Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

IPL 2025 માં વિરાટ કોહલી જોડાશે મુંબઈમાં ? જાણો કેમ શરૂ થઇ આ ચર્ચા

04:13 PM Apr 12, 2024 | Hardik Shah

IPL 2024 માં RCB ટીમ બોટમમાં જોવા મળી રહી છે. 6 મેચમાં ટીમ માત્ર 1 મેચ જીતી શકી છે. ટીમમાં વિરાટ કોહલી (Virat Kohli), ફાફ ડુપ્લેસીસ (Faf Du Plesis), ગ્લેન મેક્સવેલ (Glenn Maxwell), દિનેશ કાર્તિક (Dinesh Karthik) જેવા દિગ્ગજ ખેલાડીઓ હોવા છતા ટીમ સતત મેચ હારી રહી છે. IPL ની ચાલુ સીઝનમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેન વિરાટ કોહલી RCB માં જ છે, તેમ છતા ટીમની સ્થિતિ સતત ખરાબ દેખાઈ રહી છે. ગુરુવારે મુંબઈ અને બેંગલુરું (Mumbai vs Bangaluru) વચ્ચે મેચ રમાઈ હતી જેમા મુંબઈને 7 વિકેટે જીતી મળી હતી. આ જીત બાદ જે દ્રશ્યો મેદાનમાંથી આવ્યા તેણે વિરાટ કોહલીના મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) માં જવાની ચર્ચાને શરૂ કરી છે.

મેદાનમાં એવું શું થયું કે ચર્ચા શરૂ થઇ કોહલી જોડાશે MI સાથે ?

વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરું વચ્ચે મેચ રમાઈ હતી. જેમા RCB ને હારનો સામનો કરવો પડ્યો હતો. આ શરમજનક હાર બાદ કોહલી ડગઆઉટ પાસે MI ના ઓનર નીતા અંબાણી સાથે વાત કરતો જોવા મળ્યો હતો. આ ક્ષણની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જ્યારે ચાહકોમાં અટકળોનું બજાર ગરમ થઈ ગયું છે. કેટલાક લોકો એવી પણ આશા રાખી રહ્યા છે કે વિરાટ કોહલી આગામી સિઝન એટલે કે IPL 2025માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા જોવા મળશે. આ દરમિયાન નીતા અંબાણી લાંબા સમય સુધી વિરાટ સાથે વાત કરતી જોવા મળી હતી. આવી સ્થિતિમાં આ વાતચીતનો વીડિયો અને ફોટો વાયરલ થઈ રહ્યો છે. ઘણા ચાહકો આ ફોટાની મજા લઈ રહ્યા છે અને એમ પણ કહી રહ્યા છે કે નીતા અને વિરાટ વચ્ચે મેગા ઓક્શન અને ટ્રાન્સફરને લઈને વાતચીત થઈ હતી.

આ તસવીર એટલા માટે પણ ખાસ છે કારણ કે મેચ પહેલા રોહિત શર્મા અને ટીમના માલિક આકાશ અંબાણી એક કારમાં જોવા મળ્યા હતા. આ ફોટા બાદ અટકળોનું બજાર ગરમ થઈ ગયું છે. જણાવી દઈએ કે આ મેચમાં વિરાટ કોહલીનું બેટ ફ્લોપ રહ્યું હતું. આ મેચમાં ફ્લોપ રહ્યા બાદ પણ વિરાટ પાસે હજુ પણ ઓરેન્જ કેપ છે. પરંતુ આ બેટ્સમેન શરૂઆતથી જ મુંબઈ સામે યોગ્ય રીતે રમી શક્યો ન હતો. મેચમાં બુમરાહે વિરાટને આઉટ કર્યો હતો. બુમરાહ અહીં જ ન અટક્યો, તેણે મેચમાં કુલ 5 વિકેટ ઝડપી હતી.

RCB વિરુદ્ધ MI મેળવી હતી આસાન જીત

ઉલ્લેખનીય છે કે, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુંની કિસ્મત બદલાઈ રહી નથી અને ન તો ટીમના ખેલાડીઓ તેને પલટવા માંગે છે. RCB ટીમને સતત 5મી હારનો સામનો કરવો પડ્યો છે. વાનખેડે મેદાન પર RCBની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ સામે 27 બોલ બાકી રહેતા મેચ 7 વિકેટે હારી ગઈ હતી. RCB એ પ્રથમ બેટિંગ કરતા 8 વિકેટ ગુમાવીને 196 રન બનાવ્યા હતા. પરંતુ જવાબમાં મુંબઈના બેટ્સમેનોએ એવી તોફાની બેટિંગ કરી કે ટીમે 3 વિકેટ ગુમાવીને 199 રનના લક્ષ્યાંકનો પીછો માત્ર 15.3 ઓવરમાં જ કરી લીધો હતો. આટલો મોટો ટાર્ગેટ હોવા છતાં RCB ટીમ મુંબઈના બેટ્સમેનોને પરેશાન કરી શકી નહી. આવી સ્થિતિમાં ફરી એકવાર બોલરોએ આત્મસમર્પણ કર્યું હતું. ટીમની સતત હાર જોઇ ફેન્સ પણ ઘણા ગુસ્સે જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો – IPL 2024 : RCB ટીમની પડ્યા ઉપર પાટુ જેવી સ્થિતિ, હવે આ ખેલાડી થઇ શકે છે બહાર

આ પણ વાંચો – IPL 2024 : મુંબઈ ઈન્ડિયન્સની જીત બાદ Orange અને Purple કેપની રેસમાં શું ફેરફાર થયો?