+

World record : MS Dhoni IPL માં વધુ એક વર્લ્ડ રેકોર્ડ બનાવશે

World record ; IPL 2024 પહેલા એમએસ ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ છોડી દીધી છે. આ સિઝનમાં માહી એક ખેલાડી તરીકે પોતાની પ્રતિભા બતાવતો જોવા મળશે. સુકાનીપદના બોજમાંથી મુક્ત થયેલો…

World record ; IPL 2024 પહેલા એમએસ ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ છોડી દીધી છે. આ સિઝનમાં માહી એક ખેલાડી તરીકે પોતાની પ્રતિભા બતાવતો જોવા મળશે. સુકાનીપદના બોજમાંથી મુક્ત થયેલો ધોની પર ફેન્સ ફરી એકવાર લાંબી સિકસર ફટકારવાની અપેક્ષા રાખશે. આ સાથે જ વિકેટ પાછળ માહીની ચિત્તા જેવી ચપળતા જોવા માટે પણ બધા આતુર છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝનમાં ધોની પાસે તે સ્થાન હાંસલ કરવાની તક હશે જ્યાં આજ સુધી કોઈ પહોંચી શક્યું નથી.

 

ધોનીના નામે વર્લ્ડ રેકોર્ડ નોંધાશે

MS ધોની IPL 2024માં વધુ એક વર્લ્ડ રેકોર્ડ (World record )બનાવશે. વાસ્તવમાં IPLમાં વિકેટકીપર તરીકે ધોનીએ 138 કેચ લીધા છે, જ્યારે બેટ્સમેનને 42 વખત સ્ટમ્પિંગ કર્યા છે. IPLમાં સૌથી વધુ આઉટ થવાનો રેકોર્ડ માહીના નામે છે. જો ધોની ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝનમાં વિકેટ પાછળથી વધુ ચાર બેટ્સમેનોની ઈનિંગ્સનો અંત લાવવામાં સફળ થાય છે, તો તે T20 ક્રિકેટમાં 300 આઉટ કરનાર વિશ્વનો પ્રથમ વિકેટકીપર બની જશે.

 

ધોનીએ ઝડપી ક્રિકેટમાં અત્યાર સુધીમાં કુલ 296 વિકેટ લીધી છે અને તે આ યાદીમાં ટોચ પર છે. માહી બાદ આ લિસ્ટમાં દિનેશ કાર્તિકનું નામ સામેલ છે, જેણે વિકેટ પાછળથી કુલ 276 વિકેટ લીધી છે. ત્રીજા નંબર પર પાકિસ્તાનના ભૂતપૂર્વ વિકેટકીપર કામરાન અકમલનું નામ નોંધાયેલું છે.

 

શું માહી છેલ્લી વખત IPLમાં જોવા મળશે?

માનવામાં આવે છે કે IPL 2024માં એમએસ ધોની છેલ્લી વખત ખેલાડી તરીકે જોવા મળશે. ગત સિઝનના અંતે ધોનીએ કહ્યું હતું કે તે તેના ફેન્સને કારણે આ લીગમાં વધુ એક વર્ષ રમવા માંગે છે. ધોનીએ CSKની કેપ્ટન્સી પણ છોડી દીધી છે, જેના પછી બધા માને છે કે આ સિઝન ધોનીની છેલ્લી સિઝન હશે. માહીએ પોતાની કેપ્ટનશીપમાં ચેન્નાઈને પાંચ વખત ચેમ્પિયન બનાવ્યું છે.

 

આ પણ  વાંચો – IPL 2024 : ધોનીની કેપ્ટન્સી છોડવાની વાત સાંભળી રોહિત થયો ભાવુક, કર્યું આ કામ

આ પણ  વાંચો CSK New Captain : CSKએ નવા કેપ્ટનની કરી જાહેરાત, ધોનીની જગ્યાએ બન્યો આ કેપ્ટન

Whatsapp share
facebook twitter