+

World Earth Day 2024: આજે પ્લેનેટ Vs પ્લાસ્ટિકની થીમ પર વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી, આ વર્ષથી થઈ હતી શરૂઆત

World Earth Day 2024: વર્લ્ડ અર્થ ડે એટલે કે વિશ્વ પૃથ્વી દિવસ દર વર્ષે 22 એપ્રિલે ઉજવવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, 1970 થી આ વિશ્વ પૃથ્વી દિવસ વિશ્વના…

World Earth Day 2024: વર્લ્ડ અર્થ ડે એટલે કે વિશ્વ પૃથ્વી દિવસ દર વર્ષે 22 એપ્રિલે ઉજવવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, 1970 થી આ વિશ્વ પૃથ્વી દિવસ વિશ્વના 192 દેશો દ્વારા ઉજવવામાં આવે છે. આ દિવસને આંતરરાષ્ટ્રીય મધર અર્થ ડે તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ખાસ દિવસની ઉજવણીનો હેતુ લોકોમાં પૃથ્વીના મહત્વને સમજવા અને પર્યાવરણને વધુ સારી રીતે જાળવવા માટે જાગૃતિ લાવવાનો છે. આ ખાસ દિવસે, એક પ્રયાસ કરવામાં આવે છે કે આ પૃથ્વી પરના અબજો લોકો એકસાથે આવે અને પૃથ્વી સાથે સંબંધિત પર્યાવરણીય પડકારો જેમ કે આબોહવા પરિવર્તન, ગ્લોબલ વોર્મિંગ, પ્રદૂષણ અને જૈવવિવિધતા સંરક્ષણનો સામનો કરવા માટે સામૂહિક પ્રયાસો કરે. આ જ કારણ છે કે આ દિવસે પર્યાવરણની રક્ષા અને પૃથ્વીને બચાવવાનો સંકલ્પ લેવામાં આવે છે.

આ વખતે વિશ્વ પૃથ્વી દિવસની કઈ થીમ પર થશે ઉજવણી

આ વખતે વિશ્વ પૃથ્વી દિવસની થીમ પ્લેનેટ Vs પ્લાસ્ટિક રાખવામાં આવી છે. આજે આપણા પર્યાવરણ, નદીઓ, વાતાવરણ અને ખાદ્ય શૃંખલામાં પણ ઊંડે સુધી પ્રવેશી ગયું છે. આ થીમ તેનો સામનો કરવાના સામૂહિક પ્રયાસને પ્રતિબિંબિત કરે છે. પૃથ્વી દિવસ 2024 (World Earth Day 2024)ની આ થીમ લોકોને પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવા, રિસાયકલ ઉત્પાદનોનો ઉપયોગ કરવા અને પ્લાસ્ટિક નિકાલ પ્રણાલીને વધુ અસરકારક બનાવવાનું આહ્વાન કરે છે.

1970 માં પ્રથમ વખત પૃથ્વી દિવસની ઉજવણી થઈ હતી

1960 ના દશકની વાતકરવામાં આવેત પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ખુબ જ વધી ગઈ હતી. આ સાથે પ્રદૂષણ અને કુદરતી સંસાધનોના અતિશય શોષણ સામે અવાજ ઉઠાવીને યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓની ચળવળો થઈ. 22 એપ્રિલ, 1970 ના રોજ, 150 દેશોમાં 20 મિલિયનથી વધુ લોકોએ પ્રથમ પૃથ્વી દિવસની ઉજવણી કરી. ત્યારથી લઈને અત્યાર સુધી 22 એપ્રિલને વિશ્વ પૃથ્વી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એટલું જ નહીં પરંતુ દર વર્ષે ઉજવણી માટે એક થીમ પણ નક્કી કરવામાં આવે છે.

યુનેસ્કોની કોન્ફરન્સમાં પૃથ્વી દિવસનો વિચાર પ્રસ્તાવિત કર્યો

શાંતિ કાર્યકર્તા જ્હોન મેકકોનેલે સૌપ્રથમ 1969માં યુનેસ્કોની કોન્ફરન્સમાં પૃથ્વી દિવસનો વિચાર પ્રસ્તાવિત કર્યો હતો. આ દિવસની ઉજવણીનો હેતુ પૃથ્વી પર શાંતિ જાળવી રાખવા અને આદર આપવાનો હતો. 22 એપ્રિલની તારીખ આંશિક રીતે પસંદ કરવામાં આવી હતી કારણ કે તે કોલેજ સ્પ્રિંગ બ્રેક અને અંતિમ પરીક્ષાઓ વચ્ચે પડી હતી. તેનો હેતુ વધુને વધુ વિદ્યાર્થીઓને આકર્ષવાનો હતો.

રોબર્ટ રોસનવર્ગે પૃથ્વી દિવસનું પહેલું પોસ્ટેર બનાવ્યું હતું

તમને જણાવી દઈએ કે, રોબર્ટ રોસનવર્ગે પૃથ્વી દિવસનું પહેલું પોસ્ટેર બનાવ્યું હતું. આ પોસ્ટર વોશિંગ્ટન ડીસીમાં અમેરિકન એન્વાયરમેન્ટ ફાઉન્ડેશન માટે તૈયાર કરવામાં આવ્યું હતું. કેસ્ટેલી ગ્રાફિક્સ, ન્યૂ યોર્કે આ પોસ્ટરની 10,300 આવૃત્તિઓ પ્રકાશિત કરી છે. આ બધા ઉપરાંત, પૃથ્વી દિવસના સ્થાપક ગેલોર્ડ નેલ્સન, કેલિફોર્નિયાના સાન્ટા બાર્બરામાં 1969માં તેલના પ્રકોપ પછી પર્યાવરણ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે રાષ્ટ્રીય દિવસની ઉજવણી કરવાનો વિચાર આવ્યો.

આ પણ વાંચો: Pakistan : મહિલાએ રાવલપિંડીમાં 1 કલાકમાં 6 બાળકોને જન્મ આપ્યો, જાણો કેવી રીતે થયો આ ચમત્કાર…

આ પણ વાંચો: Abrahamic: દુનિયામાં જન્મ્યો એક નવો ધર્મ, જેમાં નથી કોઈ ધર્મગ્રંથ કે કોઈ પુજારી!

આ પણ વાંચો: Iraq Base Camp Attack: ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ વચ્ચે ઈરાકમાં સૈન્ય મથકોને કોણે નિશાન બનાવ્યું?

Whatsapp share
facebook twitter