Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Wrestlers Protest : સરકાર કુસ્તીબાજો સાથે ચર્ચા માટે તૈયાર, સરકારે આપ્યું આમંત્રણ

08:51 AM Jun 07, 2023 | Viral Joshi

ભારતીય રેસલિંગ ફેડરેશનના પ્રમુખ અને BJP સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કુસ્તીબાજોનું આંદોલન (Wrestlers Protest) ચાલુ રહ્યું છે. બ્રિજ ભૂષણ વિરુદ્ધ યૌન શોષણનો આરોપ છે અને મહિલા કુસ્તીબાજોની ફરિયાદ પર દિલ્હી પોલીસમાં તેમની વિરુદ્ધ બે FIR પણ નોંધવામાં આવી છે. કુસ્તીબાજો બ્રિજ ભૂષણની ધરપકડની માંગ કરી રહ્યા છે, પરંતુ ધરણાના એક મહિનાથી વધુ સમય પછી પણ આવું થયું નથી.

સરકારનું ફરી ચર્ચા માટે નિમંત્રણ

આ મામલે ફરી એકવાર વળાંક આવ્યો જ્યારે મંગળવારે 6 જૂ) રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે ફરી એકવાર કુસ્તીબાજોને વાતચીત માટે ખુલ્લો આમંત્રણ આપ્યું. અનુરાગ ઠાકુરે ટ્વીટ કરીને લખ્યું કે, સરકાર કુસ્તીબાજો સાથે વાતચીત માટે તૈયાર છે. ચાલો જોઈએ અત્યાર સુધી રેસલર્સના આંદોલનમાં શું થયું છે. રમતગમત મંત્રીએ ટ્વીટ કરીને કહ્યું કે, સરકાર કુસ્તીબાજો સાથે તેમના મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છે. મેં આ માટે ફરી એકવાર કુસ્તીબાજોને આમંત્રણ આપ્યું છે.

અગાઉ અમિત શાહ સાથે થઈ ચુકી છે મિટિંગ

અગાઉ ઓલિમ્પિક મેડલ વિજેતા બજરંગ પુનિયાએ મીડિયાને માહિતી આપી હતી કે કુસ્તીબાજો અને તેમના કોચની શનિવારે (3 જૂન) રાત્રે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે મુલાકાત થઈ હતી. પુનિયાએ કહ્યું હતું કે ગૃહમંત્રીએ આ મુદ્દો ઉકેલવાની ખાતરી આપી છે. તેમજ સોમવાર 5 જૂનના રોજ સમાચાર આવ્યા હતા કે રેસલર રેલવેમાં તેમની નોકરી પર પાછા ફર્યા છે. જેના પર ટોચના કુસ્તીબાજો બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને વિનેશ ફોગાટે ટ્વીટ કરી આ વાતને રદિયો આપ્યો હતો.

ભાજપ નેતા પર છે ગંભીર આરોપ

ઉલ્લેખનીય છે કે, ભાજપ નેતા બ્રિજભૂષણ શરણ સિંહ પર કુસ્તીબાજો દ્વારા યૌન ઉત્પીડનનો આરોપ લગાવાયો છે. કુસ્તીબાજોએ 23 એપ્રિલથી 28 મે સુધી જંતર-મંતર પર ધરણા કર્યા હતા. કુસ્તીબાજોએ 28 મેના રોજ જંતર-મંતરથી નવી સંસદ સુધી કૂચ કરી હતી. આ દિવસે PM મોદી નવી સંસદનું ઉદ્ઘાટન કરી રહ્યા હતા. આવી સ્થિતિમાં પોલીસે કૂચની મંજૂરી આપી ન હતી. આમ છતાં જ્યારે કુસ્તીબાજોએ કૂચ કાઢવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસ સાથે ઝપાઝપી થઈ હતી.

આ પણ વાંચો : સમુદ્રમાં ભારતની તાકાતમાં વધારો, DRDO દ્વારા વિકસિત ટોર્પિડોનું સફળ પરીક્ષણ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.