Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

યોગી આદિત્યનાથની દિલ્હીમાં સિલસિલાબંધ મુલાકાત; વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને ગૃહમંત્રી સાથે મુલાકાત

06:49 AM Apr 29, 2023 | Vipul Pandya

યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશમાં ફરી એકવાર પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવીને ઈતિહાસ રચ્યો છે. સાથે જ સતત બીજી વખત તેઓ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પણ બન્યા છે. યોગી આદિત્યનાથ તેમના બીજા કાર્યકાળની શરૂઆત બાદ અત્યારે દિલ્હીના પ્રવાસે છે. જ્યાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. તે પહેલા યોગી આદિત્યનાથ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપ રાષ્ટ્રપતિ વૈંકયા નાયડૂને પણ મળ્યા હતા. આ દરમિયાન તેમની સાથે ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક પણ હાજર હતા. 
દિલ્હીમાં તમામ મોટા નેતાઓ સાથે મુલાકાત
બીજી વખત મુખ્યમંત્રી બન્યા બાદ યોગી આદિત્યનાથ હવે દિલ્હીમાં તમામ મોટા નેતાઓ સાથે ઔપચારિક બેઠક કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન મોદીને મળ્યા બાદ યોગી આદિત્યનાથ અને તેમના બંને ડેપ્યુટી સીએમ ગૃહમંત્રી અમિત શાહને પણ મળ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે સીએમ યોગી પાર્ટીના કેટલાક અન્ય મોટા નેતાઓને પણ મળી શકે છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને રક્ષા મંત્રી રાજનાથ સિંહને પણ મળી શકે છે.

વડાપ્રધાને ટ્વિટ કરી માહિતી આપી
યોગી આદિત્યનાથ અને તેમના બંને ડેપ્યુટી સીએમ મળયા તેની માહિતી વડાપ્રધાને ટ્વિટ કરીને આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને લખ્યું કે ‘ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તથા ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક સાથે મુલાકાત થઇ. જે દરમિયાન તેમની સાથે રાજ્યની પ્રગતિને લઇને અનેક વિષય પર ચર્ચા થઇ. જનહિત અને દેશહિત માટેની તેમની દ્રઢ ઇચ્છાશક્તિ રાજ્યના વિકાસને નવી ઉંચાઇ અપાવશે.’
આ સિવાય યોગી આદિત્યનાથે પમ આ મુલાકાત વિશે ટ્વિટ કર્યુ હતું.  તેમણે ટ્વિટમાં લખ્યું કે ‘નવા ભાારતના શિલ્પી આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આજે દિલ્હીમાં આજે શુભેચ્છા મુલાકાત કરીને તેમનું માર્ગદર્શન મેળવ્યું. તમારું માર્ગદર્શન હંમેશા તમને સકારાત્મક ઉર્જાથી ભરી દે છે.’
યાગીને મળી શકે છે ઇનામ
મુખ્યમંત્રી યોગીની દિલ્હી મુલાકાત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત બાદ માનવામાં આવી રહ્યું છે કે મુખ્યમંત્રી યોગીને બીજેપી સંસદીય બોર્ડના સભ્ય બનાવવામાં આવી શકે છે. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ભાજપને મળેલી મોટી જીતનો બદલો પાર્ટી સીએમ યોગીને સંસદીય બોર્ડના સભ્ય બનાવીને આપી શકે છે.


રાષ્ટ્રપતિ સાાથે મુલાકાત
યોગી આદિત્યનાથ અને તેમના બંને ઉપ મુખ્યમંત્રીઓ રાષ્ટ્રપતિને મળવા પહોંચ્યા હતા. આ માહિતી આપતાં રાષ્ટ્રપતિ ભવન દ્વારા આ નેતાઓની મુલાકાતના ફોટા પણ શેર કર્યા છે. સાથે લખવામાં આવ્યું છે કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યના બે નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠકે રાષ્ટ્રપતિ ભવન અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મુલાકાત લીધી હતી. 


અમિત શાહ સાથે મુલાકાત
રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સાથે મુલાકાત કર્યા બાદ યોગી આદિત્યનાથ, કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહને મળવા માટે પહોંચ્યા હતા. જેની જાણકારી પણ ટવિટ કરીને આપી હતી.