+

વિલ સ્મિથે ઓસ્કર સ્ટેજ પર ક્રિસ રોકને મારી થપ્પડ, કારણ ચોંકાવી દેશે

ઓસ્કાર 2022 પૂર્ણ થઇ ગયો છે. બધુ જ હાસ્ય સાથે પૂર્ણ થઇ ગયું, શું આ કહેવું યોગ્ય રહેશે. તમને સવાલ થશે કે કેમ, એવું શું બન્યું. બન્યું એવું કે ક્રિસ રોક બેસ્ટ ડોક્યુમેન્ટરીનો એવોર્ડ રજૂ કરવા સ્ટેજ પર આવ્યો હતો. અહી આવ્યા બાદ તેણે મજાક શરૂ કરી. તેની મજાકથી નારાજ વિલ સ્મિથ સ્ટેજ પર આવી ગયો અને તેને જાહેરમાં થપ્પડ મારી દીધો. આ થપ્પડ મારવા પાછળનું કારણ વિલ સ્મિથની પત્ની જેડા છે. ઓસ્કાર 2022ની ચાહàª
ઓસ્કાર 2022 પૂર્ણ થઇ ગયો છે. બધુ જ હાસ્ય સાથે પૂર્ણ થઇ ગયું, શું આ કહેવું યોગ્ય રહેશે. તમને સવાલ થશે કે કેમ, એવું શું બન્યું. બન્યું એવું કે ક્રિસ રોક બેસ્ટ ડોક્યુમેન્ટરીનો એવોર્ડ રજૂ કરવા સ્ટેજ પર આવ્યો હતો. અહી આવ્યા બાદ તેણે મજાક શરૂ કરી. તેની મજાકથી નારાજ વિલ સ્મિથ સ્ટેજ પર આવી ગયો અને તેને જાહેરમાં થપ્પડ મારી દીધો. આ થપ્પડ મારવા પાછળનું કારણ વિલ સ્મિથની પત્ની જેડા છે. 
ઓસ્કાર 2022ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને આજે 94મો એકેડેમી એવોર્ડ યોજાયો હતો. જેમાં વિલ સ્મિથને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. વળી, જેસિકા ચેસ્ટેને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીત્યો હતો. ઓવોર્ડ શો દરમિયાન હોલિવૂડના પ્રખ્યાત અભિનેતા વિલ સ્મિથે હોસ્ટ ક્રિસ રોકને સ્ટેજ પર આવીને થપ્પડ મારી દીધો હતો. મળતી માહિતી મુજબ, હોસ્ટ ક્રિસ રોકે વિલ સ્મિથની પત્ની જેડા પિંકેટ સ્મિથના વાળ પર કેટલીક ટિપ્પણીઓ કરી હતી, જેના પર વિલ એટલો ગુસ્સે થઇ ગયો હતો અને અંતે પોતાના ગુસ્સાને શાંત કરવા તે સ્ટેજ પર પહોંચી ગયો અને ક્રિસ રોકને જોરથી થપ્પડ મારી દીધો. વિલ સ્મિથનો રોકને થપ્પડ મારતો આ વિડીયો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. સ્મિથ થપ્પડ માર્યા બાદ પણ રોકાયો નહીં અને સ્ટેજની નીચે તેના સ્થાને પહોંચ્યા બાદ પણ ક્રિસ રોકને ચેતવણી આપી અને કહ્યું કે, મારી પત્નીનું નામ હવે તમારી જીભ પર ક્યારે આવું જોઇએ નહીં. સ્વભાવે શાંત એવા વિલ સ્મિથ જેવા કલાકારને આટલો ગુસ્સો પણ આવી શકે છે તે જોઇ ત્યા હાજર સૌ કોઇ ચોંકી ગયા હતા. વળી બીજી તરફ થપ્પડ ખાધા બાદ ક્રિસ રોકનો ચહેરો જોવા લાયક હતો. તે બતાવવા જાય છે કે બધુ જ સામાન્ય છે પરંતુ તેનો ચહેરો બતાવી આપે છે કે તે આ સમયને કેવી રીતે હેન્ડલ કરી રહ્યો છે. 
ઉલ્લેખનીય છે કે, ક્રિસ રોકે ફિલ્મ G.I. Jane ને લઇને વિલ સ્મિથની પત્ની જેડા પિંકેટ સ્મિથ પર એક કોમેન્ટ કરી હતી. તેણે જેડાનો મજાક ઉડાવ્યો અને કહ્યું કે, તે G.I.Jane 2ની જેમ દેખાઇ રહી છે. વળી તેણે જેડાની ટાલ અંગે પણ કોમેન્ટ કરી હતી. વળી જેડાએ Alopecia નામની બીમારીના કારણે તેના પૂરા વાળ હટાવી દીધા છે. આવી સ્થિતિમાં આ શોમાં તમામની સામે તેની પત્નીની મજાક ઉડતી જોઈને વિલ ગુસ્સે થઈ ગયો અને તેણે ક્રિસ રોકને જોરદાર મુક્કો મારી દીધો. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર લોકોની જબરદસ્ત પ્રતિક્રિયાઓ આવી રહી છે. કોનન ઓ’બ્રાયન, મિની ડ્રાઈવર અને અન્ય સહિત હોલિવૂડની અનેક હસ્તીઓએ વિલ સ્મિથ અને ક્રિસ રોક વચ્ચે થયેલી આ ઘટના પર પોતાની વાતને રાખી હતી. હોસ્ટ, કોમેડિયન અને લેખક કોનન ઓ’બ્રાયને ટ્વિટર પર લખ્યું, “હમણા જ વિલ સ્મિથનો થપ્પડ મારતો વિડીયો જોયો છે. કોઈની પાસે મોડી રાતનો શો હોય તો હું આવતીકાલ માટે ઉધાર લઈ શકું?”
Whatsapp share
facebook twitter