+

world cup 2023 : પુત્રએ તોડ્યો પિતાનો વર્લ્ડકપ રેકોર્ડ, વર્લ્ડકપમાં 9 મેચમાં કુલ 16 વિકેટ લીધી

આજે વર્લ્ડકપ 2023ની 45મી મેચ ભારત અને નેધરલેન્ડ વચ્ચે બેંગલુરુમાં રમાઈ રહી છે. બેંગ્લોરના ચિન્નાસ્વામી મેદાનમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતના…

આજે વર્લ્ડકપ 2023ની 45મી મેચ ભારત અને નેધરલેન્ડ વચ્ચે બેંગલુરુમાં રમાઈ રહી છે. બેંગ્લોરના ચિન્નાસ્વામી મેદાનમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતના ટોચના 5 બેટ્સમેનોએ શાનદાર બેટિંગ કરી અને ટીમને 410 રન બનાવ્યા હતા. રોહિત શર્મા, શુભમન ગિલ અને વિરાટ કોહલીએ ફિફ્ટી ફટકારી હતી. જ્યારે શ્રેયસ અય્યર અને કેએલ રાહુલે શાનદાર સદી ફટકારી હતી પરંતુ આ બધાની વચ્ચે બાસ ડી લીડે નેધરલેન્ડ માટે વર્લ્ડકપનો મોટો રેકોર્ડ બનાવ્યો હતો.

 

બાસ ડી લીડે સર્જયો મોટો રેકોર્ડ

બાસ ડી લીડે આ વર્લ્ડકપમાં અત્યાર સુધી રમાયેલી 9 મેચમાં કુલ 16 વિકેટ લીધી છે. આજે ભારત સામે તેણે રોહિત શર્મા અને કેએલ રાહુલની મોટી વિકેટ લીધી હતી. તે તેના પિતા ટિમ ડી લીડેનો રેકોર્ડ તોડીને વર્લ્ડકપ ઈતિહાસમાં નેધરલેન્ડ માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. ટિમ ડી લીડે ત્રણ વર્લ્ડ કપ દરમિયાન 14 મેચમાં 14 વિકેટ ઝડપી હતી, પરંતુ તેના પુત્ર બાસ ડી લીડે એક જ વર્લ્ડકપમાં આ રેકોર્ડ તોડ્યો છે. ટિમ ડી લીડે વર્લ્ડ કપ 2003માં ભારત સામે રમી હતી જેમાં તેણે 4 વિકેટ લીધી હતી અને આજે તેના પુત્રએ પણ ભારત સામે તેની ટીમ માટે સૌથી વધુ 2 વિકેટ લીધી છે. બાસ ડી લીડેના પિતા ટિમ પણ આજે મેદાન પર હાજર હતા અને તેમના પુત્રને પ્રોત્સાહિત કરતા જોવા મળ્યા હતા.

વર્લ્ડકપમાં નેધરલેન્ડનું પ્રદર્શન

નેધરલેન્ડે આ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે સાઉથ આફ્રિકા અને બાંગ્લાદેશને હરાવીને 2 જીત હાંસલ કરી છે. જો કે ટીમ ઈન્ડિયા સામે 411 રનના લક્ષ્યનો પીછો કરવો થોડો મુશ્કેલ હશે, પરંતુ આ ટૂર્નામેન્ટ નેધરલેન્ડ ટીમ માટે યાદગાર રહી છે.

આ  પણ વાંચો-નેધરલેન્ડના બોલરોને ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ ધોઈ નાખ્યા, આપ્યો 411 રનનો ટાર્ગેટ

 

Whatsapp share
facebook twitter