+

X Server Down: કેમ Elon Musk ના હાથમાં ટ્વિટર આવતા ખામીઓ સર્જાવા લાગી છે?

X Server Down: જ્યારથી Elon Musk એ ટ્વિટર ખરીદીને X માં પરિવર્તન કરી નાખ્યું છે, ત્યારેથી ટ્વિટર (X) ની હાલત લથડી છે. સૌ પ્રથમ તેની માર્કેટ કિંમતમાં ઘડાટો નોંધાયો હતો.…

X Server Down: જ્યારથી Elon Musk એ ટ્વિટર ખરીદીને X માં પરિવર્તન કરી નાખ્યું છે, ત્યારેથી ટ્વિટર (X) ની હાલત લથડી છે. સૌ પ્રથમ તેની માર્કેટ કિંમતમાં ઘડાટો નોંધાયો હતો. તો હવે, અવારનવાર ટ્વિટર (X) નું સર્વર ટાઉન થઈ જાય છે. તાજેતરમાં આશકે અડધો કલાક જેટલો સમય માટે ટ્વિટર (X) નું સર્વર ડાઉન (Server Down) રહ્યું હતું.

આપણી જાણીએ છીએ કે, સમયાંતરે સોશિયમ મીડિયા પ્લેટફોર્મ X કામ કરતું અટકી જાય છે. તેને કારણે યૂઝર્સ (Users) ને ભારે હાંલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી Elon Musk અને X ને Troll કરવામાં આવે છે. જોકે હજુ સુધી Elon Musk કે X તરફથી આ સમસ્યાને લઈ કોઈ ખાસ કારણ જાહેર કરવામાં આવ્યું નથી. તે ઉપરાંત વારંવાર ઉદભવતી આ ખામીને લઈ X પર દરેક Users દ્વારા રિપોર્ટ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Instagram : એક મેસેજ અને બેંક એકાઉન્ટ થઈ શકે છે ખાલી! ઇન્સ્ટાગ્રામ પર ચાલતા રહ્યું છે આ કૌભાંડ

29 ટકા યૂઝર્સને સર્વર સાથે કનેક્ટ થવામાં મુશ્કેલી આવી

જોકે જ્યારે પણ સોશિય મીડિયા પ્લેટફોર્મ X નું સર્વર ટાઉન (Server Down) થાય છે, ત્યારે મોટાભાગે વેબ વર્ઝનમાં જ ખામી સર્જાતી જોવા મળે છે. તેને લઈને X દ્વારા એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે કે, 55 ટકા લોકોને X ના ડેસ્કટૉપ વર્ઝનમાં મુશ્કેલીઓ આવી હતી. તો 29 ટકા લોકોને સર્વર સાથે કનેક્ટ થવામાં મુશ્કેલી આવી હતી. તો 17 ટકા Users ને એપ વર્ઝનમાં અડચળોનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો: Google Chrome ના આ સેટિંગ્સને આજે જ કરો બંધ, નહીં તો થશે મોટું Scam

કેવી ખામીઓ સર્જાય છે, જ્યારે X સર્વર ટાઉન થાય

  • યૂઝર્સને X પર સ્ક્રોલિંગ કરવી અને પોસ્ટ કરવામાં ભારે ટાઉમલાઈનનો સામનો કરવો પડે છે
  • મોટાભાગે ભારતીય યૂઝર્સને આવી સમસ્યાનો સામનો કરવો પડે છે
  • અન્ય દેશમાં યૂઝર્સને માત્ર વેબ વર્ઝનના ઉપયોગમાં મુશ્કેલી અનુભવાતી હતી
  • તો જે લોકો iPhone નો ઉપયોગ કરતા હોય છે, તેને મોટાભાગે X સર્વરને લઈ કોઈ સમસ્યા આવતી નથી

આ પણ વાંચો: Abhradeep Saha : મલ્ટી ઓર્ગન ફેલ્યોરના કારણે જાણીતા YouTuber નું નિધન…

Whatsapp share
facebook twitter