Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

યુ.પી ઇલેક્શનમાં યોગી આદિત્યનાથ આજે આ રેકોર્ડ તોડશે

04:31 PM May 06, 2023 | Vipul Pandya

આજના પરિણામો જોતાં આજે ઉત્તર પ્રદેશમાં ફરી એકવાર મોદી યોગીનો જાદુ ચાલ્યો છે. પરિણામો પહેલાં પણ એક્ઝિટ પોલમાં પણ યુ.પીમાં ભાજપ સરકાર બનશે તેવા એક્ઝિટ પોમના તારણો સામે આવ્યાં હતાં. જો ભારતીય જનતા પાર્ટી ઉત્તર પ્રદેશમાં સરકાર બનાવવામાં સફળ થશે તો તે એક નવો ઈતિહાસ બની જશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નામે આ ચાર રેકોર્ડ નોંધાશે. આ સાથે અનેક માન્યતાઓ પણ તૂટી જશે. આજની ભાજપની જીત બાદ યોગી આદિત્યનાથ ફરી મુખ્યમંત્રી બનશે તે નિશ્ચિત છે. 
આજે આ રેકોર્ડ તોડશે યોગી આદિત્યનાથ
1.ઉત્તર પ્રદેશમાં પહેલીવાર  કોઈ મુખ્યપ્રધાન પોતાનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરીને ફરીથી સત્તામાં આવ્યાં હોય
દેશની આઝાદી બાદ ઉત્તર પ્રદેશમાં પહેલીવાર એવું બનશે કે કોઈ મુખ્યપ્રધાન પોતાનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરીને ફરીથી સત્તામાં આવશે. રાજ્યના 70 વર્ષના ઈતિહાસમાં અત્યાર સુધી આવું બન્યું નથી. એ અલગ વાત છે કે યુપીમાં એવા અનેક મુખ્યમંત્રીઓ હતા જેઓ ફરી સત્તામાં આવ્યા, પરંતુ તેમાંથી કોઈએ પ્રથમ પાંચ વર્ષનો કાર્યકાળ પુરો કર્યો ન હતો. જેમાં સંપૂર્ણાનંદ, ચંદ્ર ભાનુ ગુપ્તાથી લઈને હેમવતી નંદન બહુગુણા સુધીના નામો સામેલ છે. મુખ્યપ્રધાન રહીને બધા ફરી સત્તામાં આવ્યા, પરંતુ કેટલાકનો પ્રથમ કાર્યકાળ એક વર્ષનો અને કેટલાકનો બે-ત્રણ વર્ષનો હતો.

2. યોગી 2003 પછી પહેલા એવા નેતા છે જે ધારાસભ્ય રહીને સીએમ બનશે
એ પણ યોગાનુયોગ છે કે માયાવતીથી લઈને અખિલેશ યાદવ અને યોગી આદિત્યનાથ પોતે વિધાન પરિષદના માધ્યમથી મુખ્યમંત્રીની ખુરશી સુધી પહોંચ્યા. મતલબ કે આમાંથી એકપણ નેતા ધારાસભ્ય રહીને મુખ્યમંત્રી બન્યા નથી. 
2003માં છેલ્લી વખત મુલાયમ સિંહ યાદવ હતાં જે  મુખ્યપ્રધાન તરીકે મૈનપુરીના ગુન્નૌરથી ચૂંટણી લડ્યા હતા. ચૂંટણી જીત્યા બાદ તેઓ ધારાસભ્ય બન્યા અને પછી 2007 સુધી સત્તા સંભાળી. માયાવતી 2007માં મુખ્યમંત્રી બન્યા, પરંતુ ચૂંટણી લડ્યા વિના. 2012માં અખિલેશ યાદવ અને 2017માં યોગી આદિત્યનાથ પણ વિધાન પરિષદ દ્વારા મુખ્યમંત્રી બન્યા હતા. આ વખતે યોગી આદિત્યનાથ પોતે ચૂંટણી લડી રહ્યા છે.
3. બીજી વખત શપથ ગ્રહણ કરનાર પ્રથમ CM યોગી 
2003 પછી પહેલા એવા નેતા છે જે ધારાસભ્ય રહીને સીએમ બનશે. યોગી આદિત્યનાથ 2017માં મુખ્યમંત્રી બન્યા હતા. હવે તેમનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયો છે. હવે ફરી એકવાર તેમની સત્તામાં વાપસી થવાની આશા છે. જો તેઓ સફળ થાય છે, તો તેઓ 1985 પછીના પ્રથમ મુખ્ય પ્રધાન હશે એટલું જ નહીં, જે તેમની પાર્ટીને સતત બીજી વખત સત્તા પર લઈ જશે. ઉત્તર પ્રદેશના ઈતિહાસમાં તેઓ પ્રથમ મુખ્યમંત્રી અને રાજનેતા હશે, જેમના નેતૃત્વમાં એક પક્ષ વિધાનસભાની નિર્ધારિત પાંચ વર્ષની મુદત પૂરી કરીને સત્તામાં પરત ફરશે. જો તેઓ મુખ્યમંત્રી પદના શપથ લેશે તો સતત પાંચ વર્ષ પૂર્ણ કર્યા બાદ બીજી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લેનાર પણ તેઓ પ્રથમ નેતા હશે.
4.નોઈડા જતા મુખ્યમંત્રી પોતાની ખુરશી ગુમાવે  આ માન્યતાને પણ તોડી નાખશે
1988 થી એક માન્યતા છે કે નોઈડા જનારા મુખ્યમંત્રી પોતાની ખુરશી ગુમાવે છે. વીર બહાદુર સિંહ રાજ્યના મુખ્યમંત્રી હતા. તેઓ નોઈડા ગયા અને આકસ્મિક રીતે તેમની મુખ્યમંત્રીની ખુરશી ગુમાવી દીધી. નારાયણ દત્ત તિવારીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. તેઓ 1989માં નોઈડાના સેક્ટર-12માં નેહરુ પાર્કનું ઉદ્ઘાટન કરવા ગયા હતા. થોડા સમય પછી ચૂંટણી થઈ, પરંતુ તે કોંગ્રેસને ફરી સત્તામાં ન લાવી શક્યા. આ પછી કલ્યાણ સિંહ અને મુલાયમ સિંહ યાદવ સાથે પણ એવું જ થયું કે તેઓ નોઈડા ગયા અને થોડા દિવસો પછી આકસ્મિક રીતે મુખ્યમંત્રી પદ છીનવાઈ ગયું. રાજનાથ સિંહ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ નોઈડામાં બનેલા ફ્લાયઓવરનું ઉદ્ઘાટન કરવાના હતા. પરંતુ, તેમણે નોઈડાને બદલે દિલ્હીથી ઉદ્ઘાટન કર્યું. જો ભાજપ ફરીથી ચૂંટણી જીતશે તો યોગી આદિત્યનાથ આ માન્યતાને તોડી નાખશે. યોગી એવા મુખ્યમંત્રી છે, જે નોઈડા જવાથી ડરવાને બદલે ઘણી વખત ત્યાં ગયા એટલું જ નહીં નોઈડા જઈને પણ તેમણે સતત પાંચ વર્ષ સુધી મુખ્યપ્રધાન રહીને આ મિથ તોડી નાખી છે.