+

World News : ફ્રાન્સમાં હિજાબ પહેરેલી મહિલાને પોલીસે અચાનક ગોળી કેમ મારી?, કારણ જાણી તમે પણ ચોંકી જશો…

મંગળવારે ફ્રાન્સની રાજધાની પેરિસમાં પોલીસે હિજાબ પહેરેલી એક મહિલાને ગોળી મારી હતી. આ ઘટના પેરિસના મેટ્રો સ્ટેશન પર બની હતી. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે મહિલા જોરથી અલ્લાહ-હુ-અકબરના નારા લગાવી રહી…

મંગળવારે ફ્રાન્સની રાજધાની પેરિસમાં પોલીસે હિજાબ પહેરેલી એક મહિલાને ગોળી મારી હતી. આ ઘટના પેરિસના મેટ્રો સ્ટેશન પર બની હતી. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે મહિલા જોરથી અલ્લાહ-હુ-અકબરના નારા લગાવી રહી હતી. તે પોતાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પણ આપતી હતી.

એક મીડિયા અહેવાલ અનુસાર, મહિલાનું વર્તન એકદમ આક્રમક હતું. તે લોકોને ધમકી પર આપતી હતી. પોલીસે તેને સમજાવવાનો ખૂબ પ્રયાસ કર્યો હતો પરંતુ જ્યારે મહિલાએ પોતાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી ત્યારે પોલીસે તેના પર ગોળીબાર કર્યો હતો. પોલીસ દ્વારા જાણવા મળ્યું કે, બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી તેઓ ઘબરાઈ ગયા હતા અને સ્વબચાવમાં મહિલા પર ગોળીબાર કરવામાં આવ્યો હતો.

રિપોર્ટ અનુસાર ગોળી મહિલાના પેટમાં વાગી હતી. જેના કારણે તેને ગંભીર ઈજા થઈ હતી. આ પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. બાદમાં તપાસ દરમિયાન મહિલા પાસેથી કોઈ હથિયાર કે વિસ્ફોટક મળી આવ્યું ન હતું.

આ પણ વાંચો : હમાસની હેવાનિયતનો ભોગ બની Shani Louk, નગ્ન કરી ફેરવી અને હવે આવ્યા મોતના સમાચાર

Whatsapp share
facebook twitter