+

રશિયા-યુક્રેન યુદ્ધનો આવશે અંત? ઈઝરાયેલના PMએ પુતિન સાથે કરી ખાસ મુલાકાત

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ છેલ્લા 11 દિવસથી ચાલું છે. દુનિયાભરના દેશ હજુ પણ તેને રોકવામાં નિષ્ફળ ગયા છે. આ અતિ નાજૂક સમયે ઇઝરાયેલના વડા પ્રધાન નફ્તાલી બેનેટ મોસ્કો પહોંચ્યા છે, જ્યાં તેઓ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળ્યા. રશિયા અને યુક્રેન યુદ્ધને રોકવા માટે દુનિયાભરના લીડરે પોત પોતાની રીતે પ્રયત્નો કરી દીધા છે. તેવામાં હવે ઈઝરાયેલના PMનું મોસ્કો પહોંચવું ખૂબ જ મહત્વàª
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ છેલ્લા 11 દિવસથી ચાલું છે. દુનિયાભરના દેશ હજુ પણ તેને રોકવામાં નિષ્ફળ ગયા છે. આ અતિ નાજૂક સમયે ઇઝરાયેલના વડા પ્રધાન નફ્તાલી બેનેટ મોસ્કો પહોંચ્યા છે, જ્યાં તેઓ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળ્યા. 
રશિયા અને યુક્રેન યુદ્ધને રોકવા માટે દુનિયાભરના લીડરે પોત પોતાની રીતે પ્રયત્નો કરી દીધા છે. તેવામાં હવે ઈઝરાયેલના PMનું મોસ્કો પહોંચવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અગાઉ એવા અહેવાલો આવ્યા હતા કે, રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને ખતમ કરવામાં ઈઝરાયેલ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. આ સ્થિતિમાં ઈઝરાયેલને સંભવિત મધ્યસ્થી તરીકે જોવામાં આવે છે. માહિતી અનુસાર, રશિયન ઇમિગ્રન્ટ્સની નોંધપાત્ર વસ્તી ધરાવતા ઇઝરાયેલે રશિયા અને યુક્રેન વચ્ચેના સંઘર્ષમાં મધ્યસ્થી કરવાની ઓફર કરી છે. આપને જણાવી દઈએ કે, ઈઝરાયેલના વડાપ્રધાનની આ મુલાકાતે વિશ્વભરના વ્યૂહાત્મક વિશ્લેષકોનું ધ્યાન ખેંચ્યું છે. ઇઝરાયેલને યુએસનું ખૂબ નજીકનું રાષ્ટ્ર માનવામાં આવે છે, જે વૈશ્વિક મોરચે રશિયાનો મુખ્ય પ્રતિસ્પર્ધી છે. વધુમાં, યુક્રેનમાં રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સહિત મોટી વસ્તી યહુદી ધર્મની છે અને સમગ્ર વિશ્વમાં યહૂદી માન્યતાઓને અનુસરતા લોકોના અધિકારો પ્રત્યે ઈઝરાયેલની સંવેદનશીલતા કોઈ રહસ્ય નથી.

જોકે, ઈઝરાયેલે આ મામલે રશિયાની ટીકા કરી છે અને યુક્રેનને તમામ પ્રકારની મદદ પણ મોકલી રહી છે. પરંતુ યુક્રેન હુમલાને લઈને ઈઝરાયેલે અન્ય દેશોની જેમ રશિયા પર હજુ સુધી કોઈ કડક પ્રતિબંધો લગાવ્યા નથી. તેના બદલે, અહેવાલ છે કે છેલ્લા અઠવાડિયામાં, બેનેટે ઓછામાં ઓછા પાંચ વખત ફોન પર રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરી છે. તેની પાછળના સંભવિત કારણો વિશે વાત કરતા, તમને જણાવી દઈએ કે ઈઝરાયેલના તેની ઉત્તરીય સરહદ પર સ્થિત સીરિયા સાથે સારા સંબંધો નથી, જ્યાં ઈઝરાયેલ નિયમિતપણે ઈરાની અને હિઝબુલ્લાહ સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કરે છે. વળી, રશિયા સીરિયા દ્વારા પ્રાપ્ત શસ્ત્રોની સંખ્યાના મોટા ભાગને નિયંત્રિત કરે છે. આવી સ્થિતિમાં, નિષ્ણાતોનું માનવું છે કે જો તણાવની આ સ્થિતિમાં ઇઝરાયેલ રશિયાની વિરુદ્ધ જાય છે, તો તેને તેની ઉત્તરી સરહદ પર અનિચ્છનીય અસ્થિરતાનો સામનો કરવો પડી શકે છે. એટલા માટે તે રશિયા સામે કોઈ જબરદસ્તીભર્યું પગલું ભરવાનું ટાળવાનો પ્રયાસ કરી રહ્યો છે.
Whatsapp share
facebook twitter