Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ઉત્તરપ્રદેશમાં વિદેશીરોકાણ વધારવા યોગી સરકારે ઘડ્યો માસ્ટર પ્લાન

06:15 AM May 01, 2023 | Vipul Pandya

ઉત્તરપ્રદેશ સરકારે (Government of Uttar Pradesh) ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટમાં (Global Investors Summit) દેશ અને વિદેશના મોટા ઉદ્યોગપતિઓને લાવવા માટે માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. તે માટે ઉત્તરપ્રદેશનો ઉદ્યોગ વિભાગ સપ્ટેમ્બરમાં રોડ શોની શરૂઆત કરશે. વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાલ આ રોડ શૉની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Yogi Adityanath) રાજ્યમાં રૂ. 10 લાખ કરોડનું રોકાણ લાવવાનો ટાર્ગેટ સેટ કરી દીધો છે અને તે માટે કામગીરી પણ શરૂ કરી દીધી છે. આ માટે યોગી સરકારે આગામી વર્ષે ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટનું આયોજન કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) આ સમિટનો પ્રારંભ કરાવશે. ત્રણ દિવસ યોજાનારા આ સમિટમાં દેશ અને વિદેશના મોટા ઔદ્યોગિક ગૃહોના વડાઓ તેમાં ભાગ લેશે.
દેશ અને વિદેશમાંથી રોકાણકારોને આકર્ષવા માટે UP સરકાર ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ માટે માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે અને તે માટે ઉત્તરપ્રદેશના ઉદ્યોગ વિભાગ સપ્ટેમ્બર માસથી 17 દેશોમાં રોડ શોની શરૂઆત કરશે. વિભાગના ઉચ્ચ અધિકારીઓ આ રોડ શોની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.
યુપી સરકાર રોડ શોની શરૂઆત દુબઈથી કરશે તે સિવાય UK, નેધરલેન્ડ, જર્મની, ફ્રાંસ, જાપાન, સિંગાપોર, સાઉથ કોરિયા, ઈઝરાયલ, ઓસ્ટ્રેલિયા, UAE, અમેરીકા, કેનેડા, થાઈલેન્ડ, બેલ્જીયમ, સ્વીડન, અને રશિયામાં પણ રોડ-શોનું આયોજન કરવામાં આવશે. વિદેશ સિવાય ભારતના અગ્રણી શહેર મુંબઈ, અમદાવાદા, કોલકત્તા, ચેન્નઈ, બેંગલુરૂ, હૈદરાબાદ અને દિલ્હીમાં પણ રોડ શૉ આયોજીત કરવામાં આવશે. ઉત્તરપ્રદેશના મુખ્ય સચિવે ગત દિવસોમાં રોડ-શૉના આયોજનની સમિક્ષા અને આ પ્રોગ્રામને મંજુરી આપી દીધી છે.
આ રોડ શોનો હેતું ઉદ્યોગકારોને રાજ્યની નીતિઓની જાણકારી આપી રોકાણ કરવા માટેની સંભાવનાઓને જણાવવાનો હશે, રોડ શોની તૈયારીઓ માટે ઉદ્યોગ વિભાગના અધિકારીઓ સતત એવા વિદેશી ઉદ્યોગકારોના સંપર્કમાં છે, જે રાજ્યમાં રોકાણ કરવા ઈચ્છે છે.
CM યોગી આગામી વર્ષે યોજાનારા ગ્લોબલ ઈન્વેસ્ટર્સ (Global Investors Summit) સમિટમાં 10 લાખ કરોડ રૂપિયાથી વધારેના રોકાણ લાવવાનો ટાર્ગેટ રાખ્યો છે. રાજ્ય સરકાર ઔદ્યોગિક નીતિ લાવવાની સાથે નવી જૈવ ઉર્જા નીતિ પણ લાવી રહી છે. એ સિવાય ઉત્તરપ્રદેશની ઔદ્યોગિર નીતિ સહિત 27 સેક્ટોરલ નીતિઓનું જુદી-જુદી ભાષામાં અનુવાદ કરવાનો નિર્ણય કર્યો છે. જેથી વિદેશમાં યોજાનારા રોડ-શૉ દરમિયાન ત્યાંના રોકાણકારો તેમની ભાષામાં નીતિઓની કોપીઓ આપી શકાય. પહેલા તબક્કામાં ફ્રેચ, જર્મન,  જાપાની, અંગ્રેજી વગેરે ભાષાઓમાં આ નીતિઓના અનુવાદની તૈયારી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2018માં થયેલી ઈન્વેસ્ટર્સ સમિટમાં 4.60 લાખ કરોડ રૂપિયાના એમઓયૂ સાઈન થયાં હતા. હવે 10 લાખ કરોડ રૂપિયાના નવા રોકાણને રાજ્યમાં લાવવા માટે 27 પોલીસેમાં પણ અનેક પ્રકારના ફેરફાર કરવામાં આવી રહ્યાં છે.