+

યુક્રેનનો આ ભાવુક વિડીયો જોઇ તમને પણ રશિયા પર આવશે ગુસ્સો, પિતા-પુત્રી યુદ્ધના કારણે થયા અલગ

રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું ત્યારથી જ લોકોમાં ભયનો માહોલ સતત બની રહ્યો છે. રશિયન સેના હવે યુક્રેનની રાજધાની કીવ પહોંચી ગઇ છે. આવી સ્થિતિમાં, યુએસએ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીને કીવ ખાલી કરવા કહ્યું પરંતુ તેમણે યુએસની ઓફરને ફગાવી દીધી છે. ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર, ઝેલેન્સકીએ અમેરિકાની મદદનો ઇનકાર કરતા કહ્યું છે કે તે રશિયા સામે અડગ રહેશે. જોકે, આ વચ્ચે યુકà
રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું ત્યારથી જ લોકોમાં ભયનો માહોલ સતત બની રહ્યો છે. રશિયન સેના હવે યુક્રેનની રાજધાની કીવ પહોંચી ગઇ છે. આવી સ્થિતિમાં, યુએસએ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીને કીવ ખાલી કરવા કહ્યું પરંતુ તેમણે યુએસની ઓફરને ફગાવી દીધી છે. ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર, ઝેલેન્સકીએ અમેરિકાની મદદનો ઇનકાર કરતા કહ્યું છે કે તે રશિયા સામે અડગ રહેશે. જોકે, આ વચ્ચે યુક્રેનથી એવા વિડીયો વાયરલ થઇ રહ્યા છે જે તમારા રૂંવાટા ઉભા કરી દેશે. 
યુક્રેન વિરુદ્ધ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની જાહેરાત બાદ રશિયન દળોના હુમલા તેજ થયા છે. આપને જણાવી દઈએ કે, યુક્રેનમાં હાલ સ્થિતિ યોગ્ય નથી. અહીં રશિયન સેના શહેરોમાં સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવીને હુમલો કરી રહી છે. વળી, રશિયા દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે તેણે યુક્રેનની એર ડિફેન્સ સિસ્ટમને નષ્ટ કરી દીધી છે. હવે જો સોશિયલ મીડિયાની વાત કરીએ તો 24 ફેબ્રુઆરી ગુરુવારે સવારે થયેલા પહેલા હુમલા બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઘણા વિડીયો વાયરલ થયા છે. આ લિસ્ટમાં એક વિડીયો સામે આવ્યો છે જે તમને પણ ઈમોશનલ કરી દેશે. સૌથી પહેલા તો આપને જણાવી દઈએ કે, અહીં યુદ્ધ એટલી ભયાનક સ્થિતિએ પહોંચી ગયું છે કે લોકો પોતાનો જીવ બચાવવા અને પોતાના પરિવારના સભ્યોનો જીવ બચાવવામાં લાગી ગયા છે. હવે તેને લગતો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં તમે જોઈ શકો છો કે એક પિતા બસમાં બેસીને પોતાના બાળકને અલવિદા કહી રહ્યા છે.

તમે જોઈ શકો છો કે, આ સમય દરમિયાન પિતા અને પુત્રીની આંખો ભીની છે. આ વીડિયો ટ્વિટર પર @lil_whind નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. વળી, તેણે આ વિડીયો સાથે કેપ્શન લખ્યું, ‘એક યુક્રેનિયન પિતા તેમના પરિવારને અલવિદા કહે છે, જ્યારે તે રશિયનો સામે લડવા પાછળ રહે છે.’ હવે આ વિડીયો જોઈને લોકો ભાવુક થઈ ગયા છે અને પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
Whatsapp share
facebook twitter