Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

કેન્દ્રીય મંત્રીઓના સ્વાગત માટે મહિલા કાર્યકરો પહોંચ્યા અમદવાદ એરપોર્ટ

05:10 PM Apr 19, 2023 | Vipul Pandya

ભાજપના નેતા ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) આજે ગાંધીનગરમાં સતત બીજી ટર્મ માટે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગાંધીનગરમાં નવા સચિવાલય પાસેના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે બપોરે 2 વાગ્યે રાજ્યના 18મા મુખ્યમંત્રી તરીકે તેમને શપથ લેવડાવશે. 
મંત્રીઓને કંકુનો ચાંલ્લો કરીને આવકારવામાં આવી રહ્યા છે
આ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના નેતૃત્વવાળા રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજરી આપશે. શપથવિધિ સમારોહ માટે ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અમદાવાદ એરપોર્ટ આવી રહ્યા છે. જેમના સ્વાગત માટે તમામ ભાજપના મહિલા કાર્યકર્તાઓ સવારથી જ અમદાવાદ એરપોર્ટ પર આવી ગયા છે. તમામ મંત્રીઓને અહીંથી કંકુનો ચાંલ્લો કરીને આવકારવામાં આવી રહ્યા છે. ભવ્ય જીત બાદ ભવ્ય સ્વાગતની તૈયારીઓમાં ભાજપની મહિલા કાર્યકર્તાઓ અમદાવાદ એરપોર્ટ સવારથી જ પહોંચી ગઇ હતી. તેઓ તમામ મંત્રીઓને કપાળે ચાંલ્લો કરીને તેમનું સ્વાગત કરી રહી છે. આ તમામ નેતાઓ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ શપતવિધિ સમારોહમાં આવ્યા છે. શપથવિધિ બપોરે 2 વાગ્યે શરૂ થવાની છે, જેની પૂરી તૈયારીઓ થઇ ગઇ છે. સુત્રોના જણાવ્યા અનુસાર ભૂપેન્દ્ર પટેલની સાથે 20 જેટલા કેબિનેટ મંત્રીઓ પણ આજે શપથ લેશે અને મંગળવારથી પોતપોતાની ઓફિસનો ચાર્જ સંભાળશે. 

ભૂપેન્દ્ર પટેલે જંગી માર્જિનથી મેળવી છે જીત
મહત્વનું છે કે, પોતાનો જ રેકોર્ડ તોડતા, ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયા મતવિસ્તારમાંથી ફરી એકવાર 2022ની ચૂંટણીમાં 1,91,000 મતોના જંગી માર્જિનથી જીત મેળવી હતી. પટેલને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે અને 2010 થી 2015 સુધી થલતેજ વોર્ડના કોર્પોરેટર તરીકે સેવા આપવાનો બહોળો અનુભવ છે. તેમણે 1999-2000 અને 2004-2006 દરમિયાન સ્થાનિક સંસ્થાના અધ્યક્ષ બન્યા, એક દાયકાથી વધુ સમય સુધી નગરપાલિકામાં સેવા આપી. તેમણે 2008 અને 2010 વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન તરીકે પણ સેવા આપી હતી. બાદમાં 2010 થી 2015 સુધી થલતેજ વોર્ડના કોર્પોરેટર તરીકે સેવા આપી હતી. આ કાર્યકાળ દરમિયાન, તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.