી કરવી જોઈએ. આવાતા તત્વો સામે આત્મઘાતી હુમલાની કલમો હેઠળ કાર્યવાહી થવી જોઈએ. કારણ કે, હુમલાની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. તેમાં આરોપીઓની સ્પષ્ટ ઓળખ થઈ રહીં છે. આવી રીતે કાયદાનું ઉલ્લંખન થતું રહેશે તો સામાન્ય લોકોને ભારે હાલાકી થવાની છે.

આ પણ વાંચો: Tarnetar: મેળાની ભવ્યતા અને પ્રભુતા ભૂલાઈ, ભાતીગળ મેળામાં સ્ટેજ પર થયો અશ્લીલ ડાન્સ!